હું શોધું છું

હોમ  |

કેન્દ્રીય સૈનિક બોર્ડ સહાય
Rating :  Star Star Star Star Star   

(ગુજરાત રાજ્યમાં અધિવાસ ધરાવતા કે ન ધરાવતા
તમામ પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓને
કેન્દ્રીય સૈનિક બોર્ડના લાભ મળવાપાત્ર છે.)
 
રક્ષામંત્રી અબાધિત ફંડમાંથી આર્થિક સહાય
    માસિક આર્થિક સહાય (રૂ. ૨૦૦૦/- પ્રતિ માસ, બે વર્ષની મુદત માટે)
        પાત્રતાના સામાન્ય નિયમો નીચે મુજબની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
 • જેઓને પેન્‍શન મળતું નથી તથા જેઓ વૃદ્ધ, અશક્ત અને કોઈ પણ પ્રકારનો પરિવારનો આધાર ધરાવતા નથી તેવા તમામ પૂર્વ સૈનિકો તથા સ્વ. પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ
 • જેઓને રાજ્ય સરકાર તરફથી વૃદ્ધાવસ્થા સહાય કે બીજા વિશ્વ યુદ્ધના બુઝુર્ગ સૈનિકો માટેનું પેન્‍શન મળતું નથી તથા જેઓને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મળતી નથી તેવા તમામ પૂર્વ સૈનિકો તથા સ્વ. પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ
અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલમાં કચેરીમાં નોંધાયેલ અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી).
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલો વિગતવાર આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report)
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનુ પ્રમાણપત્ર.
 • અરજદારને રાજ્ય સરકાર દ્વારા સહાય કેમ મળી શકતી નથી તેનું સ્પષ્ટીકરણ.
 • મિલિટરીમાંથી છૂટા થયા પછી આજીવિકાના સાધનની વિગત.
 • બે વર્ષ માટેની સહાયની અવધિ પૂરી થયા પછી અરજદાર કેવી રીતે પોતાના જીવનનો નિર્વાહ કરવા ઇચ્છે છે તે બાબતમાં અરજદારનુ મંતવ્ય.
  
૨.          સંતાનોના ભણતર માટે આર્થિક સહાય - બે સંતાનો માટે
 
 • ૧૨ માં ધોરણ સુધી – પ્રતી માસ રૂ. ૪૦૦/-
 • ગ્રેજુએશન સુધી - પ્રતી માસ રૂ. ૬00/-
 • એનડીએ / આઇએમએ / ઓટીએ વગેરે માં તાલીમ સમયમાં - પ્રતી માસ રૂ. ૧૦૦૦/-
         પાત્રતાના સામાન્ય નિયમો નીચે મુજબની અરજીઓસ્‍વીકારવામાં આવશે.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ જેઓને પેન્‍શનમળતું નથી તથા જેઓના જીવનનિર્વાહ માટે અન્ય કોઈ આવકનું સાધન નથી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ જેઓનાં સંતાનોનીસંખ્યા વધારે હોવાથી પરિવારના નિર્વાહ ખર્ચ માટે પેન્‍શન પૂરતું થતું નથી.
સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓને પેન્‍શન મળતું હોય કે ન મળતુંહોય તે બાબતને ધ્યાને લીધા સિવાય તેમની અરજી પર ખૂબ જ સહાનુભૂતિથી નિર્ણય કરવામાંઆવશે
    અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી).
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલી વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • શાળાના આચાર્યનું નીચેની બાબતની સ્‍પષ્‍ટતા કરતું પ્રમાણપત્ર
  • અરજદારનાં સંતાન શાળાના વિદ્યાર્થી છે.
  • જે વર્ગ  ધોરણમાં અભ્યાસ કરે છે તેની વિગત.
  • વિદ્યાર્થીઓની જન્મ તારીખનું પ્રમાણ પત્ર
    ૩. આર્થિક સહાય- લગ્ન સહાય (રૂ. ૧૬૦૦૦/- ઉચ્ચક )
    પાત્રતાના સામાન્ય નિયમો નીચે મુજબની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.-
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ / તેઓના આશ્રીતો જેઓને પેન્‍શન મળતું નથી તથા જેઓને મિલિટરીમાંથી છૂટા થયા બાદ અન્ય નોકરી મળી નથી.
 • સ્વ. યુદ્ધ શહીદોનાં ધર્મપત્નીઓ સહિત તમામ સ્વ.પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ તથા અધિકારીથી નીચેના હોદ્દાના પૂર્વ સૈનિકો કે જેઓને રાજ્ય સરકાર તરફથી કે અન્ય જગ્યાએથી આવી સહાય મળેલી નથી.
 • પૂર્વ સૈનિકો કે જેમને પેન્‍શન મળે છે, પરંતુ અન્ય કોઈ આવકનું સાધન નથી, તેઓને નીચેની શરતે સહાય મળી શકે.
 • તેઓને વધુ દીકરીઓનાં લગ્ન કરવાનાં બાકી છે અને તેઓનો કોઈ પુત્ર કે પુત્રી કમાતાં ન હોવાથી લગ્ન માટે આર્થિક મદદ કરી શકે તેમ નથી.
 • તેઓનાં સંતાનો નાનાં અને ભણતાં હોવાથી લગ્ન માટે આર્થિક મદદ કરી શકે તેમ નથી.
 • તેઓના પરિવારની કોઈ વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતી હોય.
    અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી)
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલા વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • લગ્ન સંપન્ન થયાનું / નોંધણી કરાયાનું સક્ષમ અધિકારીએ આપેલું પ્રમાણપત્ર.
 • આમંત્રણપત્રિકા / લગ્ન થયાની તારીખ દર્શાવતો પુરાવો.
 • લગ્નના ખર્ચની વિગત અને આ ખર્ચ ચૂકવવા શી વ્યવસ્થા કરાઈ હતી તેની વિગત તેમ જ ખર્ચ પેટે ચૂકવવાની રહેતી બાકી રકમની વિગત.
    ૪. મેડિકલ સારવારનાં અસલ બિલ રજૂ કરતાં -આર્થિક સહાય- મેડિકલ સહાય (રૂ. ૩૦,૦૦૦/-)
    પાત્રતાના સામાન્ય નિયમો પ્રમાણે નીચે મુજબની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.-
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ જેઓ મિલિટરી હોસ્પિટલના મેડિકલ ઓફિસરની ભલામણના આધારે સિવિલ ( સરકારી. /ખાનગી) દવાખાનામાં સારવાર મેળવેલી છે.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ જેઓને ફિક્સ મેડિકલ ભથ્થું રૂ. ૧૦૦/-નું મળે છે પરંતુ બીમારીની સારવાર પેટે રૂ. ૨૪,૦૦/- કે તેથી વધુ ખર્ચ થવાથી સહાય માટે અરજી કરેલી છે.
 • અધિકારીથી નીચેના હોદ્દાના પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ કે જેઓને અન્ય જગ્યાએથી આવી સહાય મળેલી નથી.
 • અધિકારી હોદ્દાના પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ કે જેઓને રૂ. ૫૦,૦૦૦/-થી વધુ ખર્ચ સારવાર માટે થયેલો છે અને તેઓને અન્ય જગ્યાએથી આવી સહાય મળેલી નથી.
 • અકસ્માતની સારવારને લગતી તમામ અરજીઓ.
    અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી)
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલા વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની આર્મી ગ્રૂપ ઈન્‍સ્‍યોરન્‍સ / એર ફોર્સ ગ્રૂપ ઈન્‍સ્‍યોરન્‍સ મેડિકલ સ્કીમના સભ્ય હતા કે કેમ ?  અગર હતા તો આ મેડિકલ સ્કીમ દ્વારા તેઓને સારવાર માટે સહાય આપવામાં આવી હતી કે નહીં.
 • મિલિટરી હોસ્પિટલના મેડિકલ ઓફિસરની ભલામણના આધારે સિવિલ ( સરકારી/ખાનગી) દવાખાનામાં સારવાર લીધી હતી કે નહીં. અગર મિલિટરી હોસ્પિટલના મેડિકલ ઓફિસરની ભલામણ વગર સારવાર લેવી પડી હતી, તો ક્યા કારણસર દર્દીને મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં નહોતા આવ્યા તથા અગર ઇમર્જન્સી કેસ હતો તો તે બાબતનું સારવાર આપનાર હોસ્પિટલના ડોક્ટરનું પ્રમાણપત્ર.
 • હોસ્પિટલમાં દાખલ થવાની અને હોસ્પિટલમાંથી રજા આપ્યાની વિગત દર્શાવતી એડમિશન-ડિસ્‍ચાર્જ સ્‍લિપ
 • સારવાર આપનાર હોસ્પિટલના સક્ષમ મેડિકલ અધિકારી દ્વારા પ્રતિ સહી કરેલાં સારવાર ખર્ચનાં અસલ બિલો સમરી સાથે.
   
૫. આર્થિક સહાય- ઘરની મરામત માટે રૂ. ૨૦૦૦૦/- ઉચ્ચક)
         પાત્રતાના સામાન્યનિયમો નીચે મુજબની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
 • જેઓને પેન્‍શન મળતું નથી તથા જેઓને આજીવિકાનું અન્ય કોઈ સાધનનથી. તેવા પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ
 • જેના માતા-પિતા હયાત નથી તેવી પૂર્વ સૈનિકની એક દીકરીને
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓની અરજી કે જેમનાંઘર કુદરતી પ્રકોપ જેવો કે આગ, ધરતીકંપ અને વાવાઝોડાને કારણે પડી ગયાં છે કે નુકસાનપામેલા છે અને જેઓને રાજ્ય સરકાર તરફથી કે અન્ય વિભાગ તરફથી સહાય આપવામાં આવીનથી.
 • સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓને પેન્‍શન મળતું હોય કે ન મળતુંહોય તે બાબતને ધ્યાને લીધા સિવાય તેઓની અરજી.
    અરજી  સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલ અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી).
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલા વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી)
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલા વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનુ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • પોતાના ઘરને નુકસાન થયું હોવાની વિગત સાથે પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીનુ પ્રમાણપત્ર.
 • જિલ્લા પ્રશાસન દ્વારા નિયત કરાયેલા સક્ષમ સર્વે કરનાર અધિકારી દ્વારા નુકસાનીનો અંદાજ અને કારણ બાબતનો અભિપ્રાય દર્શાવતું પ્રમાણપત્ર.
 • નુકસાન થયેલા ઘરના મરામત માટે અધિકૃત વ્યક્તિએ આપેલો ખર્ચનો અંદાજ.

    ૬. સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીને પૂર્વ સૈનિકના અંતીમ સંસ્કાર કરવાઆર્થિક સહાય ( રૂ. ૫૦૦૦/- ઉચ્ચક).

    ૭. ખરાબ આર્થિક પરિસ્થિતિમાં હોય તેવાઓને આર્થિક સહાય ( રૂ. ૩૦૦૦૦/- ઉચ્ચક).
       પાત્રતાના સામાન્ય નિયમો નીચે મુજબની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના જેઓ ઉપરની કોઈ સહાયને પાત્ર થતાં નથી અને ખાસ પરિસ્થિતિ જેવી કે પતિનું આકસ્‍મિક મૃત્યુ, પાક ને આગ, પૂર કે અન્ય કારણે થયેલા નુકસાન જેવી સ્થિતિમાં અગર રાજ્ય સરકાર કે અન્ય જગ્યાએથી કોઈ સહાય મળી ન હોય.
 • માનનીય રક્ષા મંત્રીની અનુમતિથી અન્ય કોઈ પણ કેસ.
    અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીના ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર.
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી)
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલી વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનુ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર
 • ડિસ્‍ચાર્જબુકની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ (અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી).
 • નિયત કરાયેલા પત્રકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટની સહીથી અપાયેલ વિગતવારનો આર્થિક પરિસ્થિતિનો અહેવાલ( Detailed Financial Condition Report).
 • અરજદારે આવી સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર.
 • અરજદારને રાજ્ય સરકાર તરફથી સહાય મળી ન શકવાના કારણ/ નિયમની વિગત.
 • સશસ્ત્ર સેનામાંથી નિવૃત્ત થયા પછી અરજદારના આજીવિકાના સાધનની વિગત.

<<પરત  

    ૮. આર્મ્ડ ફોર્સીસ ફલેગ ડે ફંડમાંથી નિયત કરેલા ગંભીર રોગોના સારવાર ખર્ચની આંશિક રકમ સહાય.(પેન્શન ન મળતુ હોય અને ઇ.સી.એચ.એસ નો મેમ્બર પણ ન હોય)
        રોગોની સૂચિ અને સારવારની વિગત નીચે મુજબ છે -
 • હ્રદયરોગના ઓપરેશન સારવાર માટે સહાય
એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, કોરોનરી આર્ટ્રી સર્જરી, ઓપનહાર્ટ સર્જરી, વાલ્વ રિપ્લેસમેન્ટ અને પેસ મેકર ઈમ્પ્‍લાન્‍ટ
 • કેન્સરની સારવાર માટે સહાય
સર્જરી, રેડીયોથેરપી અને કેમોથેરપી
 • કિડની બદલવા અને પ્રત્યારોપણ/ડાયાલિસીસ માટે
ડાયાલિસીસ, કિડની રિમૂવલ અને ટ્રાન્સપ્લાન્ટ (કિડની-અવયવની કિંમત સામેલ નથી).
 • સ્ટ્રોક
સ્ટ્રોકનું એક્યુટ ફેઇઝ મેનેજમેન્ટ ( સેરેબિયો વેસ્‍ક્યુલર એલસિડન્ટ)
 • પ્રોસ્ટેટનું ઓપરેશન
ટ્રાન્સ યુરેથલ રિસેક્સન ઓફ પ્રોસ્ટેટ (TURP)
 • આર્ટરિયલ સર્જરી
આર્ટરિયલ રિ-કન્‍સ્‍ટ્રક્શન / રિ-વેસ્‍ક્યુલરાઇઝેશન, Aneurismal Surgeries of Carotid Artery, Thoracic and Abdominal Aorta, Garotid Angiography of Aorta.
 • સંપૂર્ણ સાંધાની બદલી (Total Joint Replacement ).
 • મિલિટરી હોસ્પિટલમાં હ્રદય રોગની તથા કિડની ડાયાલિસીસની સારવાર.
વર્ષના વધુમાં વધુ રૂ. ૧,૨૫,૦૦૦/- ની મર્યાદામાં મિલિટરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા ઉપરોક્ત રોગના સારવાર ખર્ચને કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે.
    પાત્રતાના સામાન્ય નિયમો
સિવિલ (સરકારી કે ખાનગી ) હોસ્પિટલમાં નિયત કરેલા ગંભીર રોગોની સારવાર લેવામાં આવી હોય ત્યારે કેન્દ્રીય સૈનિક બોર્ડ આર્મ્‍ડ ફોર્સીસ ફ્લેગડે ફંડમાંથી આવી સારવાર ખર્ચના મંજૂર કરેલા પેકેજના ૭૫ ટકા અને ૯૦ ટકાનું વળતર અનુક્રમે અધિકારી અને અધિકારીથી નીચેની રેન્કના પૂર્વ સૈનિકોને નીચેની શરતે આપે છે.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની આર્મી ગ્રૂપ ઇન્સ્યોરન્સ કે એર ફોર્સ ગ્રૂપ ઇન્સ્યોરન્સ મેડિકલ સ્કીમના સભ્ય ન હોવા જોઈએ. અગર સભ્ય હોય તો આર્મી ગ્રૂપ ઇન્સ્યોરન્સ / એર ફોર્સ ગ્રૂપ ઇન્સ્યોરન્સ મેડિકલ સ્કીમનું તરફથી પ્રમાણ પત્ર જોડવું કે કે સભ્ય દ્વારા સ્કીમનું પૂરેપૂરું. વળતર લેવાઈ ગયું છે અને હવે સ્કીમમાંથી સારવાર પેટે તેઓને વળતર મળવાપાત્ર નથી.
 • સારવાર લેનાર દર્દીને મિલિટરી હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયા હોવા જોઈએ. અગર ઇમર્જન્‍સી હતી તો તે ઇમર્જન્‍સી ઓપરેશન કે સારવાર જરૂરી હોવાની બાબતને પ્રસ્થાપિત કરતું હોસ્પિટલના સક્ષમ મેડિકલ અધિકારીનું પ્રમાણપત્ર.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીએ આવી સારવાર પેટે અન્ય કોઈ જગ્યાએથી સહાય મેળવી હોવી ન જોઈએ.
 • અગર પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની પેન્‍શન મેળવતાં હોય તો તેઆએ અરજી કરતાં પહેલાં ઇ.સી.એચ.એસ. યોજાનાના સભ્ય બનવું ફરજિયાત છે.
    અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત
 • અરજદારની અસલ કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની આર્મી ગ્રૂપ ઇન્સ્યોરન્સ કે એર ફોર્સ ગ્રૂપ ઇન્સ્યોરન્સ મેડિકલ સ્કીમના સભ્ય હતા કે કેમ ? અગર સભ્ય હતા તો અરજી સાથે નીચેના દસ્તાવેજ જોડવા.
 • આર્મી ગ્રૂપ ઇન્સ્યોરન્સ કે એર ફોર્સ ગ્રૂપ ઇન્સ્યોરન્સ મેડિકલ સ્કીમના કાર્ડની ઝેરોક્સ નકલ
 • આર્મી ગ્રૂપ ઇન્સ્યોરન્સ / એર ફોર્સ ગ્રૂપ ઇન્સ્યોરન્સ મેડિકલ દ્વારા સ્કીમનું પૂરેપૂરુ વળતર લેવાઈ ગયાની તારીખ જણાવતું પ્રમાણપત્ર.
 • અરજદારની અસલમાં કચેરીમાં નોંધાયેલી અરજી.
 • પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્ની અગર નોકરી કરતાં હોય તો તેની વિગત.
 • અરજદારે આવી સારવારના ખર્ચ પેટે સહાય રાજ્ય સરકાર દ્વારા કે અન્ય સ્થળેથી આપવામાં આવતી ન હોવાનુ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પૂર્વ અધિકારીનું પ્રમાણપત્ર. અગર સહાય આપવામાં આવેલી હોય તો વિગત આપવી.
 • ઓળખપત્રની પ્રમાણિત કરેલી ઝેરોક્સ નકલ / આશ્રિત માટે ઓળખનું પ્રમાણપત્ર
 • સારવાર લેનાર દર્દીને મિલિટરી હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયાનો પત્ર. અગર મિલિટરી હોસ્પિટલ દ્વારા રેફર કરવામાં આવેલા ન હતા તો દર્દી પ્રથમ મિલિટરી હોસ્પિટલમાં કેમ ન ગયા તેનું કારણ અગર ઇમર્જન્‍સી હતી તો તે ઇમર્જન્‍સી ઓપરેશન કે સારવારની જરૂર હોવાની બાબતને પ્રસ્થાપિત કરતું હોસ્પિટલના સક્ષમ મેડિકલ અધિકારીનું પ્રમાણપત્ર.
 • હોસ્પિટલમાં દાખલ કરાયાની રજા અપાયાની હોસ્પિટલના સક્ષમ અધિકારી દ્વારા પ્રતિ સહી કરેલ એડમિશન - ડિસ્ચાર્જ સમરી / પ્રિસ્ક્રિપ્‍શન સ્‍લિપ.
 • હોસ્પિટલના સક્ષમ અધિકારી દ્વારા પ્રતિ સહી કરેલા સારવાર તથા ઓપરેશન ખર્ચના તમામ અસલ બિલ તથા આ બિલોની સમરી.
 
સંબંઘિત લિંકસ
  સહાય માટેના અરજીપત્રો

 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 આપની સેવામાં

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 આપની સેવામાં

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 07-10-2010