સ્વ. પૂર્વ સૈનિકો/અધિકારીઓના ધર્મપત્નિઓને દિકરીના લગ્ન પ્રસંગે ઉચ્ચક સહાય, બે દિકરીઓ પુરતી મર્યાદિત (સહાય @ રૂ. ૪૦,૦૦૦/- પ્રતિ દિકરી
પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) કોઇ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.
(૨) ફકત પ્રથમ બે પુત્રીઓ પુરતી મર્યાદિત છે (બીજા ક્રમની જોડીયા દિકરીઓ હોય તો બંન્ને માટે
લગ્ન સહાય મળવાપાત્ર થશે).
(૩) અરજદારે દિકરી લગ્ન થયાના ૧૮૦ દિવસ ની મર્યાદામાં જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને અરજી પહોંચતી કરવાની રહેશે. ૧૮૦ દિવસ પછી મળેલ અરજી ધ્યાને લેવાની રહેતી નથી. અરદારને જાણ કર્યા વગર દફતરે કરવાની રહેશે.
(૪) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાદ અસરથી સહાય કે લાભ મળવાપાત્ર થતો નથી).
(૫) દિકરીનું નામ ડિસ્ચાર્જ બુકમાં નોંધણી થયેલ હોવુ જોઇએ અથવા લગ્નની તારીખ પહેલા તેણીના નામની નોંધણી (પાર્ટ ટુ ઓર્ડર) માટે ની કાર્યવાહી થયેલ હોવી જોઇએ.
(૬) બીજા ક્રમની જોડીયા દિકરીઓ હોય તો બંન્ને માટે લગ્ન સહાય મળવાપાત્ર થશે (આમ પ્રથમ ક્રમની દિકરી મળી કુલ ત્રણ દિકરીઓને સહાય મળવાપાત્ર થશે).
(૭) કચેરી સ્તરે હુકમ કરી અમલ-હિત ફંડમાંથી નિયમોનુસાર ચુકવણી કરવાની રહેશે અને તે કચેરી હુકમ એક નકલ નિયામકશ્રીની કચેરીને મોકલી આપવાની રહેશે.
(૮) અનાથ દિકરીના લગ્ન પ્રસંગે આધાર પુરાવાઓ ચકાસી રૂ. ૪૦,૦૦૦/- ની ઉચ્ચક સહાય નિયમોનુસાર ચુકવવાની રહેશે.
(૯) લગ્ન તારીખે જે દર હશે તે મળવાપાત્ર છે.
અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૧૦).
- ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
- લગ્ન નોંધણી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
- અગાઉ દીકરીના લગ્ન પ્રસંગે સહાય મળેલ ન હોવાની તથા અન્ય વિગત સાથેની અરજદારનું સ્વ-કબુલાત.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
- લાભાર્થીનું આધાર કાર્ડ.
પૂર્વ સૈનિકો (PBOR) ને દિકરી લગ્ન સહાય @ રૂ. ૨૭,૫૦૦/- પ્રતિ દિકરી.પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) કોઇ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.
(૨) ફકત પ્રથમ બે પુત્રીઓ પુરતી મર્યાદિત છે (બીજા ક્રમની જોડીયા દિકરીઓ હોય તો બંન્ને માટે લગ્ન સહાય મળવાપાત્ર થશે).
(૩) અરજદારે દિકરી લગ્ન થયાના ૧૮૦ દિવસ ની મર્યાદામાં જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને અરજી પહોંચતી કરવાની રહેશે. ૧૮૦ દિવસ પછી મળેલ અરજી ધ્યાને લેવાની રહેતી નથી. અરદારને જાણ કર્યા વગર દફતરે કરવાની રહેશે.
(૪) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાદ અસરથી સહાય કે લાભ મળવાપાત્ર થતો નથી).
(૫) દિકરીનું નામ ડિસ્ચાર્જ બુકમાં નોંધણી થયેલ હોવુ જોઇએ અથવા લગ્નની તારીખ પહેલા તેણીના નામની નોંધણી (પાર્ટ ટુ ઓર્ડર) માટે ની કાર્યવાહી થયેલ હોવી જોઇએ.
(૬) બીજા ક્રમની જોડીયા દિકરીઓ હોય તો બંન્ને માટે લગ્ન સહાય મળવાપાત્ર થશે (આમ પ્રથમ ક્રમની દિકરી મળીને કુલ ત્રણ દિકરીઓને સહાય મળવાપાત્ર થશે).
(૭) કચેરી સ્તરે હુકમ કરી અમલ-હિત ફંડમાંથી નિયમોનુસાર ચુકવણી કરવાની રહેશે અને તે કચેરી હુકમ એક નકલ નિયામકશ્રીની કચેરીને મોકલી આપવાની રહેશે.
(૮) લગ્ન તારીખે જે દર હશે તે મળવાપાત્ર છે.
અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૧૦).
- લગ્ન નોંધણી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
- અગાઉ દીકરીના લગ્ન પ્રસંગે સહાય મળેલ ન હોવાની તથા અન્ય વિગત સાથેની અરજદારનું સ્વ-કબુલાત.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ) અને લાભાર્થીનું આધાર કાર્ડ.
|