સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

૪ (અ)લડાઈ, ઓપરેશન અને આંતકવાદ સામે લડતા

4/19/2024 4:30:32 AM

૫.    લડાઈ, ઓપરેશન કે આંતકવાદ વિરુધ્ધની સીધી મુઠભેડની કાર્યવાહીને કારણે કે જમીની સુરંગ કે બારૂદી વિસ્ફોટને કારણે  ઓપરેશનલ એરીયામાં શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિ નિભાવ સહાય (સહાય @ રૂ. ૧૮૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે લધુત્તમ રૂ. ૩૬૦૦/- તથા મહત્તમ રૂ. ૯૦૦૦/- પ્રતિ માસ 

 

પાત્રતાના સામાન્ય નિયમો :-

(૧)    લડાઈ, ઓપરેશન અને આંતકવાદ વિરુધ્ધની સીધી મુઠભેડની કાર્યવાહીને કારણે કે જમીની સુરંગ કે બારૂદી વિસ્ફોટને કારણે ઓપરેશનલ એરીયામાં શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ હોય (ઓછામાં ઓછી ૨૦% ક્ષતિગ્રસ્તતા).

(૨)    ઓપરેશન વિસ્તારમાં ફકત તૈનાત હોવાથી થયેલ માર્ગ અકસ્માત કે અન્ય પરોક્ષ       અકસ્માતના કારણે  થયેલ ક્ષતિગ્રસ્તને આવી સહાય મેળવવાને પાત્ર થશે નહી.

(૩)    આવક મર્યાદા કે વયમર્યાદા ધ્યાનમાં લેવાની નથી.

(૪)    કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની અન્ય કોઇ યોજના હેઠળ અથવા માન. મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળ માંથી સહાય મળે છે કે કેમ તે બાબતની ખાત્રી કરવી અને જો મળતી હોય તો, રાજ્ય       સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર સહાય માંથી આવી રકમ બાદ કરી બાકી રહેતી સહાયની રકમ ચુકવવાપાત્ર રહેશે.

(૫)    જો અરજદારે અગાઉ મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મેળવવા માટે અરજી કરી ન હોય તો અરજદાર પાસેથી અરજી મેળવી જરૂરી પુરાવાઓની ચકાસણી કરીને અલગ થી મોકલવાની રહેશે અને આ રીતે કચેરી દ્વારા રવાના કરાયેલ અરજીનો પત્રક્રમાંક માસિક નિભાવ સહાય દરખાસ્તમાં ટાંકવાનો રહેશે.

(૬)    અરજદારને પછીના તબ્બકે મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મંજુર કરવામાં આવે તો, જે મહિનાથી આવી સહાય મંજુર કરવામાં આવી હોય તે મહિનાથી રાજ્ય સૈનિક બોર્ડના નિયમ પ્રમાણે મળવાપાત્ર રકમમાંથી મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી મંજુર કરાયેલ રકમ બાદ કરી સહાય ચુકવવાની થશે. પરંતુ, જો મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી મંજુર થયેલ સહાય રાજ્ય સૈનિક બોર્ડની સહાયની બરાબર કે તેથી વધુ હશે તો જે મહિનાથી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મંજુર કરવામાં આવી હોય તે મહિનાથી રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મંજૂર થયેલ સહાય રદપાત્ર ઠરશે, જે બાબતની નોંધ જિ. સૈ. ક. અને પુ. અધિકારીશ્રીએ લેવાની રહેશે.

(૭)    આ સહાય મેળવતા માજી સૈનિકના અવસાન બાદ તેઓના ધર્મપત્નિને સહાય ચાલુ  રહેશે.

(૮)    અરજદારની અરજી કચેરીમાં મળ્યા/ઇનવર્ડ થયાની તારીખ પછીના મહિનાની પહેલી       તારીખથી સહાય મંજૂર સારૂ ભલામણ કરવાની રહેશે.

(૯)    આ સહાયની મંજુરી પાંચ વર્ષની મુદત માટે આપવામાં આવશે.

(૧૦)  મૂળ ગુજરાતના વતની ન હોય તેવા પરપ્રાન્તમાંથી આવી ગુજરાતના ડોમીસાઇલ બનેલ       પૂર્વ સૈનિક/સ્વ. પૂર્વ સૈનિકના આશ્રિતોને ડોમીસાઇલ પ્રમાણપત્ર મળ્યા બાદ સહાય મળવાપાત્ર       થશે (પશ્ચાત અસરથી સહાય કે લાભ મેળવવા પાત્ર થતો નથી).

(૧૧)  મીલીટરી મેડીકલ બોર્ડ દ્વારા અરજદારને અપાયેલ શારીરિક ક્ષતિની ટકાવારીના આધારે       કેસ ભલામણ કરવાનો રહેશે.

 (૧૨)  દર વર્ષની સમાપ્તિ પછી પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક-નમુના મુજબ મેળવી       બીજા/પછીના વર્ષની સહાય ચુકવવાની રહેશે.  પત્રક કચેરી સ્તરે કેસ ફાઇલમાં ફાઇલ કરી       આગળના વર્ષની ચુકવણી કરવાની રહેશે.

 (૧૩)  સહાય આગળ ચાલુ રાખવા રીન્યુ અરજી સહાયની અવધી પૂર્ણ થયાના બે મહિના પહેલા       મેળવી જરૂરી દરખાસ્ત મોકલી આપવાની રહેશે.

 (૧૪)  લાભાર્થીનું અવસાન પ્રથમ પખવાડીયામાં થાય તો અગાઉના મહિનાના છેલ્લા દિવસ  સુધી અને બીજા પખવાડીયામાં થાય તો પુરા મહિનાની સહાયની ચુકવણી કરવાની રહેશે.

           

નવી/રીન્યુ અરજી સાથે જોડવાના થતા દસ્તાવેજો/આધાર પુરાવાઓ :-

  • અરજદારની અરજી (પરિશિષ્ટ-૪).
  • ડોમીસાઇલ પ્રમાણપત્ર (લાગુ હોય તો).
  • પરિવારની હાલની સ્થિતિ દર્શાવતુ પત્રક.
  • લડાઇ, ઓપરેશન કે આંતકવાદ સામે લડતા શારીરિક ક્ષતિગ્રસ્ત થયાની પુષ્ટી કરતા દસ્તાવેજ/પત્ર (ક્ષતિગ્રસ્તતાની ટકાવારી સાથે).   
  • અરજદારનો સ્થળ પરનો રૂબરૂ જવાબ.
  • પંચક્યાસ.
  • કલ્યાણ વ્યવસ્થાપક/નિયુક્ત કર્મચારીનો તપાસ અહેવાલ.
  • ડી.ડી. ૪૦ ફોર્મ (પૂર્ણ રીતે તૈયાર કરેલ).
  • બેંક ખાતાની વિગત (કેંન્સલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ).

 

 લડાઇઓપરેશનમાંઘવાયેલપૂર્વસૈનિકોનીસહાયનાકેસોમાટેઅરજીનોનમુનો(પૂર્વસૈનિકોમાટે )

 પ્રેષક

ઓળખપત્રક્રમાંકજીયુજે//..........................    નં ..............................રેંક............નામ ................................                                       સરનામુ :- ........................................................................................................................ટેલીફોન નંબર ............................................                મોબાઇલનંબર .........................................ઇ-મેલએડ્રેસ ......................................તારીખ : ..................../................/................

પ્રતિ,

જિલ્લાસૈનિકક્લ્યાણઅનેપુનર્વસવાટઅધિકારીશ્રી

જિલ્લાસૈનિકક્લ્યાણઅનેપુનર્વસવાટકચેરી

...................

 

વિષય : લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકોને સહાય મેળવવા બાબત

મહેરબાનસાહેબશ્રી,

૧.     સવિનય  જણાવવાનુ કે નં ......................... રેંક ..............નામ .........................  તારીખ ................ના રોજ

ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ છુ.  નિવ્રુતી સમયે મને વાર/ ઓપરેશન ક્ષતીગ્રસ્તતા બાબતનુ ક્ષતીગ્રસ્તતા પેંશન

પણ મળે છે. નિયામક સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજયના પ્રવર્તમાન નિયમોનુસાર લડાઇ

ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્ત સૈનિકોને મળવા પાત્ર સહાય આપવા વિનંતી છે.

       (અ)    પરિવારની હાલની સ્થિતી દર્શાવતુ પત્રક

       (બ)    લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્તતા બાબતના આધાર પુરાવાઓ

       (ક)    બેંક ખાતાના પાસબુકની પ્રથમ પાનાની સ્વ પ્રમાણીત ઝેરોક્ષ નકલ

       (ગ)    આધાર કાર્ડની નકલ

 

આભારસહ

                                                                                                                 આપનીવિશ્વાસુ

 

                                                                                                      ( અરજદારની સહી /અંગુઠા નુ નિશાન )

 

 

 

 

 

 

 

 

લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ પૂર્વ સૈનિકોની સહાયના કેસો માટે અરજીનો નમુનો સ્વ.મા.સૈના ધમપત્નીઓ માટે)

 

 પ્રેષક

 ઓળખપત્રક્રમાંકજીયુજે//..........................     શ્રીમતી ................................................સ્વર્ગસ્થપૂર્વસૈનિકનં .............................. રેંક............નામ .....................................................  સરનામુ :- .................................................    ...................................................................    ટેલીફોનનંબર ............................................   મોબાઇલનંબર .......................................  ઇ-મેલએડ્રેસ ............................................ તારીખ : ..................../................/................

પ્રતિ,

જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી

જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી

...................

 

લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓની સહાય મેળવવા બાબત

 

મહેરબાન સાહેબશ્રી,

 

૧.     સવિનય  જણાવવાનુકે નં ......................... રેંક ..............નામ .........................  નુતારીખ ................

ના રોજ અવસાન થયેલ છે. મારા સ્વ.પતિ ભારતીય સેનામાંથી નિવ્રુત સમયે વાર/ઓપરેશન ક્ષતીગ્રસ્તતા બાબતનુ પેંશન મેળવતા હતા અને રાજય સૈનિકો બોર્ડ તરફથી પણ તેઓને સહાય રૂ.              ________/= મળતી હતી.  મંજુરીનો સમય તા............. ..... ના રોજ પુરો થાય છે. નિયામક સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજયના પ્રવર્તમાન નિયમોનુસાર લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીને મળવા પાત્ર સહાય આપવા વિનંતી છે.

 

       (અ)    પરિવારની હાલની સ્થિતી દર્શાવતુ પત્રક

       (બ)    લડાઇ ઓપરેશનમાં ઘવાયેલ ક્ષતીગ્રસ્ત બાબતના આધાર પુરાવાઓ

       (ક)    બેંક ખાતાના પાસબુકની પ્રથમ પાનાની સ્વ પ્રમાણીત ઝેરોક્ષ નકલ

       (ગ)    આધાર કાર્ડની નકલ

 

આભારસહ

                                                                                                આપની વિશ્વાસુ

                                                                                            ( અરજદારની સહી/ અંગુઠાનુ નિશાન )