હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

પરિચય

રાષ્‍ટ્રની રક્ષામાં પોતાના પ્રાણની આહુતિ આપવા હંમેશાં તત્‍પર આપણા શૂરવીર સૈનિકો પ્રત્‍યેનું ઋણ અદા કરવા નિયામક સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય કાર્યરત છે. રાષ્‍ટ્ર કાજે પોતાનું સર્વોચ્‍ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવાર જનોની તથા વીરતા ભરી ફરજ બજાવતા શારીરિક ક્ષતિગ્રસ્‍ત થયેલ સૈનિકો અને રાષ્‍ટ્રની સશસ્‍ત્ર સેનાઓમાં પોતાની યુવાનીનું અમૂલ્‍ય યોગદાન આપી સેવા નિવૃત્ત થતા સૈનિકો તથા તેઓના પરિજનો માટેની કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી નિયામક સૈનિક કલ્‍યાણ પુનર્વસવાટ ગુજરાત રાજ્યના શિરે છે.

રાષ્‍ટ્રના હિતમાં સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની નીતિના ફલ સ્વરૂપે સૈનિકોને ૩૫ થી ૪૫ વર્ષની નાની ઉમરમાં સૈનિક સેવામાંથી મુક્ત કરવામાં આવે છે. આવી નાની ઉમર માં ઘરે પરત આવતા સૈનિકો પર પોતાના પરિવારનો નિર્વાહ કરવાની મોટી જવાબદારી હોય છે. સંતાનોનો અભ્‍યાસ અને તેમનાં લગ્ન જેવી સામાજિક જવાબદારી હજુ તેઓએ નિભાવવાની બાકી હોય છે. મોટા ભાગના નાની રેન્કમાં નિવૃત્ત થતા સૈનિકોને પ્રવર્તમાન મોંઘવારી ભથ્થાં સાથે માસિક મળતી પેન્‍શનની રૂ. ૩૫૦૦/- થી રૂ. ૫૦૦૦/- જેવી નજીવી રકમ, જીવનનિર્વાહ માટે અપૂરતી છે. અન્ય નાગરિક સેવાઓની માફક તેઓને ૬૦ વર્ષ સુધી નોકરીમાં ચાલુ રાખવાની વ્યવસ્થા હોત તો નિયામક સૈનિક કલ્યાણ ગુજરાત રાજ્યની રચના કરવાની કદાચ આવશ્યકતા ન રહેત, પરંતુ રાષ્‍ટ્રના હિતમાં આવું શક્ય ન હોવાથી સૈનિક સેવામાંથી વિસ્થાપિત કરાતા પૂર્વ સૈનિકોને, નાગરિક સેવાઓમાં નોકરી અને રોજગાર ઉપલબ્ધ કરાવવાની સમાજ અને સરકારની મોટી જવાબદારી બની રહે છે.

સામાન્ય રીતે પૂર્વ સૈનિકોના અને તેઓના આશ્રિતોના કલ્યાણની કામગીરી સંયુક્ત રીતે કેન્દ્ર તથા રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, પરંતુ મોટા ભાગની સમસ્‍યાઓનું નિરાકરણ સ્‍થાનિક સ્તરે કરવાનું થતું હોવાથી આ ફરજ રાજ્ય સરકાર નિભાવે છે. સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ રાજ્ય સરકારની આ જવાબદારીને સંતોષકારક રીતે નિભાવવાની દિશામાં કાર્ય કરે છે.

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નીચે નવ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃર્વસવાટ કચેરીઓ કાર્યરત છે. આ કચેરીઓના ખર્ચને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૬૦-૪૦ ટકાના ધોરણે સંયુક્ત રીતે ઉપાડવામાં આવે છે. ગુજરાતમાં વસતા પૂર્વ સૈનિકોના અને તેઓના આશ્રિતો માટે કલ્યાણકારી યોજના બનાવવા તથા રાજ્યમાં આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ મારફત આવી યોજનાનો અમલ કરવાની જવાબદારી નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્યની છે.

ગુજરાતમાં આવેલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, કચેરીઓની વિગત નીચે મુજબ છે –

  1. અમદાવાદ-
    અમદાવાદ અને ગાંધીનગર
  2. વડોદરા
    વડોદરા, ખેડા, આણંદ અને છોટાઉદેપુર
  3. સુરત
    સુરત, ભરૂચ, નર્મદા (રાજપીપળા), વલસાડ, નવસારી, તાપી(વ્યારા)  અને ડાંગ
  4. જામનગર
    જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભુમિ દ્વારકા(ખંભાળીયા) અને ગીર સોમનાથ(વેરાવળ) 
  5. રાજકોટ
    રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી             
  6.  હિંમતનગર (સાબરકાંઠા)
    સાબરકાંઠા અને અરવલ્લી(મોડાસા)  
  7. કચ્છ (ભૂજ)
    કચ્છ (ભૂજ)
  8. મહેસાણા
    મહેસાણા, બનાસકાંઠા(પાલનપુર) અને પાટણ
  9. પંચમહાલ (ગોધરા)  
    પંચમહાલ, મહિસાગર અને દાહોદ

 

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટ, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના વહીવટી અંકુશ નીચે કામકાજ કરતી કાયમી સરકારી કચેરી છે. નિયામક પોતાના હોદ્દાની રૂએ રાજ્ય સૈનિક બોર્ડના સભ્ય સચિવ પણ છે. રાજ્ય સૈનિક બોર્ડની બેઠક મહામહીમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ સમય સમય પર મળે છે. આ બેઠકમાં સૈનિક કલ્યાણ નીતિ વિષયક બાબતોમાં જરૂરી સલાહ - સુચના અને માર્ગદર્શન આપવામાં આવે છે.

સંક્ષિપ્ત ઇતિહાસ

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટની રચના સંબંધી ટૂંકી ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે-

૧. નિવૃત્ત સૈનિકોના કલ્યાણની કામગીરી કરવાના હેતુથી બોમ્બે સ્ટેટના વોર રિલેટેડ ડિપાર્ટમેન્ટના હુકમ નંબર-૧૦૬૧થી બોમ્બે સોલ્‍જર્સ બોર્ડની સ્થાપના તા.૨૫ માર્ચ ૧૯૧૯ના રોજ કરવામાં આવી હતી. આ બોર્ડની તે વખતની કામગીરીની વિગત નીચે મુજબ હતી -

· જિલ્લાસ્તરે નિવૃત્ત સૈનિકોના લડાઈની સેવાઓના રેકર્ડની જાળવણી

· નિવૃત્ત સૈનિકોને સહાય કે જમીનની ફાળવણી

· નિવૃત્ત સૈનિકોને સરકારી નોકરી અગ્રતાના ધોરણે અપાવવા

· ઘવાયેલા તથા અશક્ત થયેલ સૈનિકોનો પુનર્વસવાટ

· સેવારત સૈનિકનાં હિત અને કલ્યાણની બાબતોની સંભાળી

· સશસ્ત્ર સેનાઓની સંખ્‍યામાં ઘટાડો થવાના પરિણામે છૂટા કરાયેલા સૈનિકોને કારણે ઉત્પન્ન થયેલી સામાજિક અને આર્થિક સમસ્‍યાઓના સમાધાન માટે લશ્‍કરી સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવી, આ સમસ્‍યાઓનું નિરાકરણ.

· નિવૃત્ત સૈનિકોનાં સંતાનોને અભ્યાસમાં સવલત અને શૈક્ષણિક જરૂરિયાતો.

૨. સૌપ્રથમ રચાયેલા આ બોર્ડના અધ્યક્ષ તરીકે બોમ્બે સ્ટેટના વોર રિલેટેડ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે રિસેટલમેન્ટ કમિટીના સેક્રટરીને બોર્ડના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નીચે મુજબ ચીફ અને સદ્ ગૃહસ્થો આ બોર્ડના તે વખતના સભ્યો તરીકે નિમાયા હતા -

· નવાનગર (જામનગર)ના મહારાજા, નામદાર જામશ્રી, લે. કર્નલ રણજિતસિંહજી વિભાજી, કે.સી.એસ.આઈ.

· કગલના ચીફ, મહેરબાન પીરાજીરાઓ બાપુસાહેબ ઘાટગે, સી.એસ.આઇ., સી.આઇ.ઈ.

· સેન્‍ટ્રલ ડિવિઝન (સી.ડી.)ના કમિશનરશ્રી

· સધર્ન ડિવિઝન (એસ.ડી.)ના કમિશનરશ્રી

· રાવ બહાદુર આર.જી. નાયક. એમ.બી.ઈ.

· ભારત સરકારના તા. ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના ઠરાવથી સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ બોર્ડને રદ કરી તેની જગ્યાએ ઇન્‍ડિયન સોલ્‍જર્સ બોર્ડ નામના નવા બોર્ડની રચના કરવામાં આવી હતી, જેનું કામ સેવારત, સેવા નિવૃત્ત, મૃત્યુ પામેલા સૈનિકો તથા નોન કોમ્બેટન્ટ તથા તેઓ તમામના પરિવારજનોના હિતની બાબતમાં જરૂરી સલાહ સૂચન કરવાનું હતું. આ બોર્ડને ત્યાર પછી સરકારના વોર ડિપાર્ટમેન્ટ સાથે સલગ્ન કરાયું હતું.

· બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેવી અને એરફોર્સના ઉત્તરોત્તર વધારાના કારણે આર્મીની માફક આ નવાં બન્ને દળો માટે પણ સમાન ધોરણે કાર્યવાહી કરી શકે તેવા એક માળખાની જરૂર જણાઈ આવી, જેને ધ્યાનમાં રાખી એપ્રિ‍લ ૧૯૪૪માં બોર્ડની પુનઃરચના કરવામાં આવી.

· બોમ્બે સ્ટેટના તા. ૨૪ જુલાઈ ૧૯૫૦ના ઠરાવ ક્રમાંક એસડી / ૩૨૯ અંતર્ગત આ બોર્ડના સેક્રેટરીની કાયમી ધોરણે પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી.

૩. ભારતનાં રાજ્યોનું ભાષાના આધારે વિભાજન અમલમાં આવતાં, ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં, પુના ખાતેના બોમ્બે સ્ટેટ બોર્ડમાંથી વિભાજન કરીને ગુજરાત રાજ્ય સોલ્જર્સ, સેઇલર્સ અને એરમેન બોર્ડની વડોદરા ખાતે રચના કરવામાં આવી. આ બોર્ડ અસ્તિત્વમાં આવતાની સાથે અમદાવાદ ખાતે તે વખતે આવેલ સચિવાલય સંકુલ અને હાલના પોલિટેક્નિક સંકુલમાં લાવી કાર્યાન્વિત કરવામાં આવેલ.

૪. આ બોર્ડને સરકારના કાયમી ખાતાનો દરજ્જો આપી તેના કર્મચારીઓને સરકારના કર્મચારી તરીકેની માન્યતા ગૃહ વિભાગ (સ્પેશિયલ)ના તા ૨૧/૧૧/૧૯૬૬ના ઠરાવ ક્રમાંક એસબી./એસએસબી.૧૦૬૦/૫૯૧૮૯થી આપવામાં આવી હતી. પાછળથી આ બોર્ડને ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ તરીકે નામ આપવામાં આવ્‍યું અને બોર્ડના સચિવને ખાતાના વડા તરીકે દરજ્જો આપવાની સાથે તેઓને ખાતાના વડા તરીકેની તમામ વહીવટી અને નાણાકીય સત્તા ગૃહ વિભાગના તા ૨૪/૦૩/૧૯૮૨ના ઠરાવ ક્રમાંક આઇએસએસ /૧૧૭૬/૪૭૭૬/ફથી સોંપવામાં આવી હતી.

૫. વર્ષ ૧૯૮૩માં રાજ્ય સૈનિક બોર્ડને નિયામક સૈનિક કલ્યાણની કચેરીનું નામ આપવામાં આવ્‍યું જેને ગૃહ વિભાગના તા. ૦૪/૦૪/૧૯૮૯ના ઠરાવ ક્રમાંક આર એસ બી/૧૦૮૯/૧૦૨/એફ ૪નાથી પુનઃ બદલી પ્રવર્તમાન નામ નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગુજરાત રાજ્ય તરીકે રાખવામાં આવ્‍યું છે.

૬. તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૦૫થી આ કચેરી ગાંધીનગર ખાતે ડો.જીવરાજ મહેતા ભવનમાં કાર્યરત હતી. જે તારીખ. 0૭ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજથી સ્થળાંતર કરી પોતાના હાલના સ્થળે ગૌરવ સેનાની ભવન, શાહીબાગ - એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ-0૩ ખાતે કાર્યરત છે.

૭. ઇન્ડિયન સોલ્‍જર્સ, સેઇલર્સ અને એરમેન્‍સ બોર્ડથી લઈને પ્રવર્તમાન નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય તરીકેના પરિવર્તનની ક્રમવાર વિગત નીચે દર્શાવેલ છે-

અતીતથી વર્તમાન -પરિવર્તનના ચરણઃ-

વર્ષ

કેન્દ્ર સ્તરે

રાજ્ય સ્તરે

જિલ્લા સ્તરે

૧૯૫૧

ઇન્ડિયન સોલ્‍જર્સ, સેઇલર્સ અને એરમેન્‍સ બોર્ડ

બોમ્બે સ્ટેટ સોલ્‍જર્સ, સેઇલર્સ અને એરમેન્‍સ બોર્ડ

ડિસ્ટ્રિક્ટ સોલ્‍જર્સ, સેઇલર્સ અને એરમેન્‍સ બોર્ડ

૧૯૬૦

કોઈ ફેરફાર નહીં

ગુજરાત સ્ટેટ સોલ્‍જર્સ, સેઇલર્સ અને એરમેન્‍સ બોર્ડ

કોઈ ફેરફાર નહીં

૧૯૬૬

કોઈ ફેરફાર નહીં

ગુજરાત રાજ્યના કાયમી ખાતા તરીકે જાહેર થયું

૧૯૭૫

કેન્દ્રીય સૈનિક બોર્ડ

ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ

જિલ્લા સૈનિક બોર્ડ

૧૯૮૩

કોઈ ફેરફાર નહીં

નિયામક સૈનિક કલ્યાણ, ગુજરાત રાજ્ય

જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી

૧૯૮૯

કોઈ ફેરફાર નહીં

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય

જિલ્લા સૈનિક કલ્યાણ કલ્યાણ અને પુનર્વસવાટ

 

 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 27-03-2019