૬. મીલીટરી નોકરીને આધારીત (Attributable to or Aggravated by Military Service) ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિક નિભાવ સહાય (સહાય @ રૂ. ૫૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે લધુતમ રૂ. ૨૫૦૦/- અને મહત્તમ રૂ. ૫૦૦૦/- પ્રતિ માસ)
પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) ૫૦% કે તેથી વધુ હોય શારીરિક ક્ષતિગ્રસ્તતા ધરાવતા હોય.
(૨) મીલીટરીમાંથી છુટા થયા બાદ સરકારી/જાહેર સાહસ/પંચાયત કે નગરપાલીકા જેવા સરકારી કે અર્ધ સરકારી વિભાગ તરફથી કોઇ પણ પ્રકારનો પગાર કે પેન્શન મળવાપાત્ર ન હોય તેમજ પુનર્વસવાટ માટે સરકારશ્રી તરફથી ખેતી માટે જમીન કે પેટ્રોલીયમ પ્રોડક્ટ એજન્સીની ફાળવણી થયેલ ન હોય.
(૩) આવક કે વય મર્યાદા ધ્યાનમાં લેવાની નથી.
(૪) ૨૫ વર્ષથી વધુ ઉંમરના સંતાનો હોય તો પણ આ સહાય મળવાપાત્ર છે.
(૫) કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની અન્ય કોઇ યોજના હેઠળ મળતી સહાયની રકમ રાજ્ય સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર સહાયમાંથી બાદ કરી બાકી રહેતી સહાય ચુકવવાપાત્ર રહેશે.
(૬) અરજદારની અરજી કચેરીમાં મળ્યા/ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી તારીખથી સહાય મંજૂર સારૂ ભલામણ કરવાની રહેશે.
(૭) આ સહાયની મંજુરી પાંચ વર્ષની મુદત માટે આપવામાં આવશે.
(૮) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/સ્વ. પૂર્વ સૈનિકના આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાદ અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી).
(૯) મીલીટરી મેડીકલ બોર્ડ દ્વારા અરજદારને અપાયેલ શારીરિક ક્ષતિની ટકાવારીના આધારે કેસ ભલામણ કરવાનો રહેશે.
(૧૦) દર વર્ષની સમાપ્તિ પછી પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક-નમુના મુજબ મેળવી બીજા/પછીના વર્ષની સહાય ચુકવવાની રહેશે. પત્રક કચેરી સ્તરે કેસ ફાઇલમાં ફાઇલ કરી આગળના વર્ષની ચુકવણી કરવાની રહેશે.
(૧૧) સહાય આગળ ચાલુ રાખવા રીન્યુ અરજી સહાયની અવધી પૂર્ણ થયાના બે મહિના પહેલા મેળવી જરૂરી દરખાસ્ત મોકલી આપવાની રહેશે.
(૧૨) લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી અને બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.
(૧૩) આ સહાય મેળવતા માજી સૈનિકના અવસાન બાદ તેઓના ધર્મપત્નિને સહાય ચાલુ રહેશે.
નવી/રીન્યુ અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૫).
- ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
- પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
- મીલીટરી નોકરીને આધારીત શારીરિક ક્ષતિગ્રસ્ત થયાની પુષ્ટી કરતા દસ્તાવેજ/પત્ર (ક્ષતિગ્રસ્તતાની ટકાવારી સાથે).
- અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
- પંચક્યાસ.
- કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
- મીલીટરીમાંથી છુટા થયા બાદ સરકારી/જાહેર સાહસ/પંચાયત કે નગરપાલીકા જેવા સરકારી કે અર્ધ સરકારી વિભાગ તરફથી પણ કોઇપણ પ્રકારનો પગાર કે પેન્શન મળતુ ન હોવાનું તથા પુનર્વસવાટ માટે સરકારશ્રી તરફથી ખેતી માટે જમીન કે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીની ફાળવણી થઇ ન હોય તે બાબતનું સોગંધનામું.
મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકો માટે અરજીનો નમુનો
પ્રેષક
ઓળખ પત્ર ક્રમાંક જીયુજે//.......................... નં ..............................રેંક............નામ .....................................................સરનામુ :- ......................... ......................................................... ટેલીફોન નંબર ............................................ મોબાઇલ નંબર......................................... ઇ-મેલ એડ્રેસ .............................................તારીખ : ..................../................/................
પ્રતિ,
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી
...................
વિષય : મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકો ની સહાય મેળવવા બાબત
મહેરબાન સાહેબશ્રી,
૧. સવિનય જણાવવાનુ કે નં ......................... રેંક ..............નામ ......................... તારીખ ................ના રોજ ભારતીય સેનામાંથી નિવ્રુત થયેલ છુ. નિવૃત્તી સમયે મને મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ છુ. નિયામક સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજયના પ્રવર્તમાન નિયમોનુસાર ક્ષતીગ્રસ્ત સૈનિકો ને મળવા પાત્ર સહાય આપવા વિનંતી છે.
(અ) પરિવારની હાલની સ્થિતી દર્શાવતુ પત્રક
(બ) મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર શારીરીકક્ષતિગ્રસ્ત બાબતના
પુરાવાઓ
(ક) બેંક ખાતાના પાસ બુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ
(ગ) આધાર કાર્ડની નકલ
આભાર સહ
આપનીવિશ્વાસુ
( અરજદારની સહી/અંગુઠાનુ નિશાન )
|