હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

ગઠનની વિગતો કાર્યો અને ફરજો

Rating : 

 

 

 

 

 

 

  

 
 

 

 

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય
ગૌરવ સેનાની ભવન
શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ
અમદાવાદ-૩૮૦૦૦૩.

 • નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય એ ગૃહ વિભાગના વહિવટી અંકુશ નીચે કામકાજ કરતી કાયમી સરકારી કચેરી છે. આ કચેરીની રચના સબંધી ટૂંકી ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે.
   
  • ગુજરાત રાજયની સ્થાપના ૧૯૬૦ માં થતાં, પુનાખાતેના ""મહારાષ્ટ્રનાબોર્ડમાંથી વિભાજન કરીને ગુજરાત રાજયસોલ્જર્સ, સેઈલર્સ અને એરમેન બોર્ડ"" ની વડોદરા ખાતે રચના કરવામાં આવી. આ બોર્ડ અસ્તીત્વમાંઆવતાની સાથે જ અમદાવાદ ખાતે તે વખતે આવેલ સચિવાલય સંકુલ અને હાલના પોલીટેકનીક સંકુલમાં લાવી કાર્યાન્વીત કરવામાં આવેલ.
  • આ બોર્ડને સરકારના કાયમી ખાતાનો દરજજો આપી તેના કર્મચારીઓને સરકારના કર્મચારી તરીકેની માન્યતા ગૃહ વિભાગ(સ્પેસીયલ) ના તા.ર૧-૧૧-૧૯૬૬ના ઠરાવ ક્રમાંકઃએસ.બી./એસ.એસ.બી.૧૦૬૦/પ૯૧૮૯ થી આપવામાં આવી હતી. પાછળથી આ બોર્ડને ગુજરાત રાજય સૈનિક બોર્ડ તરીકે નામ આપવામાં આવેલ અને બોર્ડના સચિવને ખાતાના વડા તરીકે દરજજો આપવાની સાથે તેઓને ખાતાના વડા તરીકેની તમામ વહિવટી અને નાણાંકીય સત્તા ગૃહ વિભાગના તા.ર૪-૩-૧૯૮ર ના ઠરાવ ક્રમાંક આઈએસએસ /૧ ૧૭૬/૪૭૭૬/ ફ થી સોપવામાં આવી હતી.
  • વર્ષ ૧૯૮૩ માં રાજય સૈનિક બોર્ડને ""નિયામક સૈનિક કલ્યાણની કચેરી"" નુ નામ આપવામાં આવેલ જેને ગૃહ વિભાગના તા.૪-૪-૧૯૮૯ના ઠરાવ ક્રમાંક આર એસ બી /૧૦૮૯ /૧૦ર /એફ ૪ના થી પુનઃ બદલી પ્રવર્તમાન નામ ""નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગુજરાત રાજય"" તરીકે રાખવામાં આવેલ છે.
  • તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૦૫ થી આ કચેરી ગાંધીનગર ખાતે ડો. જીવરાજ મહેતા ભવનમાં કાર્યરત હતી. જે તા. ૦૭ જાન્યુઆરી ૨૦૧૦ થી સ્થળાંતર કરી પોતાના હાલના સ્થળે ગૌરવ સેનાની ભવન, શાહીબાગ-એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ-૦૩ ખાતે કાર્યરત છે.
    
 • સબંધીતજિલ્લાઓમાં વસતા પૂર્વ સૈનિકો તથા તેઓના પરીવારનાકલ્યાણની કામગીરી માટે નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસાટ, કચેરીના ના તાબા નીચે આઠ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ કાર્યરત છે. આ કચેરીઓની વિગત નીચે મુજબ છે -

ક્રમાંક

જિલ્લા સૈનિક કલ્યાણ અને 
પુનર્વસવાટ કચેરી

સબંધીતજિલ્લાઓની વિગત

અમદાવાદ

અમદાવાદ,ગાંધીનગર

વડોદરા

વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા,આણંદ, છોટાઉદેપુર અને મહીસાગર

સુરત

સુરત, ભરુચ, નર્મદા, વલસાડ, નવસારી,ડાંગઅને તાપી

જામનગર

જામનગર, જુનાગઢ, પોરબંદર,દેવભુમિદ્વારકા અને ગીર સોમનાથ

રાજકોટ

રાજકોટ, સુરેન્દ્રનગર,  ભાવનગર, અમરેલી,મોરબી  અને બોટાદ

હિંમતનગર(સાબરકાંઠા)

સાબરકાંઠા,અરવલ્લી

કચ્છ (ભુજ )

કચ્છ (ભુજ )

મહેસાણા

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા

 

 • નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજયને ખાતાના વડા તરીકે વહીવટી તથા નાણાંકીયસત્તાઓસોપવામાં આવેલ છે. નિયામક કચેરી તથા તેની નીચે આવેલ તાબાની પાંચે કચેરીઓ સરકારની કાયમી કચેરી તરીકેનો દરજજો ધરાવે છે તથા આ કચેરીઓના તમામ કર્મચારીઓ સરકારી કર્મચારી તરીકે માન્યતા ધરાવે છે. આ કચેરીઓનુ ખર્ચ ૬૦-૪૦ ના હિસ્સાના વિભાજન થી રાજય અને કેન્દ્ર સરકાર ઘ્વારાઉઠાવવામાં આવે છે.
   
 • આઠ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓનામાઘ્યમથી ગુજરાત રાજયનાસેવારત અને સેવા નિવૃત્ત સૈનિકો અને તેઓના પરીવારનાકલ્યાણનીદેખરેખની કામગીરી નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય કરે છે. નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, રાજ્યના વહીવટી માળખા માટે અહીક્લીક કરો. 
 • નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય તથા તેની નીચેની આઠ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓનાકામકાજની વિગત નીચે મુજબ છેઃ
   
  • નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય, ગાંધીનગરની કામગીરી

   ગુજરાત રાજયના માજી સૈનિકો અને તેઓના આશ્રીતો તથા સેવારત સૈનિકોના આશ્રીતોનાકલ્યાણની કામગીરી એ નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજયની પ્રાથમિક ફરજમાં આવે છે. આ ઉપરાંત કલ્યાણ યોજનાઓ માટે ભંડોળ ઉભુ કરવા દર વર્ષ ૭મી ડિસેમ્બરના રોજ સશસ્ત્ર દળોનાઘ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. કલ્યાણ સબંધી તમામ ભંડોળની વહીવટી કામગીરી નિયામક સંભાળ છે. આ ઉપરાંત તાબાના કચેરી પર વહીવટી નિયંત્રણ ઉપરાંત તેમના બજેટ તથા મહેકમ પર દેખરેખ નિયામક કચેરી રાખે છે. ખાતાના વડા તરીકે નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ મહામહીમરાજયપાલશ્રીનાઅઘ્યક્ષ સ્થાને મળતી વિવિધ બેઠકોનુ આયોજન કરે છે તથા કેન્દ્રીય સૈનિક ઘ્વારાઆયોજીત સૈનિક કલ્યાણ ને લગતી બેઠકમાં હાજરી આપે છે. આવી બેઠકમાં થયેલ નિર્ણય મુજબ પૂર્વ સૈનિક તથા તેઓના આશ્રીતોના કલ્યાણ સબંધીદરખાસ્તોરાજય સરકાર કે કેન્દ્ર સરકાર સમક્ષ નિયામક રજુકરે છે. આ સિવાય તાબાનીકચેરીઓનામાઘ્યમથી નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, માજી સૈનિકોને રોજગાર અને સ્વરોજગાર બાબતમાં સહાય રુપ થાય છે.
    
  • જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓની કામગીરી

   જમીનની સ્તરે માજી સૈનિકો તથા તેઓના આશ્રીતનાકલ્યાણનીકામગીરીના અમલીકરણ માટે ""એકઝીકયુટીવ"" ની હેસીયતથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સંપુર્ણ રીતે જવાબદાર છે. જેમાં પોતાની કચેરીના વિસ્તારમાં આવતા જિલ્લાઓમાં વસવાટ કરતા માજી સૈનિકો અને તેઓના પરીવારજનો તેમજ સેવારત સૈનિકોના પરીવારજનોનાકલ્યાણની બાબત આ કચેરીની પ્રાથમિક ફરજમાં આવે છે. માજી સૈનિકોના રોજગાર તથા સ્વ-રોજગારમાં સહાયક થવા આ કચેરીઓ માજી સૈનિકોની રોજગાર વિનિમય કચેરી તરીકે પણ ફરજ બજાવે છે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સબંધીતકલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક બોર્ડની અઘ્યક્ષતા હેઠળ જિલ્લા સૈનિક બોર્ડની બેઠકનુ આયોજન કરે છે તથા આ બેઠકમાંલેવાયેલ નિર્ણય ઉપર કાર્યવાહી કરે છે. તે સિવાય પ્રતી વર્ષ સશસ્ત્ર દળોનાઘ્વજ દિનની ઉજવણીનુ આયોજન ૭મી ડિસેમ્બરના રોજ કરી આ ભંડોળમાં મહત્તમ ફાળો એકઠો કરવા પરીણામ લક્ષી અભિયાન ચલાવે છે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી પોતાના ક્ષેત્રમાં માજી સૈનિકોની રેલી તથા સંમ્મેલનના આયોજન કરવા માટે જવાબદાર છે. તે સિવાય આ કચેરી માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓનાપેન્સન તથા ફાયનલસેટલમેન્ટ-હિસાબના કામગીરી માટે સહાયતા પહોંચાડે છે. તે ઉપરાંત માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નિઓ તથા તેઓના આશ્રીતા માટે અમલમાં રહેલ વિવિધ કલ્યાણ યોજનાઓમાંથી સહાયતા રકમ અપાવવાની કામગીરી આ કચેરીઓઘ્વારા કરવામાં આવે છે. 
    
 • કેન્દ્ર અને રાજય સરકાર ઘ્વારા માજી સૈનિકોના કલ્યાણ માટે નીચેની સમિતિઓની રચના કરેલ છેઃ
   
  • રક્ષામંત્રાલય, કેન્દ્ર સરકાર નવી દિલ્હી ઘ્વારાનિમાયેલ બેઠક/સમિતિઓઃ
    
   • માનનિયરક્ષામંત્રીશ્રીનીઅઘ્યક્ષતા નીચે કાર્યરત કેન્દ્રીય સૈનિક બોર્ડની બેઠક જેમાં રાજય સરકારના ગૃહ મંત્રીશ્રી સભ્ય પદે હોય છે.
   • રક્ષા સચિવશ્રીનીઅઘ્યક્ષતા હેઠળ કાર્યરત રાજય સૈનિક બોર્ડના સચિવો- નિયામકોની બેઠક
     
  • રાજય સરકાર ઘ્વારાનિમાયેલ બેઠક/સમિતિઓઃ
    
   • મહામહીમરાજયપાલશ્રી ની અઘ્યક્ષતા હેઠળ કાર્યરત ગુજરાત રાજય સૈનિક બોર્ડની બેઠક.
   • માનનીય મુખ્યમંત્રીશ્રી ના જવાન વેલફેરફંડની બેઠક
   • જિલ્લા કલેકટર અને પ્રમુખ ની અઘ્યક્ષતાહેઠળની જિલ્લા સૈનિક બોર્ડની બેઠક
     

પૂર્વ સૈનિકોની જિલ્લાવારવસતીની વિગત માટે અહીક્લીક કરો.

 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 12-12-2017