|
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય ગૌરવ સેનાની ભવન શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ અમદાવાદ-૩૮૦૦૦૩.
કામકાજના ધોરણો બે વિભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ ભાગમાં કોમ્પ્યુટરના કામકાજી વપરાશની આવડત સાથે સરકારી કર્મચારી માટે નકકી કરાયેલ કામકાજના મૂળભુત ધોરણોનો સમાવેશ થાય છે. બીજો ભાગ વિભાગની મુખ્ય કામગીરી એવી માજી સૈનિકોના કલ્યાણની કામગીરી માટેના ચોકકસ ધોરણ પર આધારીત રહે છે જે "સૈનિક કલ્યાણ અધિકાર પત્ર" પર આધારીત છે જે તમામ કચેરીઓ ઘ્વારા કરવાની થતી કામગીરીના તમામ વિષય માટે કામગીરી પુરુ કરવાની સમય મર્યાદાનુ ધોરણ સ્થાપીત કરે છે. કચેરીઓની જવાબદારી/ ફરજો નિભાવવા નકકી કરવામાં આવેલ કામકાજના ધોરણની વિગત હવે પછીના ફકરાઓમાં આપવામાં આવેલ છે.
રાજય સરકારની કચેરીમાં કર્મચારીઓએ બજાવવાની થતી કામગીરીના ધોરણ સૈનિકોના કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં જેઓને સૈનિક કલ્યાણની કે વહીવટી કામગીરી સોંપવામાં આવેલ છે તેવા તમામ કર્મચારીઓ માટે સરકારશ્રીના નાણા વિભાગના તા.ર-૧-૧૯૯૯ના ઠરાવ ક્રમાંક મનસ-૧૦૯૮-૯૭ નોર્મસ યુનિટ-૧ મુજબ નકકી કરવામાં આવેલ કામકાજ નુ ધોરણ નીચે મુજબની સ્પષ્ટતા સાથે લાગુ પડશેઃ
-
પત્ર, અરજી અને મુલાકાતીઓ ના કામકાજનુ ધોરણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની રચના જે હેતુથી કરવામાં આવેલ છે તે મુખ્ય કામકાજ માજી સૈનિકોના કલ્યાણ ની કામગીરી પર આધારીત છે. આ કામકાજની સાથે કચેરીની વહીવટી કામગીરી પણ નાના પાયે જોડાયેલ છે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ નાની કચેરીઓ છે જયાં કલ્યાણ અને વહીવટી કામકાજ કરતા કર્મચારીઓની સંખ્યા (ડ્રાયવર અને વર્ગ ૪ના કર્મચારીઓ સિવાય) ઓછામાં ઓછી બે થી લઈને વધુમાં વધુ પાંચની થાય છે. તેથી સરકારશ્રીના ૧૮.૬ કેસના નિકાલનુ ધોરણ કચેરીઓના તમામ કર્મચારીઓને લાગુ પડે છે અને ૧૮.૬ કેસના ધોરણમાં નીચેના તમામ વિષયોને સમાવેશ કરવમાં આવે છે. ૧૮.૬ ના કેસોના નિકાલને વધુ વ્યવહારુ બનાવવા કર્મચારીઓ ઘ્વારા "એકી" તારીખે ૧૯ કેસ અને "બેકી" તારીખે ૧૮ કેસોનો નિકાલ કરવાનુ ધોરણ અપનાવવામાં આવેલ છેઃ
-
નામની નોંધણી તથા ઓળખ પત્ર મેળવવા કચેરીમાં આવતા મુલાકાતી માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતો
-
તમામ પ્રકારની માહિતી મેળવવા કે સલાહ અને માર્ગ દર્શન માટે આવતા મુલાકાતી માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતો
-
અન્ય જગ્યાએથી આવેલ દસ્તાવેજ જેવા કે ડિશચાશર્જ બુક વગેરે મેળવવા આવતા મુલાકાતી માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતો.
-
પોતાને મંજુર થયેલ નાણાકીય સહાયની રકમ લેવા આવતા મુલાકાતી માજી સૈનિકો / સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતો
-
જરૂરી એવા પ્રમાણ પત્ર મેળવવા આવતા માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતો
-
તમામ પ્રકારની અરજી/ નાણાકીય સહાય માટેની રજુઆત
-
તમામ પ્રકારની ફરીયાદ અને રજુઆત
-
તમામ પ્રકારના પ્રસંશા પત્ર તથા સલાહ સુચનો
-
સરકારી અને બીન સરકારી સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થતો તમામ પ્રકારનો પત્ર વ્યવહાર
-
રાજય સરકારની "ઈ-ગવર્નન્સ"ની નીતી મુજબ કોમ્પ્યુટરનો ફરજીયાત ઉપયોગ
-
આવક/જાવક અને કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી સરકારશ્રીના નાણા વિભાગના ઉપર દર્શાવેલ ધોરણ મુજબ અગર આવક અને જાવકની નોંધણીનુ કામ એકજ વ્યકતી કરે તો તેની પાસેથી રોજના આવકના ર૩૪ પત્રની વિગતની નોંધણી કરવાનુ તથા તેના રજીસ્ટર જાળવવાનુ તથા રોજના ૧૪૭ પત્રોને રવાના કરવાની સાથે તે સબંધી રજીસ્ટરની જાળવણી કરવાની કામગીરી અપેક્ષીત થાય છે. આ ધોરણ કોમ્પ્યુટર આવક/જાવકની નોંધણી કરવા તથા કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી કરવાની કામગીરી માટે વ્યવહારુ છે અને તેનો અમલ તમામ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં લાગુ પાડવામાં આવેલ છે.
"સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" મુજબ કર્મચારીઓએ બજાવવાની થતી કામગીરીના ધોરણ
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ તથા નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં કરવામાં આવતી માજી સૈનિકોના કલ્યાણ સબંધી કામગીરીના તમામ વિષયોની સુચિ બનાવી દરેક વિષયના કામના નિકાલ માટે સમય મર્યાદા નકકી કરવા "સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" બનાવવામાં આવેલ છે. આવી રીતે માજી સૈનિકોના કલ્યાણની કામગીરી બાબતની પ્રાથમિક ફરજો નિભાવવા કચેરીઓ માટે સમય અવધીનુ ધોરણ ચોકકસ રીતે સ્થાપીત કરવામાં આવેલ છે. આ "સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" થી આગળ જઈને તમામ કચેરીઓના કામકાજ માટેના બાકીના તમામ વિષયને સામેલ કરી "માસ્ટર ફાઈલ લીસ્ટ" પણ બનાવવામાં આવેલ છે. અને "સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" સિવાયના વિષયો જે કચેરીઓના વહીવટી કામકાજની બાબતો પર આધારીત છે તેને "અન્ય વિષય" તરીકે ઘ્યાનમાં રાખી સમગ્ર વિષયોના "માસ્ટર ફાઈલ લીસ્ટ" ના આધારે એન.આઈ.સી. ના સહાયથી "ડાક ટ્રેકીંગ- રજીસ્ટ્રી સોફટવેર" બનાવવામાં આવેલ છે જે "સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" સિવાયના પત્રોનો નિકાલ પણ નિર્ધારીત સમય મર્યાદામાં કરવાની બાબતમાં અસરકારક દેખરેખ રાખવાનુ કામ કરે છે અને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓના કામકાજના તમામ વિષયોનો નિકાલ નિર્ધારીત સમય મર્યાદામાં કરવા બાબતના સ્પષ્ટ ધોરણ સ્થાપીત કરે છે.
"સૈનિક કલ્યાણ- અધિકાર પત્ર" ની વિગત માટે અહી ક્લીક કરો.
|
|
|