હું શોધું છું

હોમ  |

અંતીમ સંસ્કાર કરવા
Rating :  Star Star Star Star Star   

 

(૧૨)   પૂર્વ સૈનિકો અથવા સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ, નિવૃત્ત્ અધિકારીના ધર્મ પત્નિઓને અંતીમસંસ્કાર કરવા ઉચ્ચક સહાય. (સહાયના દર રૂ. ૧૦,૦૦૦/-)

પાત્રતાના સામાન્ય નિયમો

1.    આવા કેસોમાં કોઇ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી.

2.   આર્મી વેલફેર ફંડ માંથી, કેંન્ટીન ફંડ માંથી મળવા પાત્ર મૃત્‍યુ સહાય ને ધ્યાનમાં લીધા સિવાય રાજ્યસૈનિક બોર્ડ તરફથી આ સહાય આપવામાં આવશે.

3.  પૂર્વ સૈનિક/અધિકારી હયાત હોય ત્યારે તેમના પત્નિનુ મૃત્‍યુ થાય તો પૂર્વ  સૈનિક/અધિકારી ને આ સહાય મળવાને પાત્ર નથી.

4.   આ સહાય માટેની અરજી લાભાર્થીઓએ પૂર્વ  સૈનિક/સ્વ.પૂર્વ  સૈનિક્ના ધર્મ પત્નિ/અધિકારીના મૃત્‍યુ થયાના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કચેરીને પહોચતી કરવાની રહેશે.  .

5.    આ સહાય આશ્રીતો ( દિકરો/દિકરી/સંબધી) ને જે સ્વ પૂર્વ  સૈનિક/ ધર્મપત્નિના મૃત્‍યુ ક્રિયા કરેલ હોય તેઓને મળવા પાત્ર થશે.

6. સહાયની અરજી કરનાર આશ્રીતે ગ્રામ પંચાયત/તલાટી કમ મંત્રી/સરપંચ/નગર પંચાયત / મ્યુનિસીપલ કાઉસીલર /કબ્રસ્તાન /સ્મશાન ધાટ/સમક્ષમ અધિકારી નુ પ્રમાણ પત્ર કે જેવુ કે “પૂર્વ  સૈનિક/સ્વ.પૂર્વ  સૈનિક ના ધર્મપત્નિ/અધિકારી” ની અંતિમ વિધી અરજ દાર દ્વારા કરવામાં આવેલ હોવાનો ઉલ્લેખ કરતુ પ્રમાણ પત્ર રજુ કરવાનુ રહેશે.

7.  આશ્રીતો દ્વારા આવી સહાયતાની માંગણી કરવામાં આવે તેવા કેસમાં પૂર્વ  સૈનિક/સ્વ.પૂર્વ  સૈનિક્ના ધર્મ પત્નિ નુ ઓળખ પત્ર અસલમાં અને મરણનો  દાખલો,  બેંક ખાતાની વિગત અરજી સાથે રજુ કરવાના રહેશે.

8.નિયમોનુસાર આધાર પુરાવાઓ મેળવી કચેરી સ્તરે મરણોત્તર ક્રિયા સહાય જેતે લાભાર્થીઓને ચુકવવાની રહેશે અને કચેરી હુકમની એક નકલ નિયામકશ્રીને જાણ સારૂ મોકલી આપવાની રહેશે. કચેરી હુકમ પ્રતિ સહી સારૂ મોકલવાની રહેશે નહી.

અરજી અને સાથે જોડવાના કાગળોની વિગત

1.      અરજદારની અસલમાં કચેરીમાં નોધાયેલ અરજી.

2.      મુળ ગુજરાતના વતની ન હોય તેવા પર પ્રાન્તમાંથી ગુજરાતના ડોમીસાઇલ બનેલા અરજદારે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ડોમીસાઇલ પ્રમાણપત્ર.

3.      મરણનો દાખલો.

4.      ઓળખપત્રની પ્રમાણિત નકલ.

5.      કચેરી હુકમ

6.      નાણાં ચુકવ્યાની રસીદ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઉચ્ચક મરણોત્તર સહાયની અરજીનો નમુનો

 

ટેલીફોનનં ..................................                              પ્રેષક

                                                        ઓળખ પત્રક્ર માંકજીયુજે/     /..........................

                                                        પૂર્વ સૈનિકનં .............................. રેંક............

                                                        નામ .............................................................

                                                        સરનામુ :- .....................................................

                                                        ....................................................................

                                                        ...................................................................

                                                        ટેલીફોન નંબર ............................................

                                                        મોબાઇલ નંબર .........................................

                                                        ઇ-મેલ એડ્રેસ .............................................

                                                        તારીખ : ..................../................/................

પ્રતી

જીલ્લાસૈનિકકલ્યાણઅનેપુનર્વસવાટકચેરી

.....................................

 

વિષય : અંતીમ સંસ્કાર (મરણોત્તર ક્રિયા ) સહાય મેળવવા બાબત

 

માનનીયસાહેબશ્રી

 

૧.      ઉપરોકત વિષયે જણાવવાનુ કે મારા સ્વ. પતિ આર્મીનં......................રેંક ................નામ............................... આર્મીમાથી તારીખ . ....... . . ના રોજ નિવૃત્ત થયા હત્તા, તેમનુ તારીખ ................ .... ના રોજ દુખદ અવસાન થયેલ છે. મારા સ્વ.પિતાની અંતીમ સંસ્કાર સહાય મેળવવા આથી નીચે મુજબના આધાર  પુરાવાઓ સાથે અરજી જોડેલ  છે.

        (ક)      મ્રુત્યુ પ્રમાણપત્રની નકલ ( અંગ્રેજી/ગુજરાતી)

        (ખ)     ઓળખપત્ર અસલમાં

        (ગ)     બેંકખાતાની વિગત :- ( પાસબુકના પ્રથમ પેજની નકલ જોડવી )

                સ્ટેટ બેંક ઓફ ઇંડીયા ...............................

                બચતખાતાનં ......................................... કોડનં ..........

૨.      નિયામક સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજયના પ્રવર્તમાન નિયમોનુસાર મારા પતિના અંતીમ સંસ્કાર    ( મરણોત્તર ક્રિયા) સહાય સબબ મળવા પાત્ર સહાય આપવા વિનંતી છે :-

 

       

                                                        આપની વિસ્વાસુ

                                               

                                                        શ્રીમતી .....................................

બીડાણ : ઉપરમુજબ

 

 

મરણોતરસહાય કચેરી હુકમનો નમુનો

 

ટેલીફોનનં-...................................                              જસક...../૪૭/અથસ-3/     /૨૦૧૬

                                                        જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી

                                                        ...............................................................

       

 

                                                        તારીખ           /        /

વંચાણેલીધા

 

        (ક)      નિયામક સૈનિક કલ્યાણ અને પુ. કચેરીનો તા.૦૧/૦૮/૨૦૧૬ નો હુકમ ક્ર્માંક નસકપ/૩૦૧/અથસ/

                હતફ/સહ/૨૦૧૬

        (ખ)     સ્વ.પૂર્વસૈનિક /દિવંગત સૈનિકના સ્વ.ધર્મપત્નિ શ્રીમતી . . . . . . .....................................ની

                તારીખ........................નીઅરજી.

 

કચેરીહુકમ

૧.      આમુખ (૨) માંદર્શાવેલ તારીખ ................... ની અરજીથી અરજદાર શ્રીમતી ..........................................એ તેમના પતી /પિતા /માતા પુત્રશ્રી /શ્રીમતી નમ્બર ........................ રેંક .......... નામ ................................................ ( પિતાનુ નામ સાથે લખવુ ) નુ તારીખ ............................ ના રોજ અવસાન થતા તેમણે સ્વ.પૂર્વસૈનિક /સ્વ,પૂર્વસૈનિકના  ધર્મપત્નીના અંતીમ સંસ્કાર માટે મ્રુત્યુ સહાયની રકમ ચુકવવા વિનતી કરેલ છે.

 

૨.      સદર કેસની નિયમોનુસાર ચકાસણી કરતા અરજદારશ્રી/શ્રીમતી ...................................................... ને તેમના પતી /પિતા /માતા /પુત્રના અંતીમ સંસ્કાર માટે ઉચ્ચક મરણોતર સહાય મેળવવાને પાત્ર હોઇ અમલ – હિતફંડમાથી રુપિયા `૧૦,૦૦૦/= ( અંકેરુપિયાદસહજારપુરા ) ની ઉચ્ચક મરણોત્તર ક્રિયા સહાયની ચુકવણી કરવા આથી હુકમ કરવામા આવે છે.

૩.      સહાયની ચુકવણી અરજદારને કોર બેંકિગથી ચુકવી, રકમ ચુકવ્યાની રસીદ મેળવી, કચેરીમાં નિભાવવામા આવતા ખર્ચ રજીસ્ટરે દાખલ કરવાની રહેશે.

 

 

 

                                                                                                                          જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી   ..............................

પ્રતિ,

કચેરીની હિસાબી શાખા      : બેંકખાતાની વિગત આ સાથે જોડેલ છે. લાભાર્થીના બેંકખાતામાં વહેલીતકે ચુકવણી                                  કરવા વિનંતી છે.

નિયામક સૈનિક ક્લ્યાણ અને : જાણસારૂ

પુનર્વસવાટ

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 06-05-2017