હું શોધું છું

હોમ  |

ગૌરવ સેનાની ભવન/સૈનિક આરામગૃહઅમદાવાદ,રાજકોટ,વડોદરા
Rating :  Star Star Star Star Star   

 

ગૌરવ સેનાની ભવન/સૈનિક આરામગૃહ –અમદાવાદરાજકોટ, વડોદરા અને સુરત

પૂર્વ સૈનિકો તેમજ તેઓના પરીવારના કોઇપણ સભ્ય (ઇ .સી .એચ .એસ . સ્કીમમાં સમાવેશ થયેલ) ને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે ત્યારે વિજળી વપરાશના વાસ્તવીક બીલની રકમ સિવાય નિ :શુલ્ક દરે આવાસની સગવડ આપવામાં આવશે. આ સિવાય અન્ય રોકાણ માટે નીચે મુજબ ની વ્યવસ્થા ઉપલબ્ધ છે

શાહીબાગ અમદાવાદ ખાતે આવેલા ગૌરવ સેનાની ભવનમાં અધિકારીઓ અને નીચેની કક્ષાના ના ૩૧ પૂર્વ સૈનિકો માટે ટુકા રોકાણ માટે અધ્યતન રુમોની સગવડતા છે.

સૈનિક આરામગૃહ, રાજકોટ ખાતે અધિકારી થી નીચેની કક્ષાના ચાર પૂર્વ સૈનિકો માટે રહેવાની સગવડતા છે.

સૈનિક આરામગૃહ, વડોદરા ખાતે ખાતે અધિકારી થી નીચેની કક્ષાના સાત પૂર્વ સૈનિકો માટે રહેવાની સગવડતા છે.

સૈનિક આરામગૃહ, સુરત ખાતે અધિકારીઓ અને તેથી નીચેની કક્ષાના ના તેર પૂર્વ સૈનિકો માટે ટુકા રોકાણ માટે અધ્યતન રુમોની સગવડતા છે.

ગૌરવ સેનાની ભવનશાહીબાગઅમદાવાદ શાહીબાગ –એરપોર્ટ રોડ પર, કેમ્પ હનુમાન બસ સ્ટોપની સામે અને બ્રાન્ચ રીક્રુટમેન્ટ ઓફીસ નજીક આવેલ આ ભવન થી અમદાવાદ ઇ.સી.એસ.એચ પોલીક્લીનીક, અમદાવાદ સીએસડી ડીપો ઉપરાંત, મીલીટરી હોસ્પીટલ અને ગોલ્ડન કટાર ડિવીઝનની સીએસડી કેન્ટીન ઘણા નજીકમાં આવેલા છે. ગૌરવ સેનાની ભવનનુ અંતર અલગ-અલગ જગ્યાઓથી નીચે મુજબછે :

  • સી.એસ.ડી. ડીપો, અમદાવાદ - ૨. કિ.મી.
  • ઇ.સી.એસ.એચ. પોલિક્લિનિક. અમદાવાદ - ૨.૪ કિ.મી.
  • એર પોર્ટ, અમદાવાદ - ૩.૪ કિ.મી.
  • રેલ્વે સ્ટેશન, અમદાવાદ - ૫.૨ કિ.મી.
  • એસ.ટી. બસ સ્ટેન્ડ, ગીતા મંદીર - ૭.૪ કિ.મી.

સારવાર માટે ફાળવણીની અગ્રતા : પૂર્વ સૈનિકો અથવા ઇ .સી .એચ .એસ . સ્કીમમાં સમાવેશ થયેલ તેઓના પરીવારના કોઇપણ સભ્યને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હોય અથવા ડાયાલીસીસ જેવી સારવાર હેઠળ હોય ત્યારે ઇ .સી .એચ .એસ સ્કીમમાં સમાવેશ થયેલ પૂર્વ સૈનિકો કે તેઓના પરીવારના કોઇપણ સભ્યને ભવનમાં કોટેજની સગવડ નિ :શુલ્ક આપવામાં આવશે અગર કોટેજની ફાળવણી અન્ય પૂર્વ સૈનિકને થયેલ હોય તો , ભવનના બીજા રૂમની ફાળવણી સારવાર હેતુ ૫૦%ના રીયાયત દરે કરવામાં આવશે .
પૂર્વ સૈનિકની હાજરી સિવાય પરીવારના સભ્યોને પણ આવાસની ફાળવણી થશે.: પૂર્વ સૈનિકો ના (માતા-પિતા , પૂત્રી કે પૂત્ર) પરીવારના આ સભ્ય આવક અથવા ઉમરના કારણે આશ્રીતની વ્યાખ્યામાં ન આવતા હોય તો પણ પૂર્વ સૈનિકના પરીવારના આવા સભ્યોને પણ આવાસની ફાળવણી કરી શકાશે આ માટે પૂર્વ સૈનિકે પરીવારના આવા સભ્યો તેઓના માતા-પિતા, પૂત્રી કે પૂત્ર હોવાની લેખીત જાણ કરવાની રહેશે. આવી સગવડ મેળવવા પૂર્વ સૈનિકના પરિવારના સભ્ય સાથે પૂર્વ સૈનિકોએ સ્વયં હાજર રહેવુ જરુરી નથી.
પૂર્વ સૈનિકના પૂત્ર/પૂત્રીના લગ્ન પ્રસંગે આવેલા મહેમાનો માટે આવાસની ફાળવણી થશે . પૂર્વ સૈનિકોને અને સ્વ. સૈનિકોના પત્નિઓને તેઓની પૂત્રી અથવા પૂત્રના લગ્ન પ્રસંગે આવેલા તેઓના મહેમાનો માટે આવાસની સગવડ પૂર્વ સૈનિકની રેન્કને આધારીત નિયત ઠરાવેલ આવાસ /ગેસ્ટ રૂમની સગવડ મેળવવાને પાત્ર થશે. આવી સગવડ મેળવવા મહેમાનો સાથે પૂર્વ સૈનિકોએ સ્વયં હાજર રહેવુ જરુરી નથી.

ગૌરવ સેનાની ભવન, અમદાવાદ ખાતેના આવાસ/રૂમની વિગત અને દર: સેવા નિવૃતી વખતની રેન્કના આધારે રૂમની ફાળવણી, રૂમ સામે દર્શાવેલ દરથી કરવામાં આવશે:

કોટેજ (સારવાર હેતુના રોકાણ માટે)

નિ:શુલ્ક

ડોરમેટ્રી રૂમ એસ.આર.૩૦૭ (એર કુલ્ડ પાંચ પલંગ)

રૂ. ૫૦/- (પલંગ દીઠ)

જી.આર.૩૧૧ અને ૩૧૨ (એસી ત્રણ પલંગ)

રૂ. ૭૫/- (પલંગ દીઠ)

જી.આર.૩૦૮, ૩૦૯, ૩૧૦ (એસી ડબલ બેડ)

રૂ ૨૦૦/- (રૂમનો ચાર્જ) અધિકારી માટે       

રૂ ૧૫૦/- (રૂમનો ચાર્જ) અન્ય રેંક માટે

જી.આર.૩૦૪, ૩0૫ અને ૩૦૬ (એસી ડબલ બેડ)

રૂ. ૩૦૦/- (રૂમનો ચાર્જ) અધિકારી માટે          રૂ.૨૦૦/- (રૂમનો ચાર્જ) અન્ય રેંક માટે

જી.આર.૧૦૨ અને ૧૦૩ (એસી ડબલ બેડ)

રૂ  ૪૦૦/- (રૂમનો ચાર્જ)

જી.આર.૧૦૧ (એસી ડબલ બેડ)

રૂ  ૫૦૦/- (રૂમનો ચાર્જ)

(પ્રથમ છ કલાકથી ઓછા રોકાણ માટે ૫૦% ના દરેથી રૂમ ચાર્જ વસુલ કરાશે.  રાત્રી રોકાણ અથવા છ કલાકથી વધુ રોકાણ માટે ઉપર મુજબ પુરો રૂમ ચાર્જ વસુલ કરાશે). 

ગૌરવ સેનાની ભવન, અમદાવાદ માટે આ આવાસના ઉપરોક્ત દર ઉપરાંત લાઇટ બીલની રકમ પ્રતી યુનિટ  રૂ. ૧૨.૦૦ ના દરે વાસ્તવીક થયેલ વપરાશ મુજબ વસુલ કરવામાં આવશે.

 રાજકોટ, વડોદરા અને સુરત ખાતે આવેલ સૈનિક આરામગૃહના આવાસ અને તેના દરની વિગત નીચે મુજબ છે  

  • રાજકોટ : આ આરામ ગૃહમાં બે પલંગ વાળા એવા કુલ બે રૂમ છે, જે ચાર પલંગની સુવીધા પુરી પાડે છે, જેનો દર પ્રતી પલંગ રૂ. ૫૦/- નો છે. સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આ આરામ ગૃહમાં રહેવાની સગવડ નિ:શુલ્ક આપવામાં આવશે.
  • વડોદરા : આ આરામ ગૃહમાં ડોરમેટ્રીમાં સાત પલંગની સુવીધા છે. જેનો દર પ્રતી પલંગ ના રૂ.  ૫૦/- નો છે. સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં આ આરામ ગૃહમાં રહેવાની સગવડ નિ:શુલ્ક આપવામાં આવશે.
  • સુરત :  આ આરામ ગ્રુહમાં ડબલબેડ વાળા ૦૪ એસી રૂમો તથા પાંચ પલંગ વાળા ૦૧ ડોરમેટરી (નોન એસી) રૂમ ની સુવિધા છે.

ગૌરવ સેનાની ભવન/સૈનિક આરામ ગ્રુહ, સરથાણા, સુરત ખાતેના આવાસ/રૂમની વિગત અને દર: સેવા નિવૃતી વખતની રેન્કના આધારે રૂમની ફાળવણી, રૂમ સામે દર્શાવેલ દરથી કરવામાં આવશે:

રૂમ નં-૦૧ (એસી ડબલ બેડ)

રૂ. ૫૦૦/- (રૂમનો ચાર્જ)

રૂમ નં-૦૨ (એસી ડબલ બેડ)

રૂ. ૪૦૦/- (રૂમનો ચાર્જ)

રૂમ નં-૦૩-૦૪ (એસી, બે પલંગ)

રૂ. ૩૦૦/- (રૂમનો ચાર્જ) અધિકારી

રૂ. ૧૫૦/- સિપાહી અને તેની ઉપરની રેંક માટે.   

ડોરમેટરી (નોન એસી, ૦૫ પલંગ)

રૂ. ૫૦/- પલંગ દીઠ

(પ્રથમ છ કલાકથી ઓછા રોકાણ માટે ૫૦% ના દરેથી રૂમ ચાર્જ વસુલ કરાશે.  રાત્રી રોકાણ અથવા છ કલાકથી વધુ રોકાણ માટે ઉપર મુજબ પુરો રૂમ ચાર્જ વસુલ કરાશે). 

ગૌરવ સેનાની ભવન, સુરત માટે આ આવાસના ઉપરોક્ત દર ઉપરાંત લાઇટ બીલની રકમ પ્રતી યુનિટ   રૂ. ૧૨.૦૦ ના દરે વાસ્તવીક થયેલ વપરાશ મુજબ વસુલ કરવામાં આવશે.

ગૌરવ સેનાની ભવન, અમદાવાદ માં રીઝર્વેશન કેવી રીતે કરશો ?

ગૌરવ સેનાની ભવનના રૂમ/આવાસની ફાળવણી કચેરી અધીક્ષકની સિધી દેખરેખ હેઠળ ગૌરવ સેનાની ભવનના મેનેજર દ્વારા કરવામાં આવે છે. ગૌરવ સેનાની ભવનમાં રીઝર્વેશન કરવા માટે નીચે દર્શાવેલ ટેલીફોન નંબર પર સંપર્ક કરશો:

(૧) સ્વાગત ગૌરવ સેનાની ભવન : ૦૭૯-૨૮૬૮૩૫૧                                                                ) (૨‌) મેનેજર ગૌરવ સેનાની ભવન : મો-૯૪૦૮૬ ૩૮૭૩૭- બુકીંગ સમય-૧૦૩૦ થી ૧૮૧૦ સુધી  
(૩) સ્ટાફ ગૌરવ સેનાની ભવન : ૦૭૯-૨૨૮૬૮૩૪૯-૫૦- બુકીંગ સમય-૧૦૩૦ થી ૧૮૧૦ સુધી  

સૈનિક આરામ ગૃહ રાજકોટ, વડોદરા અને સુરત માં રીઝર્વેશન કરાવવા માટે.  સૈનિક આરામ ગૃહ, જામટાવર પાસે રાજકોટ,  છાણી રોડ વડોદરામાં અને સરથાણા, સુરત ખાતે  રીઝર્વેશન કરાવવા માટે નીચે દર્શાવેલ ટેલીફોન નંબર પર સંપર્ક કરશો.  બુકીંગ સમય સવારે ૧૦૩૦ થી સાંજે ૧૮૧૦ સુધીનો રહેશે.

(૧) સૈનિક આરામ ગૃહ રાજકોટ : ૦૨૮૧-૨૪૭૬૮૨૫
(૨) સૈનિક આરામ ગૃહ વડોદરા : ૦૨૬૫-૨૭૭૨૬૬૬

(૩) સૈનિક આરામ ગૃહ સુરત   : ૦૨૬૧-૨૯૧૩૮૨૦

 

 

 


 સહાય અને સવલતો

રાજ્ય સ્તરે
 ગુજરાત સરકાર
 રાજ્ય સૈનિક બોર્ડ
કેન્દ્રીય સ્તરે
 કેન્દ્ર સરકાર તરફથી
 કેન્દ્રીય સૈનિક બોર્ડ
 સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ
 રક્ષામંત્રી અબાધિત ભંડોળ
 રક્ષામંત્રી પેન્શન એપેલેટ કમીટી
 પ્રધાનમંત્રી ગુણાત્મક શિષ્યવૃત્તિ
સશસ્‍ત્ર સેનાઓ
 થલ સેના
 નૌ સેના
 વાયુ સેના
 સશસ્ત્ર સેના પત્નીઓના કલ્યાણ 
 સંગઠન
 થલ સેના પત્નિઓનું સંગઠન
 નૌ સેના પત્નિઓનું સંગઠન
 વાયુ સેના પત્નિઓનું સંગઠન
પેન્શન યોજના

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 

 સંપર્ક માળખું

Search Using Function

Name

Location

 વિગતવાર જુઓ  

 પરંપરા ગૌરવ સેનાનીઓની

 

 આપની સેવામાં

 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર    |     પ્રતિભાવ 

Last updated on 27-04-2017