સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના નિરાધાર માતા/પિતાને આર્થિક નિભાવ સહાય
(સહાય @ રૂ. ૮૦૦૦/- પ્રતિ માસ)
પાત્રતાના સામાન્ય નિયમો :-
૧
|
જેઓને સ્વ. સૈનિક/પૂર્વ સૈનિક સિવાયના અન્ય કોઈ પુત્ર સંતાન ન હોય
|
૨
|
પરિવારની તમામ સાધનોની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- થી વધુ ન હોય.
|
૩
|
સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના ધર્મપત્ની હયાત ન હોય/પુન:લગ્ન કરેલ હોય.
|
૪
|
કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની અન્ય કોઇ યોજના હેઠળ મળતી સહાયની રકમ રાજ્ય સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર સહાયમાંથી બાદ કરી બાકી રહેતી સહાય ચુકવવાપાત્ર રહેશે.
|
૫
|
અરજદારની અરજી કચેરીમાં મળ્યા/ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી તારીખથી સહાય મંજૂર સારૂ ભલામણ કરવાની રહેશે.
|
૬
|
આ સહાયની મંજુરી એક વર્ષની મુદત માટે આપવામાં આવશે.
|
૭
|
મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ માતા-પિતાને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાત અસરથી સહાય કે લાભ મળવાપાત્ર થતો નથી).
|
૮
|
અરજદાર ખેતીની જમીન ધરાવે છે કે નહી, અને જો ધરાવતા હોય તો તેની વિગત સાથે તેમાંથી થતી ઉપજ સબંધી તલાટી-કમ-મંત્રી/સર્કલ ઇન્સ્પેકટર/સક્ષમ મહેસુલી અધિકારી તરફથી અપાયેલ આવકના દાખલા પરથી આવકની ખરાઇ કરવાની રહેશે.
|
૯
|
અરજદારે રજુ કરેલ આવકના દાખલાને ધ્યાનમાં લીધા સિવાય અરજદારની ખરેખર આવક બાબતનો સ્વતંત્ર રીતે કયાસ કાઢવા કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીએ સ્થળ પર જઇ કરેલ તપાસ અને આ તપાસની કામગીરી બાદ અગર અરજદારે રજુ કરેલ આવકનો દાખલો સાચો ન જણાયતો તે બાબતના સ્પષ્ટ અભિપ્રાય સાથેનો તપાસ અહેવાલ સ્વયં સ્પષ્ટ “ભલામણ કરવામાં આવે છે/ભલામણ ને પાત્ર નથી” મંજુરી માટે મોકલવાનો રહેશે.
|
૧૦
|
સંદેહ ઉપસ્થિત થાય તો જીલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કેસને સબંધીત ન હોય તેવા પણ આધાર પુરાવાઓ મેળવી શકશે અને જરુર જણાય તો સ્થળ મુલાકાત પણ લેશે.
|
૧૧
|
માતા-પિતા અથવા બેઉમાંથી કોઇ એક જીવીત હોય તેને સહાય મળવાપાત્ર છે. લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી અને જો બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.
|
૧૨
|
કેસની પ્રથમ વાર ભલામણ કરતા પહેલા જીલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીએ લાભાર્થીની રૂબરૂ તપાસ/સમીક્ષા કર્યા પછીજ ડી.ડી-૪૦ માં ભલામણ કરવાની રહેશે અને ત્યાર પછીના દર ત્રણ વર્ષે અધિકારીશ્રી રૂબરૂ તપાસ/સમીક્ષા કરવાની રહેશે. (વચ્ચેના સમય ગાળામાં રૂબરૂ સમીક્ષા કરવાની થતી નથી).
|
૧૩
|
લાભાર્થીના મરણનું પ્રમાણપત્ર/માહિતી ના આધારે કચેરી તરફથી બીજા ક્રમના લાભાર્થીને સહાય ચાલુ રાખવાની રહેશે.
|
અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
અરજદારની અરજી (પરિશિષ્ટ-૭).
|
ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
|
આશ્રિત ઓળખપત્ર (જ્યાં સહાય માટે અરજી કરેલ હોય તે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા આપવામાં આવેલ).
|
પરિવારની વિગત દર્શાવતો દાખલો/પેઢીનામુ (સક્ષમ અધિકારી/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીશ્રીની પ્રતિસહી વાળુ).
|
કુટુંબની આવક દર્શાવતો મામલતદાર/સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ દાખલો
|
પેંશન ખાતાની બેન્ક પાસબુક/સ્ટેટમેન્ટ (લાગુ હોય તો).
|
અરજદારનો સ્થળ પર નો રૂબરૂ જવાબ
|
પંચક્યાસ.
|
કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
|
ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
|
બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
|
|
|
|
|
સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના નિરાધાર માતા/પિતાને આવક મર્યાદા આધારીત આર્થિક નિભાવ સહાય
મેળવવા માટેની અરજીનો નમુનો
પ્રેષક
આશ્રિત ઓળખપત્ર: ક્રમાંક જીયુજે/ /............ શ્રી/શ્રીમતી .........................................F/M of સ્વ. સૈનિક/પૂર્વ સૈનિક નં .................................
રેંક............નામ ............................................... સરનામુ :- ....................................................... ....................................................................... મો/ઇ-મેલ...................................................... તારીખ : ......./......./................
પ્રતિ,
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી,
......................................
વિષય : માસિક આર્થિક નિભાવ સહાય મળવા બાબત
સાહેબશ્રી,
૧. જય ભારત સાથે સવિનય જણાવવાનું કે મારા એક માત્ર પુત્ર, નં રેન્ક નામ , ભારતીય સેનામાં નોકરી દરમ્યાન તા. ના રોજ તેમનું અવસાન થયેલ/માંથી તા. ના રોજ નિવૃત્ત થયેલ અને તા. રોજ તેમનું અવસાન થયેલ છે.
૨. આથી હું જાહેર કરું છું કે (લાગુ હોય તે þ કરવું અને ન લાગુ પડતું છેકી નાખવું) :
(અ) મને મીલીટરીનું પેન્શન કે અન્ય નોકરીનો પગાર/પેન્શન મળતું નથી.
(બ) મારા કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- થી વધું નથી.
(ક) મારે બીજો પુત્ર સંતાન હયાત નથી.
(ડ) મને સરકારશ્રી તરફથી ખેતીની જમીન કે પેટ્રોલીયમ એજન્સીની ફાળવણી થયેલ નથી.
(ઇ) નિયામકશ્રી, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુ.રા., અમદાવાદના તા. ના કચેરી હુકમ ક્રમાંક:નસકપ/૪૮/અથસ- / થી મને માસિક આર્થિક સહાય રૂ. પ્રતિ માસ તા. થી મંજૂર થયેલ છે.
૩. રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા સ્વ. સૈનિક/પૂર્વ સૈનિકના નિરાધાર માતા-પિતાને આપવામાં આવતી માસિક આર્થિક નિભાવ સહાય મને મળે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે. સદરહુ સહાય મેળવવા માટે નીચે મુજબના આધાર પુરાવાઓ બે નકલમાં આ સાથે સામેલ છે :-
(અ) આશ્રિત ઓળખપત્ર અને આવકનો દાખલો.
(બ) પરિવારની વિગત દર્શાવતો દાખલો/પેઢીનામુ અને ડોમીસાઇલ પ્રમાણપત્ર(લાગુ હોય તો). . (ક) અન્ય નોકરીનો પગાર/પેન્શન, ખેતીની જમીન કે પેટ્રોલીયમ એજન્સી ન મળ્યા બાબતનું સોગંદનામું, બેંક ખાતાની વિગત અને આધાર કાર્ડની નકલ.
આભાર સહ. આપનો/આપની વિશ્વાસુ,
(અરજદારની સહી/અંગુઠાનુ નિશાન)
|