નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય ગૌરવ સેનાની ભવન શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ અમદાવાદ-૩૮૦૦૦૩૦
૧. માજી સૈનિકોના કલ્યાણને લગતી કામગીરી કાર્ય પઘ્ધતિ/ નિર્ણયની પ્રક્રિયા ને આધારે ચાર ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગમાં આવતી કામગીરી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કાર્યક્ષેત્ર પુરતી મર્યાદીત છે. બીજા ભાગની અંદર રાજય સરકાર અને રાજય સૈનિક બોર્ડની કલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે. ત્રીજા ભાગમાં કલ્યાણ સબંધી કાગીરીનો નિર્ણય સ્થાનીક સ્તરે આવેલ સરકારી અથવા અર્ધ સરકારી ખાતાઓ કે સ્થાનીક સ્વ-રાજયની સંસ્થાઓ પર આધારીત રહે છે. જયારે ચોથા ભાગમાં આવતી માજી સૈનિકોના કલ્યાણને લગતી કામગીરી પર નિર્ણય કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ અથવા રેકોર્ડ કચેરી કે સશસ્ત્ર દળોના મહેકમો કે કન્ટ્રોલર ઓફ ડીફેન્સ એકાઉન્ટ (પેન્શન) ના સ્તરે કરવાનો થાય છે.
ર. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી એ પોતાના કાર્યક્ષેત્ર નીચે આવતા જિલ્લાઓમાં વસવાટ કરતા માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા આશ્રીતોના સમગ્ર કલ્યાણની કામગીરી કરનાર "એકઝીયુટીવ" તેમજ "નોડલ" કચેરી છે, જે ઉપર ચાર ભાગમાં કાર્ય પઘ્ધતિ/ નિર્ણયની પ્રક્રિયાને આધારીત હોય તેવી કોઈપણ પ્રકારની માજી સૈનિકોના કલ્યાણને લગતી કરવા જવાબદાર છે.
૩ નિર્ણય પર આવવા માટે અમલમાં રહેલ કાર્ય પઘ્ધતિ તથા દેખરેખ અને જવાબદારીની ચેનલની વિગત નીચે મુજબ આપવામાં આવેલ છેઃ
"વન-ડે ગર્વનન્સ" માં લેવામાં આવેલ કાર્યવાહી જેવી કે નોંધણી અને ઓળખપત્ર આપવાની કામગીરી વિવિધ કલ્યાણ પ્રમાણ પત્રો આપવાની કામગીરી તથા કચેરીમાં માર્ગ દર્શન માટે આવતા મુલાકાતીઓને સલાહ-સુચન અને માર્ગ દર્શન આપવા જેવી બાબતોનો સમાવેશ આ કક્ષામાં થાય છે.
નિર્ણય પર આવવા માટે અમલમાં રહેલ કાર્ય પઘ્ધતિ તથા દેખરેખ અને જવાબદારીની ચેનલ નીચે મુજબ છેઃ
(૧) અરજદારની અરજીને નોંધી તેના પર સબંધીત કર્મચારી ઘ્વારા ચકાસણી કરવામાં આવે છે.
(૨) ઉપરોકત અરજીને કચેરીમાં ઉપસ્થિત વરીષ્ઠ કર્મચારી તપાસીને પોતાની ભલામણ સાથે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીને રજુ કરે છે.
(૩) જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની મંજુરી સાથે અરજદારને જરૂરી પ્રમાણ પત્ર કે ઓળખપત્ર તેની માંગણી મુજબ આપવામાં આવે છે.
ઉપરોકત જાણકારી ટેબલ ફોર્મમાં નીચે દર્શાવેલ છે
ક્રમ |
વિષય |
વિગત |
૧ |
જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય |
ઉપર ફકરા ૩(અ) મુજબ |
ર |
માર્ગ દર્શક સૂચન/ દિશા નિર્દેશ જો કોઈ હોય તો
|
સબંધીત વિષય પર કેન્દ સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજય સૈનિક બોર્ડ, સશસ્ત્ર દળો તથા સીડીએ (પેન્સન) ના સ્થાયી હુકમો
|
૩ |
અમલની પ્રક્રિયાની ચેનલ |
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
૪ |
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓના હોદળા
|
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
પ |
ઉપરના અધિકારીઓ/કર્મચારીઓના સંપર્કની માહિતી
|
અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
૬ |
જો નિર્ણયથી સંતોષ ન થાય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી
|
રૂબરૂ અથવા લેખીત રજુઆત નીચેના અધિકારીઓને કરી શકાય છેઃ (૧) અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક બોર્ડના કલેકટર અને પ્રમુખ (ર) નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગર
|
ઉપરોકત જાણકારી ટેબલ ફોર્મમાં નીચે દર્શાવેલ છેઃ
ક્રમ |
વિષય |
વિગત |
1 |
જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય |
ઉપર ફકરા ૩(બ) મુજબ |
ર |
માર્ગ દર્શક સૂચન/ દિશા નિર્દેશ જો કોઈ હોય તો
|
નિયમ સંગ્રહ-પમાં દર્શાવેલ ગુજરાત રાજય સૈનિક બોર્ડ તરફથી મળતાં આર્થિક સહાય અને લાભોની વિગત તથા ગુજરાત રાજય તરફથી મળતા બહાદુરી પદક અને પ્રસંસનીય કામગીરીના પદક માટે રોકડ ઈનામ, રહેમરાહે વળતળ તથા મુખ્ય મંત્રીશ્રીનુ જવાન રાહત ભંડોળમાંથી મળતી સહાયની વિગત
|
૩ |
અમલની પ્રક્રિયાની ચેનલ |
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
૪ |
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓ / કર્મચારીઓના હોદળા
|
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
પ |
ઉપરના અધિકારીઓ / કર્મચારીઓના સંપર્કની માહિતી
|
અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી
|
૬ |
જો નિર્ણયથી સંતોષ ન થાય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી
|
અગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નિર્ણય કે કાર્યવાહી થી આપને સંતોષ ન થાય તો રૂબરૂ અથવા લેખીત રજુઆત નીચેના અધિકારીઓને કરી શકાય છેઃ (૧) અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક બોર્ડના કલેકટર અને પ્રમુખ (ર) નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગર અગર નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગરના નિર્ણયથી આપને સંતોષ ન થાય તો લેખીત રજુઆત ગુજરાત રાજયના ગૃહ વિભાગને કરી શકો છો.
|
ઉપરોકત જાણકારી ટેબલ ફોર્મમાં નીચે દર્શાવેલ છે -
ક્રમ |
વિષય |
વિગત |
૧. |
જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય
|
ઉપર ફકરા - ૩(ક) મુજબ |
ર. |
માર્ગદર્શક સૂચન / દિશા નિર્દેશ જો કોઈ હોય તો
|
ઉપરના વિષય પર સબંધિત ખાતાઓના હુકમો/સૂચનાઓ |
૩. |
અમલની પ્રક્રિયાની ચેનલ |
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
૪. |
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓ / કર્મચારીઓના હોદળા
|
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
પ. |
ઉપરના અધિકારીઓ / કર્મચારીઓના સંપર્કની માહિતી
|
અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા અરજદારની અરજી આગળની કાર્યવાહી માટે જે કચેરીમાં મોકલાય છે તે કચેરી/વિભાગ.
|
૬. |
જો નિર્ણયથી સંતોષ ન થાય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી
|
અગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરીના નિર્ણય કે કાર્યવાહીથી આપને સંતોષ ન થાય તો રૂબરૂ અથવા લેખીત રજુઆત નીચેના અધિકારીઓને કરી શકાય છે - (૧) અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક બોર્ડના કલેકટર અને પ્રમુખ (ર) નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગર. અગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા અરજદારની અરજી આગળની કાર્યવાહી માટે જે કચેરીમાં મોકલાય છે તે કચેરી/વિભાગના નિર્ણયથી અરજદારને સંતોષ ન થાય તો લેખીત રજુઆત (૧) સબંધિત કચેરીના ખાતાના વડાને કે (ર) સચિવાલયમાં આવેલ આ ખાતાના વિભાગને કરી શકાય છે.
|
-
કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ અથવા રેકોર્ડ કચેરી કે સશસ્ત્ર દળોના મહેકમો કે કન્ટ્રોલર ઓફ ડીફેન્સ એકાઉન્ટ (પેન્શન) ના કાર્યક્ષેત્ર પર આધારીત - નિર્ણય પર આવવા માટે અમલમાં રહેલ કાર્ય પઘ્ધતિ તથા દેખરેખ અને જવાબદારીની ચેનલ
આ કક્ષા નીચેની કાર્યવાહીમાં માજી સૈનિકોના કલ્યાણને લગતી અરજી/રજુઆત પર નિર્ણય કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ અથવા રેકોર્ડ કચેરી કે સશસ્ત્ર દળોના મહેકમો કે કન્ટ્રોલર ઓફ ડીફેન્સ એકાઉન્ટ (પેન્શન)ના સ્તરે કરવાનો થાય છે. નિર્ણય પર આવવા માટે અમલમાં રહેલ કાર્ય પઘ્ધતિ તથા દેખરેખ અને જવાબદારીની ચેનલ નીચે મુજબ છે -
-
આવી સહાયની તમામ અરજીઓની ચકાસણી અને તપાસ કલ્યાણ વ્યવસ્થાપક કે નિયુકત કરવામાં આવેલ કર્મચારી ઘ્વારા કરવામાં આવે છે. જરૂર જણાય જમીની સ્તરની વાસ્તવીકતાની તપાસ કરવા સ્થળ મુલાકાત પણ લેવામાં આવે છે.
-
કલ્યાણ વ્યવસ્થાપક કે નિયુકત કરવામાં આવેલ કર્મચારી ઘ્વારા રજુ કરાયેલ તપાસ અહેવાલની ચકાસણી કચેરીમાં હાજર વરીષ્ઠ કર્મચારી ઘ્વારા કરવામાં આવે છે અને ત્યાર પછી પોતાની ભલામણ સાથે આવી અરજી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની સમક્ષ મુકવામાં આવે છે.
-
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી અરજીની સંપુર્ણ ચકાસણી અને ખરાઈ કરીને પોતાની ભલામણ સાથે આવી અરજીને કેન્દ્રીય સૈનિક બોર્ડને અથવા મીલીટરી રેકર્ડ કચેરીને અથવા સશસ્ત્ર દળોના મહેકમને અથવા કન્ટ્રોલર ઓફ ડીફેન્સ એકાઉન્ટ (પેન્શન)માંથી જેને લાગુ પડતુ હોય તેને મોકલી આપે છે.
-
માજી સૈનિક આવી અરજી પર થયેલ કાર્યવાહીની જાણ સામાન્ય રીતે ઉપરના સબંધીત મીલીટરી વિભાગ ઘ્વારા અરજદાર માજી સૈનિકને સીધી આપવામાં આવે છે. તેમ છતા આવી કાર્યવાહીની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને મળતા તેના ઘ્વારા તે બાબતની જાણ અરજદાર માજી સૈનિક ને પણ કરવામાં આવે છે.
ઉપરોકત જાણકારી ટેબલ ફોર્મમાં નીચે દર્શાવેલ છે -
ક્રમ
|
વિષય |
વિગત |
૧ |
જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય
|
ઉપર ફકરા ૩(ડ) મુજબ |
ર |
માર્ગદર્શક સૂચન/ દિશા નિર્દેશ જો કોઈ હોયતો
|
સબંધીત વિષય પર કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સૈનિક બોર્ડ, સશસ્ત્ર દળો તથા સીડીએ (પેન્શન) ના સ્થાયી હુકમો/સુચનાઓ
|
૩ |
અમલની પ્રક્રિયાની ચેનલ |
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
૪ |
નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓના હોદળા
|
ઉપર દર્શાવ્યા પ્રમાણે |
પ |
ઉપરના અધિકારીઓ / કર્મચારીઓના સંપર્કની માહિતી
|
અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા અરજદારની અરજી આગળની કાર્યવાહી માટે જે કચેરીમાં મોકલાય છે તે કચેરી/વિભાગ
|
૬ |
જો નિર્ણયથી સંતોષ નથાય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી
|
અગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નિર્ણય કે કાર્યવાહીથી આપને સંતોષ ન થાય તો રૂબરૂ અથવા લેખીત રજુઆત નીચેના અધિકારીઓને કરી શકાય છે - (૧) અરજદારના ક્ષેત્રમાં આવતી જિલ્લા સૈનિક બોર્ડના કલેકટર અને પ્રમુખ (ર) નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગર અગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા અરજદારની અરજી આગળની કાર્યવાહી માટે જે કચેરી/વિભાગમાં મોકલાય છે તે કચેરી/વિભાગના નિર્ણયથી અરજદારને સંતોષ ન થાયતો લેખીત રજુઆત (૧) સબંધીત કચેરીના ખાતાના વડાને કે (ર) કેન્દ્રીય સૈનિક બોર્ડને કરી શકાય છે.
|
|