સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ |
http://www.sainikwelfare.gujarat.gov.in |
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો |
7/6/2025 2:31:45 AM |
|
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય ગૌરવ સેનાની ભવન શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ અમદાવાદ-૩૮૦૦૦૩
૧ અધિકારીઓ :
અધિકારીઓની સત્તા અને ફરજની વિગત માટે અહી ક્લીક કરો.
ર કર્મચારીઓ: કર્મચારીઓની ફરજ ત્રણ વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ છે. પ્રથમ વર્ગની ફરજો કલ્યાણ બાબતોની લગતી કામગીરી સાથે જોડાયેલ છે, બીજા વર્ગની ફરજો દેખરેખ અને વહીવટી અંકુશની કામગીરી સાથે જોડાયેલ છે, જયારે ત્રીજા વર્ગની ફરજો કલ્યાણ ફંડ તેમજ બજેટના વહીવટી અને વ્યવસ્થાપનની કામગીરી સાથે જોડાયેલ છે. જિલ્લા સૈનિક અને પુનર્વસવાટ અધિકારી પોતાની કચેરીના કર્મચારીઓમાં કલ્યાણ કામગીરીની અને વહીવટી કામગીરીની ફરજોની વહેંચણી સરખા કામના સિઘ્ધાંતથી કરે છે. કર્મચારીઓની ઉપર મુજબની મુખ્ય ફરજોની વિગત નીચેના પેટા ફકરાઓમાં આપવામાં આવેલ છે.
-
કર્મચારીઓની કલ્યાણ બાબતોને લગતી ફરજ આ ફરજ નીચે મુજબ છેઃ
-
માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓને કેન્દ્ર સરકાર, રાજય સરકાર, કેન્દ્રીય કે રાજય સૈનિક બોર્ડ અથવા સશસ્ત્ર દળોના રેકોડર્સ કે મથકો કલ્યાણ સહાય મેળવવાની અરજીની તપાસ અને ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે આવી સહાય અરજી રજુ કરવા બાબત.
-
માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓની કલ્યાણ સહાય સબંધી રજુઆત પર ખરાઈ કરવા જરૂર હોય ત્યાં સ્થળ પરની મુલાકાત લઈ તપાસ કામગીરી કરવા બાબત.
-
કાયમી રહેણાંકના સરનામાં ફેર બદલી, મીલીટરી નોકરીમાંથી સમય પહેલા છુટા થવાની અરજી તથા સેવારત અને માજી સૈનિકના હાલના સરનામાની ભાળ મેળવવા બાબતની તપાસ.
-
માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓના પેન્સન અને "ફાયનલ સેટલમેન્ટ-એકાઉન્ટના કાગળોની ચકાસણી કરી ખરાય કરવા બાબત.
-
માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓની તકલીફ અને ફરીયાદથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીને અવગત કરાવવા બાબત.
-
માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓને મળતી વિવિધ સહાયની જાણકારી પ્રેસનોટ કે પત્રના માઘ્યમથી પહોંચતી કરવા બાબત.
-
કચેરીની મુલાકાતે આવતા માજી સૈનિકો/ સ્વ. માજી સૈનિકોના પત્નિઓને સહાય અને કલ્યાણ અંગેની તમામ બાબતમાં કામગીરી હાથધરી તેમના પ્રશ્ન અને શંકાના નિવારણ માટે સલાહ અને માર્ગદર્શન આપવા બાબત.
-
માજી સૈનિકો અને તેમના પરીવારને પેન્સન અને "ટર્મીનલ બેનીફીટસ" મળે તે જોવા તથા ખાસ કરીને સેવારત સૈનિકના અવસાન બાદ તેઓના પરીવારને સમય સર આવી મળવા પાત્ર રકમ મળે તેવી ચીવટ રાખવા બાબત.
-
તમામ માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના પત્નિઓ તથા આશ્રીતોના મીલીટરી નોકરી બાબતનુ રેકર્ડ જાળવવા અને વિશેષ કરીને યુઘ્ધ/ ઓપરેશનમાં શહીદ થયેલ સૈનિકોના ધર્મ પત્નિઓ, આશ્રીતો તેમજ યુઘ્ધ/ ઓપરેશન શારીરિક ક્ષતીગ્રસ્ત થયેલ સૈનિકોનુ રેકર્ડ જાળવી તેઓના કલ્યાણ અને સામાજીક સુરક્ષા પર ઘ્યાન કેન્દ્રીત કરવા બાબત.
-
માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકના પત્નિઓના નામની નોંધણી બાદ માજી સૈનિકની માન્યતા ધરાવનારાઓને ઓળખપત્ર આપવા બાબત.
-
માજી સૈનિકોને નોકરી અપાવવા બાબત લાઈવ રજીસ્ટરની જાળવણી કરવા તથા સમયસર આવા નામ નોકરી દાતાને મોકલવા બાબત.
-
માજી સૈનિકોને તથા સ્વ. માજી સૈનિકોના પત્નિઓને વિવિધ સ્વ-રોજગારની યોજનાઓથી અવગત કરાવવા તથા રોજગાર લક્ષી તાલીમ મેળવી સ્વ રોજગાર અપનાવવા તેઓને પ્રેરીત કરી જરૂરી માર્ગ દર્શન આપવા વર્કશોપ/ સેમીનાર/ લેકચરના આયોજન કરવા બાબત.
-
માજી સૈનિકો અને તેઓના આશ્રીતોને રોજગાર કે સ્વરોજગાર અપાવવામાં સહાય રૂપ થવાના હેતુથી તેઓ માટે રોજગાર લક્ષી તાલીમ આપી શકાય તેવા આયોજનની ગોઠવણ કરવા પ્રયાસ કરવા બાબત.
-
કચેરીના કાર્યક્ષેત્ર નીચે આવતા જિલ્લાઓના માજી સૈનિકોની રેલી તથા સંમ્મેલનનુ આયોજન કરવા બાબત.
-
સેવારત સૈનિકોના પરીવાર જનોને રોગચાળો અને કુદરતી આપત્તીના સમયમાં સહાયતા પહોંચાડવાની કામગીરી બાબત.
-
સેવારત સૈનિકના કલ્યાણ સબંધી નાગરીક પ્રસાશન સાથેની કામગીરી બાબત.
-
અન્ય પુરૂષ વ્યકતી જેના ધરમાં નહોય તેવા સેવારત સૈનિકોના સામેના કાયદાકીય કેસમાં કાનુની સલાહ અપાવવાને લગતી કામગીરીની જવાબદારી.
-
સેવારત અને સેવા નિવળત્ત સૈનિકો અને તેઓના પરીવાર જનોને તેઓની તકરારનુ કાર્ટ બહાર સમાધાન કરવા સલાહ આપવા બાબત.
-
માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના પત્નિઓને તથા તેઓના આશ્રીતોને કલ્યાણ કાર્યવાહી માટે વિવિધ પ્રમાણપત્ર આપવા બાબત.
-
સમાચાર પત્ર/ ઈલેકટ્રોનીક મીડીયામાં પ્રગટ થતા સૈનિકો/ માજી સૈનિકો અને તેઓના આશ્રીતો બારામાં પ્રકાશીત/ પ્રસારીત થયેલ સમાચારના તથ્યની સાચી જાણકારી મેળવી યોગ્ય કાર્યવાહી કરવા તથા ખોટા સમાચાર પ્રસિઘ્ધ થયા હોયતો આ બાબતે રસીદો આપવાની કાર્યવાહી કરવા બાબત.
-
દેખરેખ અને વહીવટી અંકુશને લગતી ફરજ પોતાની વરીષ્ઠતાને આધારે, કચેરીના વરીષ્ઠ કર્મચારી આ ફરજ બજાવે છે તેઓની અન-ઉપસ્થિતીમાં તેઓનો પછીના વરીષ્ઠતા ક્રમના કર્મચારી આ ફરજ બજાવવા આપો-આપ જવાબ દાર ઠરે છે. આ ફરજ નીચે મુજબ છેઃ
-
તમામ કર્મચારીઓને કામની સોંપણી અને તેઓના કામકાજની દેખરેખ બાબત.
-
કચેરીમાં આવતી તમામ અરજી અને પત્ર પર રજીસ્ટ્રી કલાર્ક ઘ્વારા આવક નંબર અને જવાબદાર કર્મચારીનુ નામ "ડાક-ટ્રેકીંગ" રજીસ્ટ્રી સોફવેરથી આપવાની કાર્યવાહી પર દેખરેખ રાખવાનુ કામ તથા અગત્યના તથા સમય મર્યાદાની કાર્યવાહી વાળા પત્ર અલગથી છાંટી નાયબ નિયામક અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીને (જે લાગુ પડેતે મુજબ) રજુ કરવા બાબત.
-
વિલંબ વગર રજીસ્ટ્રી કલાર્ક ઘ્વારા, સબંધીત કર્મચારીને પત્ર/ અરજી કોમ્પ્યુટરાઈઝડ વર્કશીટ સાથે આપવાની કામગીરી પર દેખરેખ રાખવા બાબત.
-
તમામ પત્ર/ અરજી પરની કાર્યવાહી પુર્ણ થયે આવા પત્ર/ અરજીને "ડાક-ટ્રેકીંગ" રજીસ્ટ્રી સોફટવેરની પડતર યાદીમાંથી રદ કરવા બાબત.
-
તમામ કર્મચારીઓની સેવાપોથી, પગાર બાંધણી અને રજાની નોંધની વિગત જાળવવા તથા હાજરી અને હલન ચલન રજીસ્ટરની જાળવણી કરવા બાબત.
-
ખાનગી બાબતોનુ રજીસ્ટર જાળવવા તથા ખાનગી પત્ર વ્યવહાર કરવા બાબત.
-
સરકારી વકિલ સાથે સતત સંપર્કમાં રહી કોર્ટ કેસની પ્રગતી જાળવવા તથા આવા કેસની સુનવણી વખતે કોર્ટમાં હાજરી આપવા બાબત.
-
કચેરીના ફર્નીચર, સર-સામાન તથા ડેડ સ્ટોક પરના તમામ સામાનની જાળવણી અને રખરખાવટ બાબત.
-
કચેરીને સમય-સર ખોલવા અને બંધ કરવાની કામગીરી માટે પટાવાળાઓને અને પટાવાળા ન હોય ત્યારે કર્મચારીઓને જવાબદારી સોંપતુ ફરજનુ રોસ્ટર બનાવી તે મુજબ અમલીકરણ કરવા બાબત.
-
દરેક કર્મચારી ઘ્વારા પોત-પોતાના હવાલામાં રહેલ સર-સામાન અને (કેશ અને કેશ બુક સહિત)દસ્તાવેજો તથા ફાઈલોની સલામતી માટે જરુરી પગલા અને સલામતીના ધોરણો અપનાવવામાં આવે છે તે બાબતની દેખરેખ રાખવા બાબત અને આ માટે જરૂરી સલામતી વ્યવસ્થા કરવા બાબત.
-
કચેરીના મહેકમ, વહીવટ અને રચના સબંધી કામગીરી કરવા બાબત.
-
કર્મચારીઓના અનુસાશન પર દેખરેખ રાખવા તથા કચેરી સમય દરમ્યાન કર્મચારીની કામની જગ્યાએથી અન-અધિકૃત ગેરહાજર ન રહે તે સબંધી દેખરેખ રાખવા બાબત.
-
કચેરીના કામકાજને લગતા તમામ વિષયોની ફાઈલો અને સબંધીત પત્ર વ્યવહારની જાળવણી તથા તમામ વિષયોના સ્થાયી હુકમની ફાઈલો જાળવવા બાબત.
-
કચેરી અને કચેરી નીચે કાર્યરત આરામ ગૃહ, કુમાર છાત્રાલયની ફાઈલ્સ, સામાન અને ડેડ સ્ટોકની ચીજ વસ્તુઓનુ વાર્ષીક "સ્ટોક ટેકીંગ" કરાવવા બાબત.
-
સરકારના હુકમો મુજબ સમય સમય પર જુના દસ્તાવેજો તથા ફાઈલ્સનો નાશ કરવા બાબત.
-
કચેરીના જન સંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવવા તથા સૈનિક કલ્યાણ અધિકાર પત્રની જોગવાઈ મુજબ "વન ડે ગર્વનન્સ"ની કામગીરી એક દિવસમાં પુર્ણ કરાવવા તથા તમામ મુલાકાતી માજી સૈનિકો અને સ્વ. માજી સૈનિકોના પત્નિઓ તથા તેમના આશ્રીતોને જવાબદાર કર્મચારી ઘ્વારા સાચી સલાહ અને માગ દર્શન આપવાની કામગીરી થાય તેમજ તેઓની સાથે સૌજન્ય પૂર્વકનો વ્યવહાર થાય તે જોવાની ફરજ બાબત.
-
સૈનિક કલ્યાણ અધિકાર પત્રની જોગવાઈ મુજબ કચેરીના તમામ કર્મચારીઓ ઘ્વારા નિયત સમય મર્યાદામાં તમામ પ્રકારની અરજી તથા પત્ર પર કાર્યવાહી કરવામાં આવ છે તે જોવા અને તે માટે કર્મચારીઓ પર અસરકારક નિયંત્રણ અને દેખરેખ રાખવા બાબત.
-
રાઈટ ટુ ઈન્ફોર્મેશન કાયદાની જોગવાઈ મુજબ કચેરીના સહાયક સુચના અધિકારી તરીકે કાર્યવાહી કરવા બાબત.
-
વિવિધ બેઠકના મુદળાઓ તથા કાર્યનોંધ તૈયાર કરવાની કામગીરી પર દેખરેખ અને સમયસર આવા મુદળાઓ તથા કાર્યનોંધ તૈયાર કરવા બાબત.
-
કલ્યાણ ફંડ તેમજ બજેટના વહીવટ અને વ્યવસ્થાપનની કામગીરીને લગતી ફરજ પોતાની નિમણુંકના આધારે નિયામક કચેરીમાં એકાઉન્ટ/ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં સીનીયર કલાર્ક અથવા આ કામ માટે નિયુકત કરાયેલ આ ફરજ બજાવે છે. સૈનિક કલ્યાણની પ્રવળત્તી માટે આ ફંડનુ વ્યવસ્થાપન તથા તેને માટે નાણા એકઠા કરવા તથા આ નાણાની ફાળવણી માજી સૈનિકોના કલ્યાણની યોજનાઓના અમલીકરણ માટે સીધી રીતે જોડાયેલ છે. આ ફરજ નીચે મુજબ છેઃ
-
કચેરીમાં આવેલ તમામ ફંડની જાળવણી તથા તમામ ફંડને લગતી કેશબુક, પાસ બુક અને ચેકબુકની સલામતી કસ્ટડી તથા તેને નિભાવવાની તથા તેને અઘ્યતન રાખવાની જવાબદારી બાબત.
-
દર મહિને બેન્ક પાસ બુક અને કેશબુકનુ મેળવણુ કરી એકાઉન્ટ અધિકારીની સહી મેળવવાની જવાબદારી બાબત.
-
સૈનિક આરામ ગૃહ અને હોસ્ટલ સહિત તાબાની કચેરીના ખર્ચ પત્રકની જાળવણી તથા વિવિધ કલ્યાણ યોજનાઓના અમલી કરણ તથા સૈનિક આરામ ગૃહ અને હોસ્ટેલના ખર્ચ માટે ફંડની ફાળવણી કરવા બાબત.
-
તમામ એકાઉન્ટસ અને ફંડનુ ઓડીટ કરાવવાની તથા ઓડીટના વાંધાઓની સમયસર પુર્તતા કરાવવાની તથા કચેરીઓના ઓડીટ પેરા તેમજ ફલેગ ડે ફંડ સબંધી વિવિધ કલેકટર કચેરીઓના ઓડીટ પેરાની પુર્તતા કરાવવાની જવાબદારી બાબત.
-
જુના ઓડીટ પેરાની પુર્તતા કરવા ખાસ કામગીરી હાથપર લેવાની જવાબદારી.
-
કચેરીના બજેટ બાબતની રજુઆત સમયસર કરવાની જવાબદારી અને નિયામક કચેરીએ એકાઉન્ટ ઘ્વારા તમામ હેડ નીચે બજેટનુ સબ એલોટમેન્ટ કરી તેના ખર્ચ પત્રકની જાળવણી કરવા બાબત.
-
ખર્ચ પત્રકનુ મેળવણુ પીએઓ/ ટ્રેઝરી કચેરી અને એકાઉન્ટ જનરલની રાજકોટની કચેરી સાથે (જે લાગુ પડતે) કરવા બાબત.
-
કેન્દ્રીય સૈનિક બોર્ડ પાસેથી પ૦% ખર્ચના હિસ્સાની એડવાન્સ રકમ મેળવવા તથા એકાઉન્ટ ના ફાયનલાઈઝેસનની કામગીરી પુરી થયા પછી બાકીના હિસ્સાની રકમ મેળવવા જરૂરી કાગળ અને દસ્તાવેજ સમયસર મોકલવાની નિયામક કચેરીએ એકાઉન્ટ ઘ્વારા કામગીરી થવા બાબત.
-
સશસ્ત્ર દળોના ઘ્વજદિનની ઉજવણી માટે અગાઉથી આયોજન કરી તેમાટે સમયસર પ્રચાર સાહિત્ય તથા ફલેગ તેમજ કાર ફલેગની મેળવવાની કામગીરીનુ આયોજન તથા આ પ્રચાર સાહિત્ય તથા ફલેગ તેમજ કાર ફલેગનુ વિતરણ તમામ કલેકટર કચેરીઓમાં સમયસર કરવા બાબત.
-
સશસ્ત્ર દળોના ઘ્વજદિન ભંડોળને સ્વીકારી તેને બેન્ક/ ટ્રેઝરીના ખાતામાં જમા કરાવી તેની પહોંચ મોકલાવવાનુ કામ તથા જિલ્લા દ્રારા ઘ્વજદિન ભંડોળની માહિતી જાળવવા બાબત.
-
ઘ્વજદિનની આવક તથા અન્ય નાણાકીય આવકની પાવતી બુકોની પુર્ણ વિગત દર્શાવતુ સ્ટોક રજીસ્ટર જાળવવા બાબત.
-
વિવિધ ખાતાઓ માટે મેળવેલ ચેકબુકનુ રજીસ્ટર નિભાવવા બાબત.
-
તિજોરી નિયમ મુજબ કેશબુક રાખવાની અને નાણા સ્વીકાર તથા ચુકવણીની તમામ લેવડ દેવડ થાય કે તરત જ તેની નોંધ તેજ દિવસે કેશબુકમાં કરી પ્રત્યેક તારીખે તારીખ કાઢી અને હિસાબની ચોકસાઈ રાખવાની સંપુર્ણ જવાબદારી રોજમેળમાં નાણા લીધા વગર હિસાબ બહાર રાખવાથી કે પછી નાણા કેશબુકમાં મોડા જમા લેવાય તો પણ ઉચાપતને લગતા ગુના બને છે માટે આવી બેદરકારી ન થાય તેની ખાસ કાળજી લેવાની અંગત જવાબદારી.
-
બિન સરકારી નાણા સરકારના નાણા સાથે ભેગા ન થાય તેવી સાવચેતી રાખવાની જવાબદારી અને બિન સરકારી નાણા સબંધીત સંસ્થાઓને વિના વિલંબે મોકલી દેવા અંગેની કાર્યવાહી કરવાની જવાબદારી.
-
નવી વસ્તુ ખરીદવામાં આવે ત્યારે તે વસ્તુની નોંધ ડેડ સ્ટોક રજીસ્ટરમાં કરેલ છે તે મુજબનુ પ્રમાણ પત્ર કન્ટીજન્ટ બિલ પર આપેલ છે તેની ખાત્રી કરવાની જવાબદારી તદ ઉપરાંત ખરીદેલ જથ્થો યોગ્ય સ્ટોક રજીસ્ટરમાં નોંધવામાં આવેલ હોવાના પ્રમાણ પત્રની ચકાસણી કર્યા બાદ જ ખર્ચના હિસાબ અંગેની ચુકવણી થાય તે જોવાની જવાબદારી.
|
|