હું શોધું છું

હોમ  |

બાળકો માટે શિષ્યવૃત્તી અને સ્ટાઇપેન્ડ
Rating :  Star Star Star Star Star   

(૧૩)  પૂર્વ સૈનિકો / સ્વ.પૂર્વ સૈનિકના ધર્મપત્નિઓનાં સંતાનો/સ્વ. અધિકારીના બાળકો માટે શિષ્યવૃત્તી અને સ્ટાઇપેન્ડ તથા હોસ્ટેલ ચાર્જ

1.      શિષ્યવૃત્તિનું અરજીફોર્મ ધો-૧ થી ૧૦ સુધીના ૩૦ જુન, ધો ૧૧ અને ૧૨ ના જુલાઇ, અન્ય કોર્ષના ૩૦ સપ્ટેમ્બર સુધી કચેરીએ સ્વિકારવાના રહેશે. સમયગાળા પછી મળેલ ફોર્મ રદ બાતલ ઠરશે.

2.      શિષ્યવૃત્તિના ફોર્મની ચકાસણી જિ.સૈ.ક. અને પુ. કચેરીના સ્તરે કરતી વખતે ધ્યાનમાં આવેલ ત્રુટીઓની અરજદારને જાણકરતાં ૩૦ દિવસની સમય મર્યાદામાં તેની પુર્તતા કરી ફરીથી અરજીફોર્મ જિ.સૈ.ક. અને પુ. કચેરીમાં જમા કરવાનું રહેશે.  સમયગાળા પછી મળેલ ફોર્મ રદ બાતલ ઠરશે.

3.      પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નિ જો ગુજરાતના વતની ન હોય તો સક્ષમ અધિકારી તરફથી ડોમીસાઇલ પ્રમાણપત્ર મેળવેલની તારીખ પછીથી સહાય મેળવવા પાત્ર ઠરશે. ડોમીસાઇલ પ્રમાણપત્ર પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નિના નામનું હોવું જોઇએ.  સંતાનના ડોમીસાઇલ પ્રમાણપત્ર આધારે સ્કોલરશીપ મળવાપાત્ર થતી નથી.

 

4.      શિષ્યવૃત્તિ પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નિ/દિવંગત અધિકારીના ધર્મપત્નિના પ્રથમ બે ક્રમના સંતાનો પુરતી        મર્યાદિત છે. અગર પ્રથમ બે ક્રમના સંતાનોએ ભણી લીધુ હોય તો ભણવાનું છોડી હોય તો તે પછીના ક્રમના સંતાનોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી.

 

5.      ફોર્મમાં માંગેલી પુરેપુરી વિગતો દરેક કોલમમાં ભરવી અધુરી વિગતો કે અધુરા પ્રમાણપત્ર સાથે આવેલ ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં.

 

6.      ગત વર્ષમાં પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની સ્વ.પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ જોડવી.  જેમાં સેમીસ્ટર પધ્ધતી હોય તેમાં ગયા બે સેમીસ્ટર પાસ કર્યાની માર્કશીટ અથવા પ્રમાણપત્ર જોડવાનું રહેશે. (ઓન લાઇન માર્કશીટ પણ માન્ય રહેશે.)

 

7.      દિવંગત સૈનિકો/દિવંગત અધિકારીઓના સંતાનો માટે કોઇપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી તથા પૂર્વ સૈનિકો માટે તેમની વાર્ષિક આવક રૂ. ૨,૫૦,૦૦૦/- (બે લાખ પચાસ હજાર ) થી વધુ ન હોવી જોઇએ.

 

8.      સ્કોલરશીપના ફોર્મની સાથેજ હોસ્ટેલ ચાર્જની રકમ મેળવવાના અરજીપત્રક સંબંધિત શૈક્ષણિક વર્ષની પરીક્ષા પાસ કર્યાનું પરિણામ જાહેરથયા પછી નવા સત્રમાં પ્રવેશ મેળવવાની સાથે સ્કોલરશીપના ફોર્મ જમા કરવાની નિયમ તારીખની મુદતમાં હોસ્ટેલ ચાર્જ મેળવવાની અરજી જમા કરવાની રહેશે.

 

9.      ડિપ્લોમા કે ડિગ્રી એન્જીનીયરીંગ ફોર્સ, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથીક કે એમ.બી.એ. જેવા અભ્યાસક્રમો બહારગામ રહી અભ્યાસ કરતાં સંતાનોને હોસ્ટેલ ચાર્જ મેળવવા પાત્ર થશે. જે અભ્યાસક્રમમાં હોસ્ટેલ ચાર્જ લાગુ હોય તે સિવાયના અભ્યાસક્રમ માટે હોસ્ટેલ ચાર્જ મળવાપાત્ર થતો નથી.

 

10.     એવા વિદ્યાર્થીઓ કે જેમનો અભ્યાસ પુરો થઇ ગયો છે તેઓના વાલી સંબંધિત શૈક્ષણિક વર્ષની પરીક્ષા પાસ કર્યાનું પરિણામ જાહેર થયા બાદ હોસ્ટેલ ચાર્જની રકમ મેળવવાની અલગથી અરજી જમા કરાવી શકશે.

 

11.     સરકારી/અર્ધસરકારી/ખાનગી સંસ્થામાં નોકરી કરતા પૂર્વ સૈનિકોએ નોકરીદાતા પાસેથી ૧લી એપ્રિલ થી ૩૧મી માર્ચ સુધીનું સંબંધિત નાણાંકીય વર્ષનું પગાર/ભથ્થાની વિગત સાથેનું આવકનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.

 

12.     સરકારી/અર્ધસરકારી/ખાનગી સંસ્થામાં નોકરી કરતા પોર્વ સૈનિકોએ નોકરીદાતા પાસેથી તેઓના કોઇપણ સંતાનના અભ્યાસ માટે કોઇપણ પ્રકારની સ્કોલરશીપ આપવામાં ન આવતી હોવાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.  અગર બીજી શિષ્યવૃત્તિ મળતી હોય તો તે બાદ કરીને બાકીની રકમની જિ.સૈ.ક.અ અને પુ. કચેરી દ્વારા ભલામણ કરવાની રહેશે.   

 

13.     નોકરી કરતા ન હોય તેવા પૂર્વ સૈનિકોએ ગત નાણાંકીય વર્ષની પેન્શન ઉપરાંતની આવક જેવી કે ખેતી ભાડાની સ્વરોજગારની કે અન્ય આવકનું પ્રમાણપત્ર મેળવી શિષ્યવૃત્તિના ફોર્મ સાથે જોડવું.  અરજીફોર્મમાં બધી આવકની વિગત ભરી કુલ આવકને ફોર્મમાં દર્શાવેલ કોલમમાં ભરવાની રહેશે.

 

14.     જે પૂર્વ સૈનિકો પેન્શન મેળવતાં હોય તેઓએ પેન્શનનું પ્રમાણપત્ર નાણાંકીય વર્ષ ૧લી એપ્રિલ થી ૩૧મી માર્ચ સુધીનું પેન્શન આપનાર બેંક કે         તિજોરી કચેરી પાસેથી મેળવી સામેલ રાખવું.

 

15.     પ્રચલિત ન હોય તેવી નવી ખુલેલી કોલેજ/સંસ્થાઓમાં અભ્યાસ કરતાં સંતાનોના વાલીઓએ ડિપ્લોમાં ટેકનીકલ અભ્યાસક્રમ આપતી પોલીટેકનીક/સંસ્થા ટેકનીકલ શિક્ષણ બોર્ડ માન્ય હોવાનું કે સ્નાતક/અનુસ્નાતક અભ્યાસક્રમ આપતી કોલેજે યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનું પ્રમાણપત્ર જોડવું.

 

16.     વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે કે હોસ્ટેલમાં પ્રવેશ ન મળવાથી કે સંસ્થામાં હોસ્ટેલની સગવડ ન હોવાથી પોતાની રીતે વ્યવસ્થા કરીને રહે છે તે બાબતનો પ્રિન્સીપલશ્રીનો દાખલો.

 

17.     મેં પ્રધાનમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અથવા અન્ય સોર્સથી શિષ્યવ્રુતિ મેળવા અરજી કરેલ ન હોવાથી ખરાઇ કરી લીધા પછીજ ભલામણ/મંજુર કરવાની રહેશે.

 

18.     કચેરીના સ્તરે નિયમોનુસાર ચુકવણી કરી કચેરી હુકમની એક નકલ નિયામકશ્રીને મોકલી આપવાની રહેશે.

અનુ

અભ્યાસ ની વિગત

રકમ

શાળાના ધોરણ ૧ થી ૧૦  સુધી ના

-    રૂ. ૨૦૦૦/-

શાળાના ધોરણ ૧૧, ૧૨ ના વર્ગો, પી.ટી.સી. તથા આઇ.ટી.આઇ

-    રૂ. ૩૦૦૦/-

તમામ પ્રકારના ગ્રેજ્યુએશન (બીએ/બીકોમ/બીએસસી/બીસીએ/ બીબીએ/નર્સીંગ વગેરે જેમાં ત્રણ વર્ષ નો કોર્ષ હોય તેવા તમામ કોર્ષો)

-    રૂ. ૪૨૦૦/-

પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ જેવા કે એમએ/એમકોમ/એમએસસી/એલએલબી/ એલએલએમ/ એમબીએ/નર્સીંગ/ટેકનિકલ વિગેરે તમામ પ્રકારના ડિપ્લોમા અને પોસ્ટ ડિગ્રી ડિપ્લોમા કોર્ષ. (૧ થી ૩ વર્ષ સુધીના)

-    રૂ. ૪૨૦૦/-

પોલિટેકનિક અને ફાર્મસી ડિપ્લોમા કોર્ષો .

( નિયમોનુસાર રૂ. ૭૦૦૦/-(છોકરાઓ માટે) અને રૂ. ૧૨૬૦૦/= (છોકરીઓ માટે) હોસ્ટેલ ચાર્જ અલગથી મળવા પાત્ર થશે)

-    રૂ. ૫૫૦૦/-

તમામ પ્રકારના પ્રોફેશનલ કોર્ષ  જેવા કે ર્ડોકટરેટ, એન્જિનિયરિંગ, મેડિકલ, આયુર્વેદિક, ડેન્ટલ, હોમીયોપેથીક, વેટરનરી અને ફાર્મસી તેમજ ( ચાર વર્ષ કે તેથી વધારે સમયના કોર્ષો )  અને  બી.એડ. અને એમ.એડ  એમ ફિલ   

( નિયમોનુસાર રૂ. ૭૦૦૦/-(છોકરાઓ માટે) અને રૂ.૧૨૬૦૦/= (છોકરીઓ માટે) હોસ્ટેલ ચાર્જ અલગથી મળવા પાત્ર થશે )

-   રૂ. ૭૦૦૦/-

 

હોશિયાર વિદ્યાર્થીને શિષ્‍યવૃત્તિ ઉપરાંત પ્રોત્‍સાહનઇનામ

 

ધો ૧૦, માં ૭૦% કે તેથી વધુ ( B1,A2A1)  ગ્રેડ માટે

તથા પીટીસી તથા આઇ.ટી.આઇ  ફાઇનલ પાસ થયે.

રૂ.૫૦૦/-

ધો ૧૨ માં ૭૦% કે તેથી વધુ ( B1,A2A1)  ગ્રેડ માટે

રૂ.૬૦૦/-

પોલી ટેકનીક ( ડિપ્લોમાં ) ૬૦% થી વધારે ગુણ મેળવનાર વિધાર્થીઓ ને દરેક વર્ષના અંતે મળવા પાત્ર થશે

રૂ.૮૦૦/-

અભ્યાસ ની વિગત ના અનુ ૩ અને ૪ માં દર્શાવેલ કોર્ષ ફાઇનલ પરીક્ષા ૬૦% થી વધારે ગુણ મેળવનાર વિધાર્થીઓ માટે ( O+ (85-100), O(70-84) A (60-69)

રૂ.૧૦૦૦/-

અભ્યાસ ની વિગત ના અનુ ૬ માં દર્શાવેલ કોષોમાં ૬૦% થી વધારે ગુણ મેળવનાર વિધાર્થીઓ ને દરેક વર્ષના અંતે મળવા પાત્ર થશે. ( ૧+૨, ૩+૪, ૫+૬, ૭+૮ ) સેમેસ્ટર વાઇઝ ટકાવારી ગણતરી કરવાની રહેશે.

રૂ.૧૪૦૦/=

 

 

 

ગુજરાતરાજ્યનાપૂર્વસૈનિકો/દિવંગતસૈનિકોનાધર્મપત્ની/દિવંગતઅધિકારીઓના ધર્મપત્નીના પ્રથમ બે ક્રમના શાળા/કોલેજમાં અભ્યાસ કરતાસંતાનો માટે શિષ્યવૃત્તિ/સ્ટાઇપેંડ/હોસ્ટેલ ચાર્જ/કેશ એવાર્ડ મેળવવાનું અરજી ફોર્મ

 

૧.  પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નીની માહિતી

       

પૂર્વસૈનિકનો સર્વિસ નંબર તથા રેંકઅને( સ્વ.સૈનિક ના કિસ્સામાં ધર્મ પત્નીનુ નામ લખવુ )  નામ

 

ફોનનંબર/ મોબાઇલ નંબર

 

ઇ-મેઇલ એડ્રેસ    

 

આધાર કાર્ડ નંબર

 

સરનામું

 

 

 

પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર ક્રમાંક અને તારીખ

જીયુજે/.

ગુજરાતના વતની ન હોય તો ડોમીસાઇલ પ્રમાણપત્રના નંબર તથા તારીખ

 

બેંકનું નામ,  IFSC Code No.

 

બેંક ખાતા નંબર

 

વાર્ષીકઆવક (પેંશન+ખેતીની+અન્ય તમામ માળી) તાલાટી/સરપંચ/ મ્યુ.કાઉસીલર નો દાખલો જોડવો

રૂ.

 

પૂર્વસૈનિક/સ્વ.મા.સૈનિકનાધર્મપત્નીનીસહી

તારીખ :

 

 

વિદ્યાર્થીનો

ફોટો

       

૨.  શાળા/કોલેજના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર

 

(ક)   આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, શ્રી/કુમારી .............................................. ....       

અભ્યાસ કરતા સંતાનનું નામ લખવું ) મા.સૈ. શ્રી ................................................................   

ના પુત્ર/પુત્રી છે.  તેઓ શૈક્ષણિક વર્ષ ................................... માં આ શૈક્ષણિક સંસ્થામાં 

ધોરણ ...............................માં. અભ્યાસ કરે છે/ પ્રવેશ મેળવેલ છે.  આ શૈક્ષણિક સંસ્થા દ્વારા તેઓને

શિષ્યવૃત્તિની   નથી.  અથવા  રકમ રૂ. ............................ આપવામાં આવેલ છે.

 

   (ખ)       આ સંસ્થાના રેકર્ડ મુજબ વિદ્યાર્થીની જન્મ તારીખ ...................................  છે.

 

સ્થળ     :                                               શાળા/કોલેજ આચાર્યશ્રીની સહી તથા સિક્કો

તારીખ   :                           

નોંધ : હોસ્ટેલ ચાર્જ  માટે પ્રિંસીપાલ નો દાખલો  (કોલેજની હોસ્ટેલમાં અથવા પોતાની મેળે વ્યવસ્થા કરેલ ) જોડવાનો રહેશે. 

 

 

 

 

કચેરીના ઉપયોગ  માટે

 

ભલામણ કરનાર કચેરીના કર્મચારી/સિનીયર કર્મચારી

 

          ઉપરોક્ત અરજદારની અરજી તપાસતાં બરાબર માલુમ પડે છે.  અને અરજદારને નીચે મુજબની રકમ ભલામણ /મંજુર ક્રવામાં આવે છે.

 

          (ક)      શિષ્યવ્રુતિ          રૂ.........................../=

          (ખ)      પ્રોત્સાહન ઇનામ     રૂ.........................../=

(ગ)      હોસ્ટેલ ચાર્જ        રૂ.........................../=        કુલ રકામ રૂ........................................./=

 

કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારી            કચેરીના સિનીયર કર્મચારી               જી.સૈ.ક અને પુ.અધિકારીશ્રી

 

 

પાત્રતાના નિયમો :-

 

૧.       પ્રથમ બે ક્રમના સંતાનોને મળવા પાત્ર છે. ડિચાર્જ બુક પરથી ખરાઇ કરીલેવાની રહેશે.

 

૨.       પૂર્વ સૈનિક માટે રૂ.૨૫૦,૦૦૦/= થી વધારે વાષિક આવક ધરાવતા ન હોવા જોઇએ અને સ્વ.પૂર્વ સૈનિકોના કિસ્સામાં આવક મર્યાદા દયાને લેવાની થતી ન હોઇ જેથી આવક નો પુરાવો મેળવવાનો થતો નથી. 

 

૩.       ડિચાર્જ બુકમાં નામ હોવુ જરુરી છે અને નામ નોંધણી થયેલ ન હોય તો પાર્ટુ ઓર્ડરની કાર્યવાહી કરવવા ની રહેશે.

 

૪.       શિષ્યવૃત્તિનુંઅરજીફોર્મ ધો-૧ થી ૧૦ સુધીના ૩૦ જુન, ૧૧ અને ૧૨ ના જુલાઇ, અન્ય કોર્ષના ૩૦ સપ્ટેમબર સુધી કચીરીએ સ્વિકારવાના રહેશે. સમયગાળા પછી મળેલ ફોર્મ રદ બાતલ ઠરશે.

 

૫.       ધ્યાનમાં આવેલ ત્રુટીઓની અરજદારને જાણકરતાં ૩૦ દિવસની સમય મર્યાદામાં તેની પુર્તતા કરી ફરીથી અરજીફોર્મ જિ.સૈ.ક. અને પુ. કચેરીમાં જમા કરવાનું રહેશે.  સમયગાળા પછી મળેલ ફોર્મ રદ બાતલ  ઠરશે. 

 

૬.       પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્ની જો ગુજરાતના વતની ન હોય તો સક્ષમ અધિકારી તરફથી ડોમીસાઇલ પ્રમાણપત્ર મેળવેલની તારીખ પછીથી સહાય મેળવવા પાત્ર ઠરશે.ડોમીસાઇલ પ્રમાણપત્ર પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નીના નામનું હોવું જોઇએ. સંતાનના ડોમીસાઇલ પ્રમાણપત્ર આધારે સ્કોલરશીપ મળવાપાત્ર થતી નથી.

 

૭.       રૂબરૂ ફોર્મ સ્વિકારતા પહેલા પ્રધાન મંત્રી તથા રક્ષા મંત્રી શિષ્યવ્રુતિની  વિગત માહિતી આપવાની રહેશે.

 

૮.       ગત વર્ષમાં પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની સ્વપ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ જોડવી.  જેમાં સેમીસ્ટર પધ્ધતી હોય તેમાં ગયા બે સેમીસ્ટર પાસ કર્યાની માર્કશીટ અથવા પ્રમાણપત્ર જોડવાનું રહેશે. (ઓન લાઇન માર્કશીટ પણ માન્ય રહેશે.)

 

૯.       હોસ્ટેલ ચાર્જ  પોલીટેકનીક/ડિપ્લોમાં/ડિગ્રી અભ્યાસક્રમો માટે મળવા પાત્ર છે. અન્ય અભ્યાસક્રમો માં હોસ્ટેલ ચાર્જ મળવા પાત્ર થશે નહી.

 

                                 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 06-05-2017