|
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્યના નિયામકશ્રીને ખાતાના વડા તરીકે નીચે મુજબની વહીવટી અને નાણાકીય સત્તા સોંપવામાં આવેલી છે -
-
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાતની કચેરી તથા તેના હેઠળ આવતી તમામ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ પર વહીવટી નિયંત્રણ.
-
રાજ્ય સૈનિક બોર્ડના હસ્તક આવેલા તમામ ફંડોનો હિસાબ, વહીવટ અને તેનું વ્યવસ્થાપન તથા સમય સમય પર આ ફંડોનું ઓડિટ કરાવવા બાબત.
-
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ નીચે કાર્યરત સૈનિક આરામગૃહ તથા સૈનિક કુમાર છાત્રાલય પર વહીવટી નિયંત્રણ.
-
નિરીક્ષણ અને દેખરેખના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓની મુલાકાત.
-
સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ખાતાની કાર્યદક્ષ કામગીરી થાય તે હેતુથી નીતિનિયમો બનાવવાનું તથા તેનો અમલ કરાવવા બાબત.
-
સમય સમય પર રાજ્ય સૈનિક બોર્ડની બેઠકોને બોલાવવા તથા તેનું આયોજન કરવા બાબત.
-
માજી સૈનિકોના વ્યાપક કલ્યાણને લગતી દરખાસ્તની રજૂઆત કરવા બાબત.
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્યના નાયબ નિયામકશ્રીને નીચે મુજબની વહીવટી અને નાણાકીય સત્તા સોંપવામાં આવેલી છે -
-
કચેરીના વડાની રૂએ તેઓએ નિયામક કચેરીની નણાકીય અને વહીવટી ફરજોની અમલવારી કરવાની રહેછે, જેમાં નિયામક કચેરીના તમામ કર્મચારીઓના કામની વહેચણી, તેઓની રજા, પગાર- ભથા, ઇજાફા બાબતની કામગીરી.
-
સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્યની કચેરીના વડાની રૂએ તેઓ આ કચેરીને ફાળવવામાં આવતી બજેટ ગ્રાન્ટ તથા આ કચેરીના હસ્તકના “અમાલ ગમેટેડ- બેનોવેલન્ટ” તથા “જવાન વેલફેર” જેવા બીન- સરકારી ભંડોળના ઉપાડ અને ચુકવણા અધિકારી તરીકે ફરજ બજાવે છે.
-
નિયામક કચેરી અને તાબાની કચેરીઓના ખર્ચને તેઓને સોંપાવામાં આવેલી નાણાકીય સત્તાઓની મર્યાદા મંજૂર કરવા તથા સમય સમય પર હિસાબનું ઓડિટ કરાવવાની કામગીરી તેઓ સંભાળે છે.
-
નિયામકશ્રીની વહીવટી કે નાણાકીય મંજૂરી મેળવતાં પહેલાં, નિયામક કચેરીના કર્મચારીઓ દ્વારા ચકાસણી અને ખરાઈ થયેલી એવી તમામ તાબાની કચેરીમાંથી આવેલી દરખાસ્તની ચકાસણી અને ખરાઈ કરવાની કામગીરી.
-
ઉપરોકત ફંડની તમામ લેવડદેવડની તથા "બેન્ક રિકન્સાઇલેશન" બાબતની કામગીરીની ચકાસણી અને ખરાઈ તથા કલ્યાણ ફંડની તમામ ફિક્સ ડિપોઝિટ સમયસર "રિ-ઇન્વેસ્ટ" કરાવવાની કામગીરી.
-
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના વહીવટી કામકાજ તથા કચેરીના તમામ પ્રકારના સામાન્ય પત્રવ્યવહાર કરવાની કામગીરી.
-
સૈનિક કલ્યાણ અધિકારપત્રમાં જણાવ્યા મુજબ કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં તમામ પ્રકારની અરજી તથા પત્ર પર કાર્યવાહી કરવામાં આવે તે અંગે અસરકારક નિયંત્રણ અને દેખરેખ રાખવાની કામગીરી.
-
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કર્મચારીની નિયમિતતા તથા અનુશાસનની બાબત પર દેખરેખ રાખવાની કામગીરી તથા આ સંબંધમાં ગુ.રા. સેવા(શિસ્ત અને અપીલ)ના નિયમો મુજબ ઉચિત કાર્યવાહીનો સમાવેસ થાય છે.
-
રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની જોગવાઈ મુજબ નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના જાહેર માહિતી અધિકારી તરીકે કાર્યવાહી કરવાની કામગીરી.
-
નિયામકશ્રીની સૂચના મુજબ તાબાની કચેરીઓના નીરીક્ષણ/તપાસણીની કામગીરી.
-
નિયામકશ્રીની ગેરહાજરીમાં નિયામકશ્રી તરીકે ફરજ બજાવવા બાબત.
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના વડાની રૂએ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીને તેઓની કામગીરીને લગતી વહીવટી અને નાણાકીય સત્તા સોંપવામાં આવેલી છે. તેઓની ફરજ નીચે મુજબ છે-
-
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી તથા નીચે ચાલતા સૈનિક આરામગૃહ અને સૈનિક કુમાર છાત્રાલય પર દેખરેખ અને વહીવટી નિયંત્રણ રાખવા બાબત.
-
ડ્રોઇંગ અને ડિસ્બર્સિંગ અધિકારી તરીકે બજેટગ્રાન્ટ તથા કલ્યાણ અને ફલેગડે ફંડના હિસાબ જાળવવા તથા સમય સમય પર હિસાબનું ઓડિટ કરાવવા બાબત.
-
સૈનિક કલ્યાણ અધિકારપત્રની જોગવાઈ મુજબ કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં તમામ પ્રકારની અરજી તથા પત્ર પર કાર્યવાહી કરવામાં આવે છે તે જોવા અને તે માટે કર્મચારીઓ પર અસરકારક નિયંત્રણ અને દેખરેખ રાખવા બાબત.
-
રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની જોગવાઈ મુજબ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના સૂચના અધિકારી તરીકે કાર્યવાહી કરવા બાબત.
-
જિલ્લા સૈનિક બોર્ડની બેઠકનું આયોજન કરવા બાબત.
-
કચેરીના કાર્યક્ષેત્ર નીચે આવતા જિલ્લાઓના માજી સૈનિકોની રેલી તથા સંમેલનનું આયોજન કરવા બાબત.
-
માજી સૈનિકોના વ્યાપક કલ્યાણને લગતી દરખાસ્તની રજૂઆત કરવા બાબત.
-
દર વર્ષે પ્રાપ્ત થતા સશસ્ત્ર દળોના ઘ્વજદિન ભંડોળના અનુદાન પર માજી સૈનિકોના કલ્યાણની યોજના આધારિત હોવાથી પોતાની કચેરીના કાર્યક્ષેત્રના જિલ્લાઓમાંથી મહત્તમ સશસ્ત્ર દળોના ઘ્વજદિન ભંડોળમાં અનુદાન મળે તે મુજબની કાર્યવાહી કરવા બાબત.
-
માજી સૈનિકો / સ્વ.માજી સૈનિકોનાં પત્નીઓને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્રીય કે રાજ્ય સૈનિક બોર્ડ અથવા સશસ્ત્ર દળોના રેકર્ડસ કે મથકો પાસેથી કલ્યાણ સહાય મેળવવાની અરજીની તપાસ અને ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે આવી સહાય અરજીની ભલામણ કરવા બાબત.
-
માજી સૈનિકો અને તેમના પરિવારને પેન્શન અને "ટર્મિનલ બેનિફિટ્સ" મળે તે જોવા તથા ખાસ કરીને સેવારત સૈનિકના અવસાન બાદ તેઓના પરિવારને સમયસર આવી મળવા પાત્ર રકમ મળે તેવી દેખરેખ રાખવા બાબત.
-
તમામ માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોનાં પત્નીઓ તથા આશ્રિતોના મિલિટરી નોકરી બાબતનું રેકર્ડ જાળવવા અને વિશેષ કરીને યુદ્ધ / ઓપરેશનમાં શહીદ થયેલા સૈનિકોનાં ધર્મપત્નીઓ, આશ્રિતો તેમ જ યુદ્ધ / ઓપરેશન શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોનો રેકર્ડ જાળવી તેઓના કલ્યાણ અને સામાજિક સુરક્ષા પર ઘ્યાન કેન્દ્રિત કરવા બાબત.
-
માજી સૈનિકો અને તેઓના આશ્રિતોને રોજગાર કે સ્વરોજગાર અપાવવામાં સહાયરૂપ થવાના હેતુથી તેઓ માટે રોજગારલક્ષી તાલીમ આપી શકાય તેવા આયોજનની ગોઠવણ કરવા પ્રયાસ કરવા બાબત.
-
ખાનગી અને "એકાઉન્ટેબલ" દસ્તાવેજ / ફાઇલોની સલામતી-જાળવણી અને નિયમ પ્રમાણે આવા દસ્તાવેજ / ફાઇલોનાં રજિસ્ટર જાળવવા બાબત.
-
કચેરી અને કચેરી નીચે કાર્યરત આરામગૃહ, કુમાર છાત્રાલયની ફાઇલ્સ, સામાન અને ડેડ સ્ટોકની ચીજવસ્તુઓનું વાર્ષિક "સ્ટોક ટેકિંગ" કરાવવા બાબત.
-
સરકારના હુકમો મુજબ સમય સમય પર જૂના દસ્તાવેજો તથા ફાઇલ્સનો નાશ કરવા બાબત.
-
સમાચારપત્ર / ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રગટ થતા સૈનિકો / માજી સૈનિકો અને તેઓના આશ્રિતો બારામાં પ્રકાશિત / પ્રસારિત થયેલા સમાચારના તથ્યની સાચી જાણકારી મેળવી યોગ્ય કાર્યવાહી કરવા તથા ખોટા સમાચાર પ્રસિદ્ધ થયા હોય તો આ બાબતે રદિયો આપવાની કાર્યવાહી કરવા બાબત.
-
પોતાના કાર્યક્ષેત્ર નીચેના જિલ્લામાં ડાયરેક્ટર જનરલ રિસેટલમેન્ટ / કેન્દ્રીય સૈનિક બોર્ડ સામે ચાલતા કોર્ટ કેસમાં ડીજીઆર/ કેએસબીના પક્ષમાં તેઓના વતી આવા કોર્ટ કેસમાં જરૂરી કાર્યવાહી કરવા બાબત.
|
|
|