3. અંધ, અસ્થિર મગજના, માનસિક રીતે વિકલાંગ કે નિવુતિ પછી ૮૦% કે તેથી વધારે લકવાગ્રસ્ત પૂર્વ સૈનિક/ સ્વ. પૂર્વ સૈનિક/અધિકારીના ધર્મપત્નિને સહાય @ રૂ. ૫૦૦૦/- પ્રતિ માસ.
પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) આવક મર્યાદા કે વયમર્યાદા ધ્યાનમાં લેવાની નથી.
(૨) અરજદારને ૨૫ વર્ષથી વધુ ઉંમરના સંતાનો હોય તો પણ સહાય મળવાપાત્ર છે.
(૩) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/સ્વ. પૂર્વ સૈનિકના આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાદ અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી).
(૪) લાગુ પડતી ક્ષતિગ્રસ્તતા હોવાનું મીલીટરી અથવા સિવિલ હોસ્પીટલના સક્ષમ મેડીકલ અધિકારીનું મેડીકલ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
(૫) અરજદારની અરજી કચેરીમાં મળ્યા/ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી તારીખથી સહાય મંજૂર સારૂ ભલામણ કરવાની રહેશે.
(૬) આ સહાયની મંજુરી પાંચ વર્ષની મુદત માટે આપવામાં આવશે
(૭) કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની અન્ય કોઇ યોજના હેઠળ અથવા માન. મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળ માંથી સહાય મળે છે કે કેમ તે બાબતની ખાત્રી કરવી અને જો મળતી હોય તો, રાજ્ય સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર સહાય માંથી આવી રકમ બાદ કરી બાકી રહેતી સહાયની રકમ ચુકવવાપાત્ર રહેશે.
(૮) દર વર્ષની સમાપ્તિ પછી પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક-નમુના મુજબ મેળવી બીજા/પછીના વર્ષની સહાય ચુકવવાની રહેશે. પત્રક કચેરી સ્તરે કેસ ફાઇલમાં ફાઇલ કરી આગળના વર્ષની ચુકવણી કરવાની રહેશે.
(૯) સહાય આગળ ચાલુ રાખવા રીન્યુ અરજી સહાયની અવધી પૂર્ણ થયાના બે મહિના પહેલા મેળવી જરૂરી દરખાસ્ત મોકલી આપવાની રહેશે.
(૧૦) પૂર્વ સૈનિકને આવી સહાયતા મળતી હોય અને તેમના અવસાન પછી તેમની પત્નિઓને આ સહાય મળવાપાત્ર થતી નથી. પરંતુ, સ્વ. પૂર્વ સૈનિકના ધર્મપત્નિ અંધ/અસ્થિર મગજના/માનસિક રીતે વિકલાંગ કે ૮૦% કે તેથી વધારે લકવાગ્રસ્ત હોય તેવા કેસમાં તેણીને આ સહાય મળવાપાત્ર થશે.
(૧૧) લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી અને જો બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.
નવી/રીન્યુ અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૩).
- ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
- પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
- વિકલાંગતા/ક્ષતિગ્રસ્તતા બાબતનું સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ પ્રમાણપત્ર.
- અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
- પંચક્યાસ.
- કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગ પૂર્વ સૈનિકોના કેસો માટે અરજીનો નમુનો
પ્રેષક
ઓળખ પત્ર ક્રમાંક યુજે//.......................... શ્રીમતી ................................................. સ્વર્ગસ્થ પૂર્વ સૈનિક નં .............................. રેંક............નામ ..................................................... સરનામુ :- ........................................................................................................................ ટેલીફોન નંબર .......................................... મોબાઇલ નંબર ......................................... ઇ-મેલ એડ્રેસ ............................................. તારીખ : ..................../................/................
પ્રતિ,
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી
...................
વિષય : અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગ પૂર્વ સૈનિકોને સહાય મેળવવા બાબત
મહેરબાન સાહેબશ્રી,
૧. સવિનય જણાવવાનુ કે મારા પતિશ્રી નં ......................... રેંક ..............નામ ......................... નુ તારીખ ................ના રોજ અવસાન થયેલ છે હાલ મારા બાળકો સાથે રહી જીવન ગુજારી રહી છુ. મારા પતિના અવસાન પછી પુન: લગ્ન કરેલ નથી, રાજ્ય સૈનિક બોર્ડ ગુજરાત રાજય ના પ્રવર્તમાન નિયમોનુસાર અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગોને આપવામાં આવતી માસિક આર્થીક સહાય મંજુર કરવા મારી નમ્ર વિનંતી છે. જે બાબતે નીચે મુજબના આધાર પુરાવાઓ આ સાથે બે નકલમાં સામેલ છે.:-
(અ) પરિવારની હાલની સ્થિતી દર્શાવતુ પત્રક
(બ) અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગતા બાબતના આધાર
પુરાવાઓ
(ક) બેંક ખાતાના પાસ બુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ
(ગ) આધાર કાર્ડની નકલ
આભાર સહ
આપનીવિશ્વાસુ
( અરજદારની સહી/અંગુઠાનુ નિશાન )
નિવૃત્તી પછી ૮૦% થી વધારે લકવા ગ્રસ્ત વિકલાંગપૂર્વસૈનિકો કેસો માટે અરજીનો નમુનો
પ્રેષક
ઓળખ પત્ર ક્રમાંક યુજે//.......................... શ્રીમતી ................................................. સ્વર્ગસ્થ પૂર્વ સૈનિક નં .............................. રેંક............નામ ..................................................... સરનામુ :- ........................................................................................................................ ટેલીફોન નંબર .......................................... મોબાઇલ નંબર ......................................... ઇ-મેલ એડ્રેસ ............................................. તારીખ : ..................../................/................
પ્રતિ,
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી
...................
વિષય : અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગ પૂર્વ સૈનિકો સહાય મેળવવા બાબત
મહેરબાન સાહેબશ્રી,
૧. સવિનય જણાવવાનુ કે આર્મી નં ......................... રેંક ..............નામ ......................... તારીખ ................ના રોજ નોકરી માંથી નિવ્રુત થયેલ છુ નિવ્રુતી પછી લકવા ગ્રસ્ત થયેલ છુ. હાલ મારા બાળકો સાથે રહી જીવન ગુજારી રહયો છુ. મને મળતા પેંશન માંથી પરિવાર નુ ભરણ પોષણ કરવુ મુશકેલ છે. રાજ્ય સૈનિક બોર્ડ ગુજરાત રાજય ના પ્રવર્તમાન નિયમોનુસાર અંધ અથવા અસ્થિર મગજના અથવા માનસિક રીતે વિકલાંગો/લકવા ગ્રસ્ત ને આપવામાં આવતી માસિક આર્થીક સહાય મંજુર કરવા મારી નમ્ર વિનંતી છે. જે બાબતે નીચે મુજબના આધાર પુરાવાઓ આ સાથે બે નકલમાં સામેલ છે.:-
(અ) પરિવારની હાલની સ્થિતી દર્શાવતુ પત્રક
(બ) નિવ્રુતી પછી ૮૦% થી વધારે લકવા ગ્રસ્ત વિકલાંગતા બાબતના આધાર પુરાવાઓ
(ક) બેંક ખાતાના પાસ બુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ
(ગ) આધાર કાર્ડની નકલ
આભાર સહ
આપનીવિશ્વાસુ
( અરજદારની સહી/અંગુઠાનુ નિશાન )
|