સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

ચાલુ સેવામાં મૃત્યુ પામેલ/સ્વ સૈનિકના પત્નીને મકાન

7/2/2025 7:52:11 PM

૧૧.   મીલીટરી સેવાકાળ દરમ્યાન અવસાન પામતા સૈનિકો/અધિકારીઓના ધર્મપત્નિઓને મકાન માટે ઉચ્ચક સહાય @ રૂ. .0 લાખ.

પાત્રતાના નિયમો :-  

(૧)    તેણીના નામે હોય તેવા જૂના મકાનમાં મરામત/સુધારા-વધારા કરવા, જૂનું/નવું મકાન ખરીદવા, તેણીના નામના પ્લોટ પર નવું મકાન બાંધવા કે મકાન માટે પ્લોટ ખરીદવા આ સહાય મળવાપાત્ર છે. 

(૨)    કોઇ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

 (૩)    સેવારત સૈનિકના અવસાન થયાના પાંચ વર્ષના સમયગાળામાં કરવામાં આવેલ અરજી માન્ય       ગણાશે.  આ હેતુ માટે છેલ્લી તારીખ કચેરીમાં અરજી ઇનવર્ડ થયા તારીખ ગણાશે (આ સહાય તા. ૨૭ ઓકટોબર ૨૦૦૫ થી અમલમાં છે).

(૪)    સ્વ. સૈનિક ગુજરાતના મૂળ વતની હોવા જોઇએ અથવા અવસાન થયાની તારીખે      ગુજરાતના ડોમીસાઇલ હોવાનુ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.

(૫)    અન્ય જગ્યાએથી મળેલ મકાન સહાયની રકમ રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મળવાપાત્ર રકમ માંથી બાદ કરી બાકી રહેતી રકમ મંજૂર થવા પાત્ર છે.

(૬)    મકાન ખરીદી/મરામત ખર્ચની રકમ અથવા રૂ. ૧,૫૦,૦૦૦/-, બેમાંથી જે રકમ ઓછી   હશે તે       મળવાપાત્ર છે.

(૭)    સહાયની અરજીની તારીખે જે દર હશે તે મળવાપાત્ર છે.       

    

અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-

જૂના મકાનમાં મરામત/સુધારા-વધારાના કેસમાં :-

  • અરજદારની અરજી (પરિશિષ્ટ-).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • સ્વ. સૈનિકના રેકોર્ડ ઓફ સર્વિસની નકલ.
  • સ્વ. સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર.
  • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
  • પંચક્યાસ.
  • કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
  • ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
  • બેંક ખાતાની વિગત.
  • અરજદારના નામે મકાન હોવાનો પુરાવો.
  • મહાનગર/નગર પાલીકા/પંચાયત દ્વારા મકાનનો મંજૂર કરેલ નકશો.
  • કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી અને ખર્ચની વિગત અને ચુકવવામાં આવેલ રકમની તમામ અસલ રસીદો.                 

જૂનું/નવું મકાન ખરીદીના કેસમાં :-

  • અરજદારની અરજી (પરિશિષ્ટ-).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • સ્વ. સૈનિકના રેકોર્ડ ઓફ સર્વિસની નકલ.
  • સ્વ. સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર.
  • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
  • પંચક્યાસ.
  • કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
  • ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
  • બેંક ખાતાની વિગત.
  • મહાનગર/નગર પાલીકા/પંચાયત દ્વારા મંજૂર સ્કીમ/મકાનનો નકશો.
  • મકાન માલિક/બીલ્ડરને ચુકવવામાં આવેલ રકમની તમામ અસલ રસીદો.
  • મકાન દસ્તાવેજની નકલ.
  • ઇન્ડેક્ષ-૨ ની નકલ.                     

 

પોતાની માલીકીના પ્લોટ પર નવું મકાન બાંધવાના કેસમાં :-

  • અરજદારની અરજી (પરિશિષ્ટ-).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • સ્વ. સૈનિકના રેકોર્ડ ઓફ સર્વિસની નકલ.
  • સ્વ. સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર.
  • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
  • પંચક્યાસ.
  • કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
  • ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
  • બેંક ખાતાની વિગત.
  • અરજદારના નામે પ્લોટ હોવાનો પુરાવો.
  • એન્જીનીયર દ્વારા તૈયાર કરેલ મકાન  પ્લાન.  
  • મહાનગર/નગર પાલીકા/પંચાયત દ્વારા મકાનનો મંજૂર કરેલ નકશો.
  • કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી અને ખર્ચની વિગત અને ચુકવવામાં આવેલ રકમની તમામ અસલ રસીદો.           

 

મકાન માટે પ્લોટ ખરીદીના કેસમાં :-

  • અરજદારની અરજી (પરિશિષ્ટ-).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • સ્વ. સૈનિકના રેકોર્ડ ઓફ સર્વિસની નકલ.
  • સ્વ. સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર.
  • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
  • પંચક્યાસ.
  • કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
  • ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
  • બેંક ખાતાની વિગત
  • મહાનગર/નગર પાલીકા/પંચાયત દ્વારા મંજૂર સ્કીમ/પ્લોટનો નકશો.
  • પ્લોટ/સ્કીમના માલિકને ચુકવવામાં આવેલ રકમની તમામ અસલ રસીદો.
  • દસ્તાવેજની નકલ.
  • ઇન્ડેક્ષ-૨ ની નકલ.                     

 

 

સ્વ. સૈનિક/અધિકારીના ધર્મપત્નિને મકાન માટે ઉચ્ચક આર્થિક સહાય મેળવવા માટેની અરજીનો નમૂનો

 

                                    પ્રેષક

                                    આશ્રિત ઓળખપત્ર ક્રમાંક :જીયુજે/    /............                                    શ્રીમતી ............................................W/o                                                   સ્વ. સૈનિક/અધિકારી નં ..................................  

                                    રેંક............નામ ...............................................                                   સરનામુ :- .......................................................                                                          

.......................................................................                                                   મો/ઇ-મેલ......................................................                                                   તારીખ : ......./......./................

પ્રતિ,

જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી

જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી,  

.......................................

 

વિષય : મકાન માટે ઉચ્ચ્ક આર્થિક સહાય મળવા બાબત

સાહેબશ્રી,

૧.    જય ભારત સાથે સવિનય જણાવવાનું કે મારા પતિશ્રી નં                   રેન્ક         નામ                                 ભારતીય સેનામાં તા.              ના રોજ ભરતી થયેલ અને ચાલુ સેવાએ તા.                 નો રોજ તેમનું અવસાન થયેલ.

૨.    આથી હું જાહેર કરું છું કે (લાગુ હોય તે þ કરવું અને ન લાગુ પડતું છેકી નાખવું) :

      (અ)   સમારકામ કરાવેલ જુનું મકાન મારા નામે છે અને અમે જાતે તેનો વપરાશ કરીએ

છીએ.

      (બ)   ખરીદેલ જુના/નવા મકાન/પ્લોટનો દસ્તાવેજ મારા નામનો છે.    

૩.    રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા સ્વ. સૈનિકના ધર્મપત્નીને મકાન/પ્લોટ ખરીદવા/સમારકામ માટે આપવામાં આવતી ઉચ્ચક આર્થિક નિભાવ સહાય મને મળે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.  સદરહુ સહાય મેળવવા માટે નીચે મુજબના આધાર પુરાવાઓ બે નકલમાં આ સાથે સામેલ છે :-

      (અ)   સ્વ. સૈનિકના સર્વિસ રેકર્ડની નકલ અને અરજદારનું ઓળખપત્ર. 

(બ)   નિયમ ૧૦ મુજબ લાગુ પડતા દસ્તાવેજો.

(ક)    ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).   

      ()    આધાર કાર્ડ.

 

 

 

 

આભાર સહ,                                       આપનો/આપની વિશ્વાસુ,

                                                (અરજદારની સહી/અંગુઠાનુ નિશાન)