સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

બહાદુરી પદકથી સન્માનીત ગુજરાતના શૂરવીર સૈનિકો

5/26/2020 2:35:31 AM
   

બહાદુરી પદકથી સન્‍માનિત ગુજરાતના શૂરવીર સૈનિકો 

અશોકચક્ર
અઘોષિત યુદ્ધ કે શાંતિકાળ દરમિયાન પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ વીરતા / સાહસ / ઉચ્ચકોટીનાં શૌર્ય માટે શાંતિકાળમાં અપાતો સર્વોચ્ચ બહાદુરી પદક

બહાદુરી પદકથી સન્‍માનિત નિવાસી વિગત વર્ષ

સેકંન્ડ લેફ્ટનન્‍ટ (હાલ મેજર જનરલ )
સી.એ.પીઠાવાલા
(૧૭ જમ્મુ અને કાશ્મીર રાયફલ્સ)
નવસારી

૬ જુલાય ૧૯૮૧ ના રોજ મણીપુરમાં સશત્ર ઉગ્રવાદીઓને જબ્બે કરવાની કાર્યવાહી દરમ્યાન ગંભીરરુપે ઘાયલ થવા છતા, અથડામણની જગ્યા છોડવા તૈયાર થયા નહીં અને સંપુર્ણ કાર્યવાહી પુરી થયા સુધી જાનના જોખમે પોતાની તુકડીનુ નેત્રુત્વ કરતા રહ્યા. આ અથડામણ દરમ્યાન સાત સશત્ર ઉગ્રવાદીઓને મારી ભારે માત્રામાં હથીયાર અને દારુગોળો કબ્જે કરવામાં પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ વીરતા / સાહસ / ઉચ્ચકોટીનાં શૌર્ય માટે

૧૯૮૧

 

મહાવીર ચક્ર
દુશ્‍મનો સામે પ્રદર્શિત અતિઅસાધારણ બહાદુરી માટે.
યુદ્ધ દરમિયાન અપાતો બીજા ક્રમનો બહાદુરી પદક

બહાદુરી પદકથી સન્‍માનિત નિવાસી વિગત વર્ષ


લે. કર્નલ (પાછળથી બ્રિગેડિયર) મદનમોહન સિંહ બક્ષી (નિવૃત્ત)

મૂળ હરિયાણા-હાલ વડોદરામાં સ્થાયી થયેલા છે. ૧૯૬૫ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ બહાદુરી માટે.   ૧૯૬૫


મેજર પાછળથી કર્નલ ધરમવીર સિંહ (નિવૃત્ત)

મૂળ હરિયાણા-હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા છે. ૧૯૭૧ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ બહાદુરી માટે.   ૧૯૭૧

 

કીર્તિ ચક્ર
અઘોષિત યુદ્ધ કે શાંતિકાળ દરમિયાન પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ બહાદુરી માટે
શાંતિકાળમાં અપાતો બીજા ક્રમનો બહાદુરી પદક

બહાદુરી પદકથી સન્‍માનિત નિવાસી વિગત વર્ષ
વોરન્ટ ઓફિસર (ઓનરરી ફ્લાઈંગ ઓફિસર) સ્વર્ગસ્થ એમ. પી. પુરી મૂળ પંજાબના સ્વ.નાં પત્ની વડોદરામાં સ્થાયી થયેલાં છે.

એર ફોર્સના આદમપુર બેઝમાં લાગેલી ભીષણ આગ દરમિયાન પ્રદર્શિત કરેલ અતિઅસાધારણ બહાદુરી માટે

૧૯૭૦


કેપ્ટન અજિતકુમાર એ.ઝાલા

મુ.ખાપત, તા. ઉના, જિ.જુનાગઢ સ્પેશિયલ ફોર્સ,૨ પેરાશુટ રજિમેંટના કમાન્ડો અધિકારી કેપ્ટન ઝાલાને તા.૦૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં આતંકવાદી વિરોધી કાર્યવાહીના ઓપરેશનની કામગીરી સોંપવામાં આવી હતી. પોતાના ૧૧ માણસોની ટીમ સાથે જમ્મુ કાશ્મીરના જંગલમાં આતંકવાદીઓ સામેની મૂઠભેડ દરમ્યાન ત્રણ   આતંકવાદીઓને તેઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા અને આ કાર્યવાહી દરમ્યાન તેઓએ પ્રદર્શીત કરેલી વિરતા /સાહસ/ઉચ્ચ કોટિના શૌર્ય માટે તેઓને “કીર્તિ ચક્ર” પ્રદાન કરવામાં આવેલ છે. ૨૦૦૮

 

વીરચક્ર
શત્રુની સમક્ષ પ્રદર્શિત અસાધારણ બહાદુરી માટે
યુદ્ધ દરમિયાન અપાતો ત્રીજા ક્રમનો બહાદુરી પદક

બહાદુરી પદકથી સન્‍માનિત નિવાસી વિગત વર્ષ


મેજર સ્વર્ગસ્થ       એમ. એ. શેખ(મરણોપરાંત)

માંગરોળ, સ્વ.નાં પત્ની ગાંધીનગરમાં સ્થાયી થયેલાં છે.
૧૯૬૫ના યુધ્ધમાં શત્રુ સામે અસાધારણ બહાદુરી સાથે લડતા તેઓએ રણક્ષેત્રમાં પોતાના પ્રાણની આહુતી આપી. યુધ્ધમાં શત્રુસામે પ્રદ્ર્શીત કરેલી તેઓની અસાધારણ બહાદુરી અને નેત્રુત્વ માટે તેઓને મરણોપરાંત વીરચક્રથી સન્માનીત કરાયા.
૧૯૬૫
ફ્લાઈટ લેફ્ટનન્‍ટ (પાછળથી ગ્રૂપ કેપ્ટન) એન. જુર્નારકર (નિવૃત્ત) વડોદરા ૧૯૭૧ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અસાધારણ બહાદુરી માટે ૧૯૭૧


ગ્રૂપ કેપ્‍ટન (પાછળથી એરકોમોડોર) આર. એ. વેઇર

અમદાવાદ ૧૯૭૧ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અસાધારણ બહાદુરી માટે ૧૯૭૧


લેફ્ટનન્‍ટ (પાછળથી બ્રિગેડિયર) સ્વર્ગસ્થ એન. એ. સાલીક

અમદાવાદ ૧૯૭૧ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અસાધારણ બહાદુરી માટે ૧૯૭૧


મેજર (પાછળથી લેફ્ટનન્‍ટ કર્નલ)  સ્વર્ગસ્થ પી. કે. ચેટરજી

મૂળ બિહારના, સ્વ.નાં પત્ની વડોદરામાં સ્થાયી થયેલાં છે. ૧૯૭૧ની લડાઈમાં દુશ્‍મનો સામે પ્રદર્શિત કરેલ અસાધારણ બહાદુરી માટે ૧૯૭૧

 

શૌર્યચક્ર
અઘોષિત યુદ્ધ કે શાંતિકાળ દરમિયાન પ્રદર્શિત કરેલ અસાધારણ બહાદુરી માટે.
શાંતિકાળમાં અપાતો ત્રીજા ક્રમનો બહાદુરી પદક

બહાદુરી પદકથી સન્‍માનિત નિવાસી વિગત વર્ષ

પેટી ઓફિસર    એમ.વી. પટેલ

ગામ- કાનપુરા, તા- મહેસાણા

૧૯૭૧ ના યુદ્ધ દરમિયાન અરબી સમુદ્રમાં તૈનાત થયેલ પોતાના યુદ્ધ જહાજમાં બોઇલર રૂમમાં અકસ્માતે ચોતરફ ફરી વળેલ વરાળની ભીષણ ગરમીમાં પોતાના જાનની પરવા કર્યા વગર, તમામ આપાત કન્ટ્રોલ વાલ્વ બંધ કરવાથી અસાધારણ બહાદુરી માટે જેમા તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા.

૧૯૭૧

કેપ્ટન
(પાછળથી પ્રાદેશિક સેનાના મેજર)    જે.પી.એસ.જાડેજા
મોરબી

વાંકાનેર રેલવે સ્ટેશન પર ફરજ પરના પોલીસમેન પર જાન લેવા હુમલો કરનાર અસામાજિક તત્ત્વોને પકડવા બતાવેલ અસાધારણ બહાદુરી માટે

૧૯૮૪


સિપાહી સ્વર્ગસ્થ વિજય મોજીદ્રા (મરણોપરાંત)

જૂનાગઢ
તા. ૨૭ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ સિમાપર ગુમ થયેલ લેબર ટીમની શોધમાં તૈનાત કરાયેલ સર્ચ ટીમમાં તેઓ સામેલ હતા. આ સર્ચ ટીમ શત્રુ દ્વારા લગવાયેલા એંમ્બુસ માં ફસાતા થયેલ મુઠભેડ દરમ્યાન ટીમના કમાંન્ડર અધીકારીનુ મ્રુત્યુ થયુ. આ વખતે સર્ચ ટીમ આગળ ચાલતા સીપાહી મોજીદ્રાને પણ છાતીમાં ગોળી વાગવા છતાં, તેઓએ સર્ચ ટીમનુ નેત્રુત્વ કરતા આગળ વધ્યા અને શત્રુઓ પર હાથગોળથી પ્રહાર કર્યા. આ મુઠભેડ દરમ્યાન તેઓને માથા અને હાથ પર બીજી ગોળીઓ વગવાથી નિયંત્રણ સિમાપર તેઓએ છેલ્લો સ્વાસ લિધો. નિયંત્રણ સિમાપર શત્રુસામે પ્રદ્ર્શીત કરેલી અસાધારણ બહાદુરી માટે તેઓને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનીત કરાયા.

 

૧૯૯૩


હવાલદાર સ્વર્ગસ્થ રાઠવા ગોરધનભાઈ કલજીભાઈ (મરણોપરાંત)

ગામ-મોરાંગણા, તા.-ક્વાંટ
તા. ૦૪ જુન ૨૦૦૪ના રોજ, જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલીંગ ટીમનુ નેત્રુત્વ કરતી વખતે ઉગ્રવાદીઓ સાથે થયેલ મુઠભેડ દરમ્યાન, ઉગ્રવાદીઓની ભિસણ ગોળીબારી વચ્ચે, પોતાના જાનની પરવા કર્યા સિવાય તેઓ ઉગ્રવાદીઓ પર ધસી ગયા અને સ્વયંમ ગોળીઓથી ઘાયલ થયા હોવા છતા તેઓએ બે ઉગ્રવાદીઓને મોતના ઘાટ ઉતાર્યા. આ મુઠભેડમાં તેઓએ પોતાના પ્રાણનુ બલીદાન આપ્યુ. જમ્મુ કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સામે પ્રદ્ર્શીત કરેલી અસાધારણ બહાદુરી અને નેત્રુત્વ માટે તેઓને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનીત કરાયા
૨૦૦૪

 

સેના/ નૌસેના / વાયુસેના મેડલ
સશસ્ત્ર સેનામાં વ્‍યક્તિગત ઉદાહરણીય બહાદુરી પ્રદર્શિત કરવા માટે

બહાદુરી પદકથી સન્‍માનિત

નિવાસી

વર્ષ

હવાલદાર પ્રવીણસિંહ કે. ઝાલા

ગાંધીધામ

૧૯૬૯

સુબેદાર જટુભા ડી. ઝાલા

પેટલાદ

૧૯૭૦

વિંગ કમાન્‍ડર આર. જે. આંબેગાવકર

વડોદરા

૧૯૭૧

ગ્રેનેડિયર ભોઇ રમેશભાઈ ભૂલાભાઈ

સંતરામપુર,

૧૯૯૩

મેજર હરીશ પી. પટેલ

રાજકોટ

૧૯૯૬

સિપાહી નિનામા સોમાજી ગોમાજી, સેના મેડલ, (મરણોપરાંત)

ગામ- ગડી (વાંકડા), તા.-વિજયનગર

૧૯૯૭

સિપાહી ચંદુલાલ એલ. વણકર

નાન્‍દોજ, તા- ભીલોડા

૧૯૯૮

મેજર રાજપૂત સુરેન્‍દ્રસિંહ

અમદાવાદ

૧૯૯૯

ગ્રેનેડિયર વાઢિયા કીશોર પરબત, સેના મેડલ, (મરણોપરાંત)

ગામ-ફારેલ, તા. કુતિયાણા

૧૯૯૯

સિપાહી શૈલેશકુમાર કે. નિનામા, સેના મેડલ, (મરણોપરાંત)

મુ.- કંથારિયા, તા-વિજયનગર

૧૯૯૯

કેપ્ટન પ્રમોદ આર. અંબાસરા  

જામનગર

૨૦૦૦

પેટી ઓફિસર અશોકકુમાર શાન્તિલાલ પટેલ 

ગામ- રૂદાન, તા.-મહેમદાબાદ

૨૦૦૧

મેજર પી.જી. વાધેલા (નિવૃત્ત)

કોટ ગાંધડ

૨૦૦૧

ગ્રેનેડિયર ડડવાલ સંજીવ જશવંતસિંહ

ભૂજ

૨૦૦૫

હવાલદાર (હાલ નાયબ સૂબેદાર) બારીયા પર્બત જેઠા,સેના મેડલ -(૧૧ ગ્રેનેડિયર્સ)

મુ.સેવંત્રા, પોસ્ટ-ખાકી જલીયા, તા.ઉપલેટા, જી.રાજકોટ       

૨૦૦૭

સ્વ.સવાર ચૌધરી રાજેશકુમાર વિરસંગભાઈ, સેના મેડલ (મરણોપરાંત) -(આર્મડ કોર)

મુ./ પોસ્ટ-બાસણા, તા.વિસનગર, જી.મહેસાણા

૨૦૦૮

લેફ્ટનંટ ઋષિકેશ સંજય પુરાણીક, સેના મેડલ 
(ઈ.એમ.ઈ./૧૧ ગાર્ડસ )

મુ./પોસ્ટ-ઘોડાસર,જી.અમદાવાદ

૨૦૦૮

લાન્સ નાયક  પગી હિરાભાઇ શામ્ભાજી, 
સેના મેડલ – (૧૨ મહાર)

મુ.પોસ્ટ-ભીમપુરા,પોસ્ટ-વાત્રક કોલોની,તા.માલપુર,જી.સાબરકાંઠા

૨૦૦૯      

મેજર ઋષિકેશ રામાણી, 
સેના મેડલ (મરણોપરાંત) (૨૩ પંજાબ રેજીમેંટ )

એ-૭૬, વિક્રમ પાર્ક સોસાયટી, બજરંગ આશ્રમ સામે, ઠકકરબાપા નગર, અમદાવાદ- ૩૮૨૩૫૦

૨૦૦૯      

સિપાહી મહેશભાઇ ભીખાભાઇ પરમાર, 
સેના મેડલ (મરણોપરાંત) (૧૨ મહાર રેજીમેંટ )

મુ.પો. : વડગામ, તાલુકો : પાટડી, જિલ્લો : સુરેન્દ્રનગર

૨૦૦૯      

IC-66835 કેપ્ટન પટેલ કલ્પેશકુમાર બાબુભાઇ, સેના મેડલ (ગેલેંટ્રી)                   ( ASSAM REGT/59 RR)

ગામ- જુના દેવળીયા, તા. હળવદ, જિ. સુરેન્દ્રનગર

૨૦૦૯

નં.15168087 ગનર ફલટનકર દિવાકર દાદુરામ, સેના મેડલ (ગેલેંટ્રી) (મરણોપરાંત)     (ARTILLERY)

વતન- ૩૧,તુલસીભાઇ ચાલી, સલાટવાડા, પો.રાવપુરા, જિ. વડોદરા-૩૯૦૦૦૧  
હાલનુ સરનામું-એ-૪૨,ભગવતી નગર, અશ્વમેઘ હાઈસ્કુલ સામે, સીટી.એમ.ચાર રસ્તા, 
હાટકેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૨૬      

૨૦૦૯

IC-41214 મેજર જગમલ સિંહ વાઘેલા, શૌર્યચક્ર, સેના મેડલ(ગેલેંટ્રી)  (11 JAT)

ગામ- વાઘેલા ડેરોલ, વાયા- ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા, પીન-૩૮૩૨૭૫

૨૦૧૦

આઈસી- ૬૭૨૯૦ મેજર ત્રિવેદી જીગર ભરતકુમાર,સેના મેડલ (ગેલેંટ્રી)-(Engr Regt / 31 ASSAM Rifles)

એ-૬, આંગન એપાર્ટમેંટ, ફ્લેટ નં.૭, રતનનગર, સ્ટેશન રોડ, ભરૂચ

૨૦૧૧

આઈસી- ૬૭૨૯૦ મેજર ત્રિવેદી જીગર ભરતકુમાર,સેના મેડલ (ગેલેંટ્રી)-(Engr Regt / 31 ASSAM Rifles)

એ-૪, આધ્યપાર્ક કુટીર, પ્રતાપગંજ, વડોદરા

૨૦૧૨