હું શોધું છું

હોમ  |

પેન્સન ન મેળવતા હોય તેવા માજીસૈનિકો
Rating :  Star Star Star Star Star   

(૧૦)   મીલીટરી પેન્‍શન કે અન્ય કોઈ પણ પ્રકારના સરકારી કેઅર્ધ સરકારી વિભાગમાંથી પેન્‍શન ન મેળવતા હોય તેવા પૂર્વ સૈનિકો અને તેઓના પત્નિઓ, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ તથા નિવૃત્ત મીલીટરી અધિકારીઓ અને સ્વ. અધિકારીઓનાધર્મપત્નિઆને નિયત કરેલ ગંભીર રોગોના સારવાર ખર્ચની આંશીક રકમસહાય.

કેન્સરની સારવાર માટે સહાય.

(સર્જરી, રેડીઓ થેરાપી અને કેમો થેરાપી)

હ્રદય રોગના ઓપરેશન સારવાર માટે સહાય

(એન્જીયોગ્રાફી , એન્જીઓપ્લાસ્ટી, ઓપનહાર્ટ સર્જરી, વાલ્વ રીપ્લેસમેન્ટ, પેસ મેકર ઈમ્પ્લાંટ, બાય પાસ સર્જરી અને કોરોનરી આટ્રીસર્જરી)

કીડની બદલવા અને પ્રત્યારોપણ માટે

(ડાયાલીસીસ, કીડની રીમુવલ અને ટ્રાન્સપ્લાન્ટ (કીડની-અવયવની કિંમત સામેલ નથી)

(આ સહાય કેસોમાં નિવૃત્ત મીલીટરી અધિકારીઓને કુલ ખર્ચના ૭૫ ટકા તથા પૂર્વ સૈનિકો અને તેઓની પત્નિઓસ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ તથા સ્વ. અધિકારીઓના ધર્મપત્નિઓને ખર્ચના

૯૫ ટકા સહાય લેખે વધુમાં વધુ રૂ. ૧, ૦૦,૦૦૦ની મર્યાદામાં ઉચ્ચક સહાય )

પાત્રતાના સામાન્ય નિયમો

1.      મીલીટરી પેન્‍શન કે અન્ય કોઈ પણ પ્રકારના સરકારી કે અર્ધ સરકારી વિભાગમાંથી પેન્‍શન ન મેળવતા હોય તેવાપૂર્વ સૈનિકો અને તેઓના પત્નિઓ, સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ તથા નિવૃત્ત મીલીટરી અધિકારીઓ અને સ્વ. અધિકારીઓનાધર્મપત્નિઓને નિયત કરેલ ગંભીર રોગોના સારવાર ખર્ચની આંશીક રકમ મેળવવાની પાત્રતા ધરાવે છે.

2.      કેન્દ્રીય સૈનિક બોર્ડ ધ્વારા આર્મડ ફોર્સેસ ફલેગ ડે ફંડમાંથીગંભીર રોગની સારવાર માટે સહાય આપવામાં આવે છે, જેથી પ્રથમ કેન્દ્રીય સૈનિક બોર્ડપાસેથી સહાય મંજુર કરાવવાની કાર્યવાહી જિ.સૈ.ક. અને પુ. કચેરી ધ્વારા કરવાની રહેશે.

3.      અરજદારે સારવાર લેતા પહેલા રોગના નિદાન અને સારવાર સબંધીનિદાન/સારવાર ભલામણ પત્ર (મેડીકલ કેસ શીટ) મેડીકલ ઓફીસર મીલીટરી હોસ્પીટલ અથવા જિલ્લા સ્તરે આવેલ સિવિલ  હોસ્પીટલના સી.એમ.ઓ. અથવા સિવિલ  સર્જન પાસેથી મેળવવાનુ રહેશે જેને અરજી સાથે અસલમાં જોડવાનું રહેશે.

4.      અરજદારે આવી સારવાર ગુજરાત સરકારની હોસ્પીટલોમાં અથવા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓની સારવાર માટે માન્ય કરેલ હોય તેવી અથવા મીલીટરી (એકસસર્વીસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ) ધ્વારા પોતાના સભ્યોની સારવાર માટે માન્ય કરેલ હોસ્પીટલોમાંથીજ કરાવવાની રહેશે.

5.      સારવાર આપનાર હોસ્પીટલના સક્ષમ મેડીકલ અધિકારી ધ્વારા અધીકૃત કરેલ સારવાર ખર્ચના અસલ બીલો સમરી સાથે રજુ કરવાના રહેશે.

6.      આ સહાય કેસોમાં નિવૃત્ત મીલીટરી અધિકારીઓને કુલ ખર્ચના ૭૫ ટકાતથા પૂર્વ સૈનિકો, તેઓની પત્નિઓ, સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ તથા સ્વ. અધિકારીઓના ધર્મપત્નિઓને ખર્ચના ૯૫ ટકા સહાય મળી શકશે.

7.      આવી સહાય, દવા સાથેના કુલ સારવાર ખર્ચના નિર્ધારીત ટકાની રકમ અથવા રૂ. એક લાખની રકમ આ બે માંથી જે ઓછી હશે તે મંજુર કરવામાં આવશે.

8.      આવા કેસોમાં કોઇ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી.

9.      અરજદાર મા.સૈ. / સ્વ. મા.સૈ. ના ધર્મ પત્નિને અગર કેન્દ્રીયસૈનિક બોર્ડ મારફત ઉપરોકત રોગની સારવાર માટે મળવાપાત્ર સહાય અગાઉ મળી ચૂકી હોયતેવા કિસ્સામાં ફકત ઉપર સ્પષ્ટ દર્શાવેલ રોગો માટે જયારે સારવાર લંબાવવાની જરૂર પડતી હોય તેવા કિસ્સામાં રાજય સૈનિક બોર્ડ ધ્વારા સહાય ચૂકવવામાં આવશે.

10.     આવી સહાય દવા સાથેની કુલ સારવારના ખર્ચ સાથે મળી શકશે.

11.     આવી સારવારમાં એકથી વધુ વખત લંબાવવામા આવેલી સારવાર લઇ શકશે, પરંતુ સ્પષ્ટ કરેલ દરેક બિમારી માટે કુલ સહાયની રકમ વધુમાં વધુ રૂપિયા એક લાખ (રૂ.૧ લાખ) સુધીની મર્યાદામાં ચૂકવવામાં આવશે.

12.     સદર સારવાર માટે હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ (ડિસ્ચાર્જ થયા બાદ) ૧૮૦ દિવસમાં સહાય માટે અરજી કરવાની રહેશે

અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત

1.      અરજદારની અસલમાં કચેરીમાં નોંધાયેલ અરજી.

2.      મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પર પ્રાન્તમાંથી ગુજરાતના ડોમીસાઇલ બનેલા અરજદારે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ડોમીસાઇલ પ્રમાણપત્ર. (અરજદારના મીસાઈલ પ્રમાણપત્રથી વિધીવત ડોમીસાઈલ બને તે તારીખથી તેને સહાય મળવાપાત્ર થશે. મીસાઈલ મળતા અરજદાર પાશ્ચાત અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી.)

3.      અન્ય કોઇ જગ્યાએથી અગાઉ આવી સહાય મેળવેલ ન હોવાની બાબતનુ બાંહેધરી પત્ર અરજદારે જિ.સૈ.ક અને પુ.અધિકારીની પ્રતિ સહી કરાવીને રજુ કરવાનુ રહેશે. અરજદારે સારવાર લેતા પહેલા રોગના નિદાન અને સારવાર સબંધી કરવામાં આવેલ નિદાન/સારવાર ભલામણ પત્ર (મેડીકલ કેસ શીટ)મેડીકલ ઓફીસર મીલીટરી હોસ્પીટલ અથવા જિલ્લા સ્તરે આવેલ સિવિલ  હોસ્પીટલના સી.એમ.ઓ. અથવા સિવિલ  સર્જન પાસેથી મેળવવાનુ રહેશે જેને અરજી સાથે અસલમાં જોડવાનું રહેશે.

4.      હોસ્પીટલમાં દાખલ થવાની અને હોસ્પીટલમાંથી રજા આપ્યાની વિગત દર્શાવતી એડમીશન-ડીસ્ચાર્જ સ્લીપ.

5.      સારવાર આપનાર હોસ્પીટલના સક્ષમ મેડીકલ અધિકારી ધ્વારા પ્રતીસહી કરેલ સારવાર ખર્ચના અસલ બીલો સમરી સાથે.

6.      ઓળખપત્ર તથા ડીસ્ચાર્જબુકની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ.

7.      અરજદારનો સ્થળ પરનો રુબરું જવાબ.

8.      પંચકયાસ.

9.      કલ્યાણ વ્યવસ્થાપકે સ્થળ પર જઇ કરેલ તપાસ અહેવાલ.(અરજદારે આવી સારવાર ગુજરાત સરકારની હોસ્પીટલોમાં અથવા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓની સારવાર માટે માન્ય કરેલ હોય તેવી અથવા મીલીટરી (એકસ સર્વીસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થસ્કીમ) ધ્વારા પોતાના સભ્યોની સારવાર માટે માન્ય કરેલ હોસ્પીટલોમાથીજ લીધી હોવાની પુર્તતા કરાવવાની રહેશે.)

10.  ડી.ડી.-૪૦ ફોર્મ. જેમાં કલ્યાણ વ્યવસ્થાપક તથા જિ.સૈ.ક અનેપુ.અધિકારીની ભલામણ અને કલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક બોર્ડની ભલામણ બાબતની સહી.

મિલિટરી પેન્‍શન કે અન્ય કોઈપણ પ્રકારના સરકારી કે અર્ધસરકારી વિભાગમાંથી પેન્‍શન ન મેળવતા હોય તેવા પૂર્વ સૈનિકો અને તેઓનાં પત્નિઓ, સ્વ. પૂર્વ  સૈનિકોનાં ધર્મપત્નિઓ તથા નિવૃત્ત મિલિટરી અધિકારીઓ અને સ્વ. અધિકારીઓનાં ધર્મપત્નિઓને નીચે મુજબ નિયત કરેલા ગંભીર રોગોના સારવાર ખર્ચની સહાયની અરજી સાથે જોડવાના આધાર પુરાવાઓનું ચેક લિસ્ટ

અરજદાર પૂર્વસૈનિક /સ્વ.પૂર્વસૈનિકનાં ધર્મપત્નિશ્રી /શ્રીમતી ______________________________________. ગામ __________________ તાલુકો__________________ જિલ્લો__________________. ટેલિફોન નંબર (એસટીડીકોડ સાથે) __________________ . 

 • પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વસૈનિકનો સર્વિસ નંબર__________________ ઓળખપત્ર નંબર__________________ GUJ/0/ __________________.
 • અરજદારનીઅસલઅરજી
 • ગુજરાતના મૂળ વતની ન હોય તો અરજીની તારીખ પહેલાથી ધરાવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવું.
 • ડિસ્ચાર્જ બુકની પ્રમાણિત નકલ જોડવી.
 • ઓળખપત્રની પ્રમાણિત નકલ જોડવી.
 • સારવાર મેળવીને હોસ્પિ‍ટલમાંથી રજા મળ્યા બાદ /ડિસ્ચાર્જ થયા બાદ ૧૮૦ દિવસની સમય મર્યાદામાં અરજી કરવી. સમય મર્યાદા પછી મળેલી અરજીના મંજૂર કરવામાં આવશે.
 • ઉપરોક્ત સારવાર ખર્ચની સહાય નિયત ઠરાવેલ બીમારી માટે જ મળવા પાત્ર છે. અન્ય બીમારી માટેની અરજીના મંજૂર કરાશે.
 • આવી સહાય અન્ય કોઇ જગ્યાએથી મેળવી ન હોવાની બાબતનું બાહેધરી પત્ર જિ.સૈ. ક.પુ.અધિકારીશ્રીની પ્રતિસહી માટે રજૂ કરવું.
 • અરજદાર મિલિટરી પેંશન  કે અન્ય કોઈપણ પ્રકારના સરકારી કે અર્ધસરકારી વિભાગમાંથી પેંશન મેળવતા હોવા ન જોઈએ.
 • અરજદારે બીમારીની સારવારના ખર્ચ માટે પ્રથમ કેન્દ્રીય સૈનિક બોર્ડ મારફત મળવા પાત્ર સંપૂર્ણ સહાય મેળવી લીધા  પછીજ રોગની સારવાર લંબાવવાની જરૂર પડતી હોયતો રાજ્ય સૈનિકબોર્ડ પાસેથી સારવાર ખર્ચની સહાયની માંગણી કરી શકે છે. કેન્દ્રીય સૈનિકબોર્ડ પાસેથી સહાય મેળવ્યા પહેલાં રાજ્ય સૈનિક બોર્ડને કરેલી અરજીના મંજૂર થશે.
 • અરજદારે સારવાર લેતાં પહેલા રોગના નિદાન અને સારવાર સંબંધી નિદાન / સારવાર ભલામણ પત્ર (મેડિકલ કેસ શીટ)   મેડિકલ ઓફિસર મિલિટરી હોસ્પિટલ અથવા જિલ્લા સ્તરે આવેલ સિવિલ હોસ્પિટલના સી.એમ.ઓ. અથવા સિવિલ સર્જન પાસેથી મેળવીને અરજી સાથે અસલમાં જોડવું.
 • અરજદારે આવી સારવાર ગુજરાત સરકારની હોસ્પિ‍ટલોમાં અથવા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓની સારવાર માટે માન્ય કરેલી હોય તેવી અથવા મિલિટરી (એક્સ સર્વિસમેન કોન્‍ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ) દ્વારા પોતાના સભ્યોની સારવાર માટે માન્ય કરેલી હોસ્પિ‍ટલોમાંથી જ મેળવેલી હોવી જોઈએ. અન્ય હોસ્પિટલમાંથી લીધેલી સારવારની અરજીના મંજૂર થશે.
 • હોસ્પિટલમાં દાખલ થવાની અને હોસ્પિટલમાંથી રજા આપ્યાની વિગત દર્શાવતી એડમીશન - ડિસ્‍ચાર્જ સ્‍લિપ અરજી સાથે જોડવી.
 • સારવાર આપનાર હોસ્પિટલના સક્ષમ મેડિકલ અધિકારી દ્વારા અધિકૃત કરેલા સારવાર ખર્ચના અસલ બિલો સમરી સાથે રજૂ  કરવાં.

જિ.સૈ. .અનેપુ. કચેરી દ્વારા કાર્યવાહી અને જોડવાના થતા બાકીના દસ્તાવેજો

 • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ
 • પંચક્યાસ
 • કલ્યાણ વ્યવસ્થાપક અથવા તપાસ માટે નિયુક્ત કરાયેલ કર્મચારીનો તપાસ  અહેવાલ

ડી.ડી. ૪૦ ફોર્મ  જેમાં કલ્યાણ વ્યવસ્થાપક તથા જિ.સૈ. ક.પુ. અધિકારીશ્રીની ભલામણ અને કલેક્ટર અને પ્રમુખશ્રી જિ.સૈ.ક.પુ.ની સહમતી.

 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 06-05-2017