સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

બાળકો માટે શિષ્યવૃત્તી અને સ્ટાઇપેન્ડ

7/7/2025 11:29:39 AM

૧૩.    પૂર્વ સૈનિકો /સ્વ. અધિકારી/પૂર્વ સૈનિકના ધર્મપત્નિઓનાં સંતાનો /સ્વ. અધિકારીના સંતાનો માટે શિષ્યવૃત્તિ, પ્રોત્સાહન ઇનામ અને હોસ્ટેલ ચાર્જ (વાર્ષિક ધોરણે).

 

શિષ્યવૃત્તિ, પ્રોત્સાહન ઇનામ અને હોસ્ટેલ ચાર્જના વાર્ષિક દર :-

ક્રમ     

અભ્યાસની વિગત

શિષ્યવૃત્તિની  રકમ    

પ્રોત્સાહન ઇનામ રકમ અને લાગુ ટકાવારી (રકમ રૂ.)

હોસ્ટેલ ચાર્જ (રકમ રૂ.)

૧.

ધોરણ ૧ થી ૧૦

૩૦૦૦/-         

૭૫૦/- (ધોરણ ૧૦ માં ૭૦% કે વધુ)  

  •  

૨.

ધોરણ ૧૧ થી ૧૨, પી.ટી.સી અને આઇ.ટી.આઇ 

૪૦૦૦/-

૭૫૦/- (પી.ટી.સી /   આઇ.ટી.આઇ  માં ૭૦% કે વધુ) ૯૦૦/- (ધોરણ ૧૨ માં ૭૦% કે વધુ)  

-

૩.

સ્નાતક (૦૩ વર્ષ), જેવા કે બી.એ, બીકોમ, બી.એસ.સી,   બી.સી.એ, એલ.એલ.બી, પી.જી.  ડીપ્લોમા (૦૨ વર્ષ), વગેરે.     

૫૫૦૦/-

૧૫૦૦/- (૬૦% કે વધુ)   

 

 

 

 

પુત્ર–  ૮૫૦૦/-

પુત્રી-૧૧૦૦૦/-  

 

૪.

પોલીટેકનીક ડીપ્લોમા

૬૦૦૦/-

૧૧૦૦/- (૭૦% કે વધુ)

૫.

પ્રોફેશનલ ડીગ્રી કોર્સીસ (૦૪ વર્ષ), જેવા કે BE, Medical/Para Medical અને તમામ અનુસ્નાતક           

૮૦૦૦/-

૨૦૦૦/- (૬૦% કે વધુ)

 

પાત્રતાના સામાન્ય નિયમો :-  

(૧)    અગાઉના શૈક્ષણિક વર્ષમાં પાસ કરેલ ધોરણ માટે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

(૨)    પૂર્વ સૈનિક/દિવંગત સૈનિક/અધિકારીના ધર્મપત્નિના પ્રથમ અને બીજા ક્રમના બે સંતાનો પુરતી મર્યાદિત રહેશે.  બીજા ક્રમના જોડીયા બાળકો હોય તેવા કેસમાં બંન્ને બાળકોને શિષ્યવૃત્તિ           મળવાપાત્ર થશે (આમ પ્રથમ ક્રમનુ એક અને બીજા ક્રમના જોડીયા, એમ     કુલ ત્રણ બાળકોને       શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે).  

(૩)    વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦/- અથવા તેનાથી ઓછી હોય તેવા પૂર્વ સૈનિક પાત્રતા ધરાવે        છે, જ્યારે દિવંગત સૈનિક/અધિકારીના ધર્મપત્નિ માટે આવક મર્યાદા નથી.

(૪)    શૈક્ષણિક સંસ્થા કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી દ્વારા માન્યતાપ્રાપ્ત હોઇ જોઇએ.  તેમ છતાં, ઘેર     બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (External Students) ને શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર નથી.

 (૫)    જિ.સૈ.ક. અને પુ. કચેરી સ્તરે અરજી સ્વીકારવા માટેની છેલ્લી તારીખો :

                (અ)    ધોરણ ૧ થી ૯ અને ૧૧         -  ૩૧ ઓક્ટોબર.

                (બ)    ધોરણ ૧૦ અને ૧૨             -  ૩૦ નવેમ્બર.

                (ક)     આઇટીઆઇ/ડીપ્લોમા/સ્નાતક/ -  ૩૧ ડિસેમ્બર. 

                        અનુસ્નાતક 

(૬)    મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ   પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નિના નામનું હોવું જોઇએ અને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા       બાદ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે (પશ્ચાદ અસરથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી).  સંતાનના         ડોમીસાઇલ પ્રમાણપત્ર આધારે સ્કોલરશીપ મળવાપાત્ર થતી નથી.

(૭)    કેન્દ્રિય સૈનિક બોર્ડ અથવા રાજ્ય સૈનિક બોર્ડ, કોઇ એક જગ્યાએથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. અન્ય જગ્યાએથી શિષ્યવૃત્તિ મળતી હોય તો તે બાદ કરીને બાકીની રકમની જિ.સૈ.ક.અને         પુ. કચેરી દ્વારા મંજૂર કરવાની રહેશે.

(૮)    ગત વર્ષમાં પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની સ્વ.પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ જોડવી.     જેમાં સેમેસ્ટર પધ્ધતિ હોય તેમાં ગયા બે સેમેસ્ટર પાસ કર્યાની માર્કશીટ અથવા પ્રમાણપત્ર      જોડવાનું રહેશે. ઓન લાઇન માર્કશીટ પણ માન્ય રહેશે.

(૯)     વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે કે હોસ્ટેલમાં પ્રવેશ ન મળવાથી કે સંસ્થામાં       હોસ્ટેલની સગવડ ન હોવાથી પોતાની રીતે વ્યવસ્થા કરીને રહે છે તે બાબતનો સબંધિત     સ્કુલ/કોલેજ ના પ્રિન્સીપાલશ્રીનો દાખલો લેવાનો રહેશે.

(૧૦)   સ્કોલરશીપના ફોર્મની સાથે જ હોસ્ટેલ ચાર્જની રકમ મેળવવાની અરજી કરવાની રહેશે.  

 (૧૧)   ફોર્મની ચકાસણી જિ.સૈ.ક. અને પુ. કચેરીના સ્તરે કરતી વખતે ધ્યાનમાં આવેલ ત્રુટીઓની અરજદારને જાણ કરતાં ૩૦ દિવસની સમય મર્યાદામાં તેની પુર્તતા કરી ફરીથી અરજી ફોર્મ    જિ.સૈ.ક. અને પુ. કચેરીમાં જમા કરવાનું રહેશે.  ૩૦ દિવસ પછી મળેલ ફોર્મ રદબાતલ ઠરશે.     (૧૨)   ફોર્મમાં માંગેલી પુરેપુરી વિગતો દરેક કોલમમાં ભરવી અધુરી વિગતો કે અધૂરા પ્રમાણપત્ર      સાથે આવેલ ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં.

(૧૩)   ફક્ત છાત્રાલયની રહેઠાણ ફી તથા જમવાના બીલનો સમાવેશ હોસ્ટેલ ચાર્જમાં કરવામાં આવશે (જીમખાના ફી,લાયબ્રેરી ફી કે અન્ય કોઇપણ પ્રકારની ફીનો સમાવેશ કરવામાં આવશે નહી).

(૧૪)   સરકારી/અર્ધસરકારી/ખાનગી સંસ્થામાં નોકરી કરતા પૂર્વ સૈનિકે, તેમની સંસ્થાના સંબધિત         અધિકારી પાસેથી ૧લી એપ્રિલ થી ૩૧મી માર્ચ સુધીનું સંબંધિત નાણાંકીય વર્ષનું પગાર/ભથ્થાની         વિગત સાથેનું આવક તથા તેમને બાળકોના અભ્યાસ માટે તે સંસ્થા દ્વારા સ્કોલરશીપ આપવામાં    આવે છે કે નહિ તે અંગેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. 

(૧૫)   નોકરી કરતા ન હોય તેવા પૂર્વ સૈનિકોએ ગત નાણાંકીય વર્ષની પેન્શન ઉપરાંતની આવક જેવી કે ખેતી ભાડાની સ્વરોજગારની કે અન્ય આવકનું પ્રમાણપત્ર મેળવી શિષ્યવૃત્તિના ફોર્મ સાથે        જોડવું.  અરજીફોર્મમાં બધી આવકની વિગત ભરી કુલ આવકને ફોર્મમાં દર્શાવેલ કોલમમાં ભરવાની      રહેશે.

(૧૬)   પેન્શન મેળવતાં પૂર્વ સૈનિકોએ પેન્શનનું પ્રમાણપત્ર નાણાંકીય વર્ષ ૧લી એપ્રિલ થી ૩૧મી         માર્ચ સુધીનું પેન્શન આપનાર બેંક કે તિજોરી કચેરી પાસેથી મેળવી સામેલ રાખવું.     

(૧૭)   કચેરીના સ્તરે નિયમોનુસાર ચુકવણી કરી કચેરી હુકમની એક નકલ નિયામકશ્રીને મોકલી આપવાની રહેશે.

       

        નોંધ : સેમીસ્ટર પધ્ધતિ વાળા અભ્યાસક્રમોમાં બેક લોગ (ATKT) હોય અને આગળના                 વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તો તે બાબતનું કોલેજનું બોનોફાઇડ પ્રમાણ પત્રના             આધારે શિષ્યવુતિ મળવાપાત્ર  ગણાશે.

     

ગુજરાત રાજ્યના માજી સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્ની/દિવંગત અધિકારીઓના ધર્મપત્નીના પ્રથમ બે ક્રમના શાળા/કોલેજમાં અભ્યાસ કરતા સંતાનો માટે શિષ્યવૃત્તિ/ સ્ટાઇપેંડ/હોસ્ટેલ ચાર્જ/કેશ એવાર્ડ મેળવવાનું અરજી ફોર્મ

 

 

      

   ૧.    પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નીની માહિતી

માજી/દિવંગત સૈનિકનો સર્વિસ નંબર, રેંક તથા નામ

:

 

 

 

દિવંગત સૈનિકના ધર્મપત્નીનું નામ

:

 

મોબાઇલ નંબર

:

 

ઇ-મેઇલ એડ્રેસ

:

 

સરનામું

:

 

 

માજી સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્નીનું ઓળખપત્ર ક્રમાંક અને તારીખ

:

 

 

 

ગુજરાતના વતની ન હોય તો ડોમીસાઇલ પ્રમાણપત્રના નંબર તથા તારીખ

:

 

 

 

બેંકનું નામ તથા સરનામું

:

 

 

 

બેંક ખાતા નંબર  ( IFSC Code No)

:

 

આધાર કાર્ડ નંબર

:

 

 

 

 

૨.  શાળા/કોલેજના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર

 

(ક)   આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, શ્રી/કુમારી ......................................................અભ્યાસ    કરતા સંતાનનું નામ લખવું ) મા.સૈ. શ્રી ............................................................... .....ના પુત્ર/પુત્રી છે.        તેઓ શૈક્ષણિક વર્ષ .............................. દરમ્યાન આ શૈક્ષણિક સંસ્થામાંથી ધોરણ....................માં અભ્યાસ       કરેલ  છે.  આ શૈક્ષણિક સંસ્થા દ્વારા તેઓને કોઇ પણ  આપવામાં આવેલ નથી અથવા  રકમ  રૂ. ............................ આપવામાં આવેલ છે.

  

    (ખ)    આ સંસ્થાના રેકર્ડ મુજબ વિદ્યાર્થીની જન્મ તારીખ ...................................  છે.

 

 

 

સ્થળ   :                                         શાળા/કોલેજ આચાર્યશ્રીની સહી તથા સિક્કો

 

તારીખ :                      

 

.      ડિપ્લોમાં કે ડીગ્રી એન્જીનીયરીંગ, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક કે હોમિયોપેથીક, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પોતાના માતા-પિતાનું ઘર ન હોય તેવા શહેરમાં,  હોસ્ટેલમાં રહી ભણતા સંતાનોને હોસ્ટેલ ચાર્જની આંશિક રકમ પરત મેળવવા બાબત (લાગુ પડે તેમણે જ ભરવું)

 

સંતાન હોસ્ટેલમાં રહી અભ્યાસ કરેલ છે ? (જો હા, તો હોસ્ટેલના નામ તથા સરનામા બાબતે પ્રિન્સીપાલનો અસલ દાખલો જોડવો)

 

હોસ્ટેલમાં મળવાપાત્ર ફક્ત રહેઠાણ ફી તથા જમવાનો થયેલ ખર્ચની રકમ (વિગતવાર)

 

કોલેજ સંચાલિત હોસ્ટેલમાં એડમીશન ન મળવાને કારણે સંતાન અન્ય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરેલ છે ? જો હા, તો હોસ્ટેલનું નામ તથા સરનામા બાબતે પ્રિન્સીપાલનો અસલ દાખલો જોડવો.

 

 

લાભ લેનાર સંતાનને અન્ય સંસ્થા/રાજ્ય/કેન્દ્ર સરકાર તરફથી અન્ય શિષ્યવૃત્તિ મળેલ છે કે              નહિ ? હા કે ના (જો હા તો સંસ્થાનું નામ તથા મળતી રકમ)

 

 

 

નોંધ : હોસ્ટેલ ચાર્જ  માટે પ્રિન્સીપાલનો દાખલો  (કોલેજની હોસ્ટેલમાં અથવા પોતાની મેળે વ્યવસ્થા કરેલ  જોડવાનો રહેશે. 

 

.    સરકારી/અર્ધ સરકારી/બેંક વિગેરેમાં નોકરી કરતા માજી સૈનિકો માટે કચેરીના વડાનું આવક અંગેનું પ્રમાણપત્ર

 

        આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી ................................................................................ આ કચેરીમાં ફરજ બજાવે છે.  તેઓની ગત નાણાંકીય વર્ષ તા. ૦૧ એપ્રિલ ............ થી ૩૧ માર્ચ ........ સુધીના પગાર અને તમામ ભથ્થાઓ સાથે કુલ વાર્ષિક આવક રૂ. ......................... ની છે.  આ સંસ્થા દ્વારા તેઓને શિષ્યવૃત્તિની રકમ રૂ. ........................ આપવામાં આવેલ છે /આવેલ  નથી.

 

 

સ્થળ   :

તારીખ :                                               કચેરીના વડા/મેનેજરની સહી તથા સિક્કો

 

 અથવા

 

પ્રમાણપત્ર

 

૫.      નોકરી/ધંધો ન કરતા હોવાનું સ્વ-પ્રમાણપત્ર

 

        હું આથી જાહેર કરું છું કે મે તા. ૦૧ એપ્રિલ ...................... થી ૩૧ માર્ચ ......................... સુધીના સમય દરમ્યાન,  કોઇપણ સરકારી, અર્ધસરકારી, ખાનગી કે જાહેર સંસ્થામાં નોકરી કરી નથી તેમજ વેપાર, ધંધા, સ્વ. રોજગાર કે ખેતીની વધારાની આવક મેળવેલ નથી.  ગત નાણાંકીય વર્ષમાં મારી પેન્શન સિવાયની બીજી કોઇ આવક ન હતી.  આ પ્રમાણપત્ર હું મારા બાળકોને શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે આપુ છું જે સાચુ છે.  મને જાણ  છે કે ખોટુ સ્વ-પ્રમાણપત્ર આપવું એ ગુનો છે અને સજાને પાત્ર છે.

 

 

૬.      મારી આવકની વિગત નીચે મુજબ છે (દિવંગત સૈનિકના ધર્મપત્નીને લાગુ પડતું નથી)

 

હાલની નોકરીના પગાર અને તમામ ભથ્થા સાથેની વાર્ષિક આવક

રૂ.

ખેતીની/સ્વરોજગાર/અન્ય આવક

રૂ.

પેન્શનની વાર્ષિક રકમ

રૂ.

તમામ મળી કુલ વાર્ષિક આવક

રૂ.

 

 

૭.      મેં પ્રધાનમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અરજી કરેલ નથી અથવા અથવા મેં પ્રધાનમંત્રી મેરીટ સ્કોલરશીપ યોજનામાં અરજી કરેલ છે.  આ શિષ્યવૃત્તિ મંજૂર થયે તેની જાણ મારી જી.સૈ.ક. અને પુ. કચેરીને કરીશ તેમજ તેમણે ચુકવેલ રકમ પરત કરીશ.

 

 

૮.      મારી ઉપરોક્ત માહિતી સાચી છે જે બાબતની ખાત્રી આપું છું અને નીચે મુજબના પ્રમાણપત્ર             બીડેલ છે :-

(ક)     માર્કશીટની સ્વપ્રમાણિત નકલ તથા સેમીસ્ટર પધ્ધતી હોય તેમાં ગયા બે સેમીસ્ટર પાસ કર્યાની માર્કશીટની નકલ.

(ખ)    આવકનો દાખલો તલાટી કમ મંત્રી/સરપંચ/નગર સેવક/મ્યુનિસીપલ કાઉન્સલર પાસેથી મેળવેલ (અસલ).

        (ગ)    હોસ્ટેલમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા ન હોય તો તે બાબતનું કોલેજ દ્વારા આપેલ      પ્રમાણપત્ર.

        (ઘ)    બેંકની  પાસ બુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.

        (ચ)    પૂર્વ સૈનિક/દિવંગત સૈનિકના ધર્મપત્ની ગુજરાતના વતની ન હોય તો ડોમીસાઇલ         પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ.

 

 

 

 

તારીખ :                                               સ્વ-પ્રમાણપત્ર સહી કરનાર પૂર્વ સૈનિક/

                                                                દિવંગત સૈનિકના ધર્મપત્ની

 

(સંબંધિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભરવાની વિગત)

 

૧.      ઉપરોક્ત અરજદારની અરજી તથા દસ્તાવેજોની ચકાસણી મુજબ અભ્યાસ કરતા અરજદારનાં સંતાનો પહેલા બે ક્રમના છે તથા અરજદારની આવક ત્રણ લાખથી ઓછી છે.  ઉપરોક્ત તમામ વિગતો મે જાતે તપાસેલ છે જેના આધારે અરજદારને નીચે મુજબ સ્કોલરશીપ/સ્ટાઇપેંડ/પ્રોત્સાહન ઇનામ/હોસ્ટેલ ચાર્જની રકમ મળવાપાત્ર થાય છે.

શિષ્યવૃત્તિ /  સ્ટાઇપેંડની રકમ

પ્રોત્સાહન ઇનામ

(શિષ્યવૃત્તિના પ્રવર્તમાન નિયમો મુજબ)

હોસ્ટેલ ચાર્જની રકમ

 

કુલ રકમ

 

 

 

 

 

 

 

 

(રકમ શબ્દોમાં ....................................................................................................................................................)

 

 

તારીખ :                                                       અરજીની ચકાસણી કરનાર ક.વ્ય./

                                                                નિયુક્ત કરાયેલ કર્મચારીની સહી’

 

 

ભલામણ કરનાર કચેરીના સિનીયર કર્મચારી

 

        ઉપરોક્ત અરજદારની અરજી તથા સંલગ્ન દસ્તાવેજો તપાસતાં બરાબર માલુમ પડે છે અને અરજદારને ઉપરોક્ત રકમ ચુકવવા પાત્ર છે.

 

 

તારીખ :                               કચેરીના સિનીયર કર્મચારી/સિ.કા./મુ.કા./ક.અ.

 

 

 

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની મંજૂરી

 

        ઉપરોક્ત અરજદારની અરજી તથા સંલગ્ન દસ્તાવેજો તપાસતાં બરાબર જણાય છે. તેથી નિયમોનુસાર અરજદારને  રૂ. ....................... ની સ્કોલરશીપ/સ્ટાઇપેંડ/પ્રોત્સાહન ઇનામ/હોસ્ટેલ ચાર્જની રકમ મંજૂર કરવામાં આવે છે.

 

 

 

તારીખ :                                       જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ

                                                        અધિકારીની સહી