૪. બીજા વિશ્વ યુધ્ધના પૂર્વ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ, નિવૃત અધિકારીઓ અને સ્વ.અધિકારીઓના ધર્મપત્નિઓને નિભાવ સહાય @ રૂ. ૧૧૦૦૦/- પ્રતિ માસ)
પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) બીજા વિશ્વ યુધ્ધના પૂર્વ સૈનિકો / સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ જેમને મીલીટરી/ સરકારી /
જાહેર સાહસ/પંચાયત કે નગરપાલીકા જેવા સરકારી કે અર્ધ સરકારી વિભાગ તરફથી પણ કોઇપણ પ્રકારનુ પેન્શન મળતું ન હોય.
(૨) મીલીટરીમાંથી છુટા થયા બાદ તેમને પુનર્વસવાટ માટે સરકાર તરફથી ખેતી માટે જમીન કે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીની ફાળવણી થયેલ ન હોય.
(૩) જરુર જણાય તો અરજદાર પાસેથી ક્રમ (૧) અને (૨) માટે સોગંદનામુ/સક્ષમ અધિકારીશ્રીનો દાખલો મેળવી લેવાનો રહેશે.
(૪) કોઇ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી.
(૫) તેઓને ૨૫ વર્ષથી વધુ ઉંમરના સંતાનો હોય તો પણ ધ્યાને લીધા સિવાય માસિક નિભાવ સહાય મળી શકશે.
(૬) અરજદારની અરજી કચેરીમાં મળ્યા/ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી તારીખથી સહાય મંજૂરી સારૂ ભલામણ કરવાની રહેશે.
(૭) આ સહાયની મંજુરી પાંચ વર્ષની મુદત માટે આપવામાં આવશે.
(૮) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/સ્વ. પૂર્વ સૈનિકના આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાત અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી).
(૯) દર વર્ષની સમાપ્તી પછી પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક, નમુના મુજબ મેળવી બીજા/ત્રીજા....પછીના વર્ષની સહાય ચુકવવાની રહેશે. પત્રક કચેરી સ્તરે કેસ ફાઇલમાં ફાઇલ કરી આગળના વર્ષની ચુકવણી કરવાની રહેશે.
(૧૦) કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીએ રૂબરૂ તપાસ કરી તૈયાર કરેલ આધાર પુરાવાઓ
રીવ્યુ અરજી સાથે મોક્લવાનો રહેશે.
(૧૧) પાંચ વર્ષ પૂર્ણ થયે સહાય ચાલુ રાખવા રીન્યુ અરજી બે મહિના પહેલાં ભલામણ કરી મંજુરી માટે વડી કચેરીમાં મોકલી આપવાની રહેશે.
(૧૨) લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી અને જો બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.
નવી/રીન્યુ અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી પત્રક (પરિશિષ્ટ-૧).
- ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
- પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
- અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ (ફક્ત નવી અરજી માટે).
- પંચક્યાસ (ફક્ત નવી અરજી માટે).
- કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કરાયેલા કર્મચારીનો તપાસ અહેવાલ.
- ડી.ડી.-૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
- મીલીટરી કે સરકારી/જાહેર સાહસ/પંચાયત કે નગરપાલીકા જેવા સરકારી કે અર્ધ સરકારી વિભાગ તરફથી પણ કોઇપણ પ્રકારનું પેન્શન મળતુ ન હોવાનું તથા પુનર્વસવાટ માટે સરકારશ્રી તરફથી ખેતી માટે જમીન કે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીની ફાળવણી થઇ ન હોય તે બાબતનું સોગંધનામું.
|