સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

અંતીમ સંસ્કાર કરવા

7/7/2025 1:58:50 PM

૧૨.    પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારી તથા સ્વ. પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારીના ધર્મપત્નિના અંતિમ સંસ્કાર  કરવા ઉચ્ચક સહાય @ રૂ. ૧૦,૦૦૦/-.

 

પાત્રતાના સામાન્ય નિયમો :-

(૧)    કોઇ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

 (૨)    આર્મી વેલફેર ફંડ માંથી, કેંન્ટીન ફંડ માંથી મળવા પાત્ર મૃત્‍યુ સહાય ને ધ્યાનમાં લીધા સિવાય રાજ્ય સૈનિક બોર્ડ તરફથી આ સહાય આપવામાં આવશે.

(૩)    પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારી તથા સ્વ. પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારીના ધર્મપત્નિના મૃત્‍યુ થયાના એક વર્ષની સમય મર્યાદામાં આ સહાય મળવાપાત્ર છે.

(૪)    પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારીની હયાતી દરમ્યાન તેમના પત્નિનું અવસાન થાય તે કેસમાં       આ સહાય મળવાપાત્ર નથી.  

(૫)    પૂર્વ સૈનિક/નિવૃત્ત અધિકારીના અવસાનના કેસમાં તેમના ધર્મપત્ની અને સ્વ. પૂર્વ     સૈનિક/નિવૃત્ત અધિકારીના ધર્મપત્નીના અવસાન બાદ તેમના આશ્રીત દિકરા/દિકરી કે સંબધી જેઓએ અંતિમ સંસ્કાર ક્રિયા કરેલ હોય તેઓને આ સહાય મળવાપાત્ર છે.

(૬)    અરજદાર ગુજરાતના મૂળ વતની હોવા જોઇએ અથવા તેઓના પતિના અવસાન થયાની તારીખ પહેલાથી ગુજરાતના ડોમીસાઇલ હોવાનુ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.

(૭)    આધાર પુરાવાઓ મેળવી કચેરી સ્તરે જરૂરી હુકમ કરી આ સહાય જે તે લાભાર્થીને ચુકવવાની રહેશે.  કચેરી હુકમની એક નકલ નિયામકશ્રીની કચેરીએ જાણ સારૂ મોકલી આપવાની રહેશે.

 (૮)    લાભાર્થી ભારતીય સ્ટેટ બેંકનું ખાતું ધરાવતા ન હોય, પરંતુ અન્ય બેંકનુ ખાતું ધરાવતા     હોય તો અરજદારને એકાન્ટ પેયી ચેકથી સહાય ચુકવવાની રહેશે.

 

અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-

  • અરજદારની અસલમાં કચેરીમાં નોંધાયેલ અરજી (પરિશિષ્ટ-૧૧).
  • મૃત્યુ પ્રમાણપત્ર.
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • પૂર્વ સૈનિક/ધર્મપત્નીનું અસલ ઓળખપત્ર/FIR ની નકલ (ઓળખપત્ર ગુમ થયેલ હોય તો).
  • બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો).
  • નાણાં ચુકવ્યાની રસીદ.