(૧) પૂર્વ સૈનિકની ઉંમર ૬૦ વર્ષથી ઓછી ન હોવી જોઇએ (ડીસ્ચાર્જ બુક/જન્મ પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ ના આધારે ખરાઇ કરવાની રહેશે). સ્વ.સૈનિક/પૂર્વ સૈનિકના ધર્મપત્નિની ઉંમર ધ્યાનમાં લેવાની રહેશે નહિ.
(૨) લાભાર્થીનો પુત્ર ૨૫ વર્ષનો થાય અથવા સરકારી/પ્રાઇવેટ નોકરી/ધંધો કરતો થાય તેવા કેસમાં બે માંથી જે પ્રસંગ પહેલો હશે તે મહિનાના અંતિમ દિવસે સહાય આપોઆપ સમાપ્ત થઇ જશે.
(૩) મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ પૂર્વ સૈનિક/સ્વ. પૂર્વ સૈનિકના આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર થશે (પશ્ચાત અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી).
(૪) કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની અન્ય કોઇ યોજના હેઠળ અથવા માન. મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળ માંથી સહાય મળે છે કે કેમ તે બાબતની ખાત્રી કરવી અને જો મળતી હોય તો, રાજ્ય સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર સહાય માંથી આવી રકમ બાદ કરી બાકી રહેતી સહાયની રકમ ચુકવવાપાત્ર રહેશે.
(૫) અરજદારના તમામ સંતાનોની ડિસ્ચાર્જ બુકમાં નોંધણી થયાની ખાત્રી કરવાની રહેશે. કોઇ સંતાનોના નામ નોંધણી થયેલ ન હોય તો ડિસ્ચાર્જ બુકમાં નામ નોંધણી કરવાની કાર્યવાહી (પાર્ટ ટુ ઓર્ડર કરવાની) કર્યા પછી જ કેસ ભલામણને પાત્ર ગણાશે.
(૬) અરજદાર ખેતીની જમીન ધરાવે છે કે નહી, અને જો ધરાવતા હોય તો તેની વિગત સાથે તેમાંથી થતી ઉપજ સબંધી તલાટી-કમ-મંત્રી/સર્કલ ઇન્સ્પેકટર/સક્ષમ મહેસુલ અધિકારી તરફથી અપાયેલ આવકના દાખલા પરથી આવકની ખરાઇ કરવાની રહેશે.
(૭) ૧૮ થી વધુ અને ૨૫ વર્ષથી નીચેની ઉંમરના સંતાન(પુત્ર કે પુત્રી) નોકરી કે ધંધો કરીને કમાતા ન હોવાની ખરાઇ કરવાની રહેશે. જો અરજદારના સંતાન કમાતા હોયતો તેઓની આવક, મામલતદાર પાસેથી મેળવવામાં આવતા આવકના દાખલામાં ઉમેરવાની રહેશે અને આવી આવક કુટુંબની કુલ વાર્ષિક આવકમાં ઉમેરીને આવક મર્યાદા તપાસવાની રહેશે.
(૮) પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને રાજ્ય સૈનિક બોર્ડથી સહાય (માસિક આર્થિક સહાય/શિષ્યવૃતિ) મળતી હોય તો કુલ વાર્ષિક આવકમાં તે રકમને ગણવાની થતી નથી.
(૯) અરજદારની ખરેખર આવક બાબતનો સ્વતંત્ર રીતે કયાસ કાઢવા કલ્યાણ વ્યવસ્થાપકે સ્થળ પર રૂબરૂ તપાસ કરી કેસ “ભલામણ કરવામાં આવે છે/ભલામણને પાત્ર નથી” તેવા સ્પષ્ટ અભિપ્રાય સાથેનો તપાસ અહેવાલ, દરખાસ્ત સાથે મોકલવાનો રહેશે. પેન્શન તફાવત (Arrears) ની રકમ આવકની ગણત્રીમાં લેવાની રહેશે નહિ.
(૧૦) લાભાર્થીનો ૨૫ વર્ષથી વધારે ઉમંરનો પુત્ર અંધ હોય કે શારીરિક અથવા માનસિક રીતે વિકલાંગ હોવાના કારણે અરજદાર માતા-પિતા પર સ્વયંમ આશ્રિત હોય તેવા સંજોગોમાં જિલ્લા સ્તરે આવેલ સિવિલ હોસ્પીટલમાંથી સિવિલ સર્જન અથવા સી.એમ.ઓ/ઇ.સી.એચ.એસ. નું દાકતરી પ્રમાણપત્ર રજુ કરવાનુ રહેશે. આવા કેસમાં તેઓને સહાય મંજુર કરવામાં આવશે.
(૧૧) અરજદાર પૂર્વસૈનિકો/સ્વ.પૂર્વસૈનિકોના ધર્મપત્નિઓ તથા તમામ સભ્યોના આધાર કાર્ડ ની વિગત કચેરી સ્તરે મેળવી કચેરીનો રેકોર્ડ અપ-ડેટ કરવાનો રહેશે અને એનઆઇસી/ટીસીએસ મોડ્યુલ ડેટા એન્ટ્રીમાં પણ અપડેટ થયા બાબતની ખાત્રી કરી લેવાની રહેશે.
(૧૨) કોઇપણ સંદેહ ઉપસ્થિત થાય તો જીલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કેસને સબંધીત ન હોય તેવા પણ આધાર પુરાવાઓ મેળવી શકશે અને જરુર જણાય તો સ્થળ મુલાકાત પણ લેશે.
(૧૩) અરજદારની અરજી કચેરીમાં મળ્યા / ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી તારીખથી સહાય મંજૂરી સારૂ ભલામણ કરવાની રહેશે.
(૧૪) આ સહાયની મંજુરી એક વર્ષની મુદત માટે આપવામાં આવશે.
(૧૫) લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ સુધી અને બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.
(૧૬) નવા કેસોમાં પ્રથમવાર અને જુના કેસોમાં દર ત્રીજાવર્ષે કલ્યાણ વ્યવસ્થાપકે રૂબરૂ જવાબ તથા પંચકયાસ કરવાનો રહેશે અને સ્વયંસ્પષ્ટ તપાસ અહેવાલ મોકલી આપવાનો રહેશે (વચ્ચેના સમયગાળામાં રૂબરૂ સમીક્ષા કરવાની થતી નથી).
(૧૭) નવા કેસોમાં પ્રથમવાર ભલામણ કરતા પહેલા જીલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીએ લાભાર્થીની રૂબરૂ તપાસ/સમીક્ષા કર્યા પછી જ ડી.ડી-૪૦ માં ભલામણ કરવાની રહેશે અને ત્યાર પછીના દર ત્રીજા વર્ષે અધિકારીશ્રી રૂબરૂ તપાસ/સમીક્ષા કરવાની રહેશે (વચ્ચેના સમય ગાળામાં રૂબરૂ સમીક્ષા કરવાની થતી નથી).
(૧૮) લાભાર્થીના મૃત્યુ પ્રમાણપત્ર/માહિતીના આધારે કચેરી તરફથી કેસ બંધ કરવા ભલામણ કરવાની રહેશે.
(૧૯) સગીર વયના અનાથ સંતાનના કેસમાં દાદા/દાદી/નજીકના સબંધી/તેઓની સારસંભાળ કરતા હોય તેઓએ સક્ષમ સત્તાધિકારી/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/સર્કલ ઓફિસર/તલાટી-કમ મંત્રી તરફથી મળેલ વાલી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(૨૦) અનાથ સંતાનોના કેસમાં :-
(અ) પ્રથમ, દ્વિતીય, તૃતીય..... આમ ઉતરતા ક્રમમાં સહાય મેળવવા માટે પાત્ર ગણાશે.
(બ) પુત્રની ઉંમર ૨૫ વર્ષ અથવા લગ્નની તારીખ બંન્ને માંથી જે વહેલુ થાય ત્યાં સુધી સહાય મેળવા પાત્રતા ધરાવશે. પુત્રીના કેસમાં લગ્નની તારીખ સુધી પાત્રતા ધરાવશે.
(ક) ૮૦% કે તેથી વધુ ખોડખાંપણ/ક્ષતિગ્રસ્તતા ધરાવતા ૨૫ વર્ષ થી વધુ ઉંમર પછી પણ
સહાય મળવાપાત્ર થશે.
(ડ) સહાય માટે અરજી કરતા સંતાને ઉતરતા ક્રમના ભાઇ-બહેનો પાસેથી સંમતિપત્ર મેળવી અરજી સાથે રજુ કરવાનું રહેશે.
(૨૧) સહાય આગળ ચાલુ રાખવા રીન્યુ અરજી સહાયની અવધી પૂર્ણ થયાના બે મહિના પહેલા મેળવી જરૂરી દરખાસ્ત મોકલી આપવાની રહેશે.
સ્વ. પૂર્વ સૈનિકના ધર્મપત્નિના સંતાનોને માસિક નિભાવ સહાય
(સહાય @ રૂ. ૧૨૫૦/- પ્રતિ સંતાન (પ્રથમ ક્રમના બે સંતાનો માટે)
પાત્રતાના સામાન્ય નિયમો :-
(૧) સ્વ. પૂર્વ સૈનિકના ધર્મપત્નિને આર્થિક સહાય મંજુર કરવાની તમામ શરતોની પુર્તતા થતી હોય તો તેમના આશ્રિત સંતાનો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના અપરણીત, નોકરી/ધંધો કરતા ન હોય તેવા પ્રથમ અને બીજા ક્રમના આમ કુલ બે સંતાનોની મર્યાદામાં રૂ. ૧૨૫૦/- પ્રતિ સંતાન માસિક ` નિભાવ સહાય આપવામાં આવશે.
(૨) પ્રથમ અને બીજા ક્રમના બે સંતાનો પુરતી મર્યાદિત રહેશે. બીજા ક્રમના જોડીયા બાળકો હોય તેવા કેસમાં બંન્ને બાળકોને સહાય મળવાપાત્ર થશે (આમ પ્રથમ ક્રમનું એક અને બીજા ક્રમના જોડીયા, કૂલ ત્રણ બાળકોને સહાય મળવાપાત્ર થશે).
(૩) અપરણિત/વિધવા દિકરીને સહાય મળવાપાત્ર છે. વિધવા દિકરી પુન:લગ્ન કરે તે તારીખથી તેણીની નિભાવ સહાય બંધ કરવાની રહેશે.
અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૨).
- ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
- પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
- કુટુંબની આવક દર્શાવતો મામલતદાર/સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ દાખલો.
- પેંશન ખાતાની બેન્ક પાસ બુક/સ્ટેટમેન્ટ.
- અરજદારનો સ્થળ પર નો રૂબરૂ જવાબ.
- પંચક્યાસ.
- કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
રીન્યુ અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-
- અરજદારની અરજી (પરિશિષ્ટ-૨).
- પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
- કુટુંબની આવક દર્શાવતો મામલતદાર/સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ દાખલો.
- કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
- ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
- બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
નોંધ : આવક મર્યાદા પર આધારીત (પેંશનર) ફ્ક્ત એક વર્ષ માટે મંજુર થયેલ માસિક આર્થિક સહાયના રીવ્યુ કેસમાં કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીએ રૂબરૂ તપાસ કરવાની જરુરીયાત રહેતી નથી અને દસ્તાવેજોના આધારે અહેવાલ તૈયાર કરવાનો રહેશે. દર ત્રીજા વર્ષે કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારી તથા અધિકારીશ્રીએ રૂબરૂ સમીક્ષા કરવાની રહેશે (ત્રણ વર્ષ પુરા થયે ચોથા વર્ષ માટે ભલામણ કરવાની થાય ત્યારે).
|