સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

આર્થિક સહાય અને લાભો ગુજરાત રાજ્ય

5/26/2020 2:57:45 AM

પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ માટે આર્થિક સહાય અને લાભો ગુજરાત રાજ્ય

(જે વ્યક્તિઓ ગુજરાત રાજ્યમાં અધિવાસ ધરાવતી હોય કે કાયમી ધોરણે વસવાટ કરતી હોય તેઓ ગુજરાત સરકાર દ્વારા અપાતી 
સહાય અને સવલત મેળવવા માટે પાત્ર છે.)

 

રોજગાર

 • રાજ્ય સરકારના ખાતાઓમાં, પંચાયતમાં તથા જાહેર સાહસોમાં વર્ગ ૩ અને વર્ગ ૪ માં અનુક્રમે ૧૦ ટકા અને ૨૦ ટકા જગ્યાઓ અનામત. (G.S./75-6-RES-1075/1060-G dated 4 March 1975 અને કેપી/૧૩/૮૯/પીઆરઆર/૧૦૮૧/૪૦૨૧/૮૧૩/ગુ..પં.અધિનિયમ,૧૯૬૧ તા. ૩૦ મે ૧૯૮૯)
 • ગુજરાત સિવિલ સર્વીસની વર્ગ ૧ અને વર્ગ ૨ ની ૧ ટકા જગ્યાઓ અનામત. (આરઇએસ-૧૦૨૦૦૭-૪૫૬૯૮૧-ઘ.૨, તા. ૨/૩/૨૦૦૯)
 • રાજ્યની પશુચિકિત્સો સેવામાં =વર્ગ-૧ અને ૨ની સીધી ભરતીથી ભરાતી જગ્યામાં ૨૫  ટકા જગ્યા અનામત (G.R.G.A.D., G.R.A. & C. Dept. NoRCT-1266 – 42068 - R dated 15 Jan 1968)
 • લડાઈ/ઓપરેશનના કારણે કાયમી ખોડ પામેલ સૈનિકોને રોજગાર માટે વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે પ્રાથમિક્તા-૧ આપવામાં આવે છે.
 • લડાઈ/ઓપરેશનમાં મુત્યુ પામેલા કે કાયમી ખોડ પામેલા સૈનિકોનાં બે આશ્રિતોને સીધી ભરતીથી ભરાતી વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે રોજગાર વિનિમય કચેરીમાં નામની નોંધણી કરાયા વગર રોજગાર આપી શકાય છે. તેઓને રોજગાર આપવા માટેની પ્રાથમિક્તા-૨ (એ) આપવામાં આવે છે.. (G.A.D. No RES -1175-1060-G, dated 29 Apr 1976)
 • જે પૂર્વ સૈનિકનું ફરજ દરમ્યાન લડાઇ/ઓપરેશનમાં મૃત્યુ થયું હોય તેમના આશ્રિતને તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોયતો વર્ગ-૩ અને ૪ ની જગ્યાઓ ભરવા માટે થતી રોજગાર વિનિમય કચેરીની કાર્યવાહીમાંથી છૂટછાટ આપવામાં આવે છે.(G.A.D. No RES-1175-1060-G, dated 29 Apr 1976)

        નોકરીમાં દાખલ થવા માટેની વયમર્યાદામાં છુટછાટ

 • ભૂતપૂર્વ સૈનિકોને સીધી ભરતીથી ભરાતી વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે તેમની હાલની ઉંમરમાં સશસ્ત્ર સેનાની નોકરી ઉપરાંત ૩ વર્ષની છૂટ આપવામાં આવે છે..(G.R.G.A.D. No WAR-1363-R, dated 18 Feb 1970)

પોલીસ ખાતાની ભરતીમાં માજી સૈનિકોને શારીરીક કસોટી માં છૂટછાટ

 • પૂર્વ સૈનિકો માટે પોલીસ સબ ઇંસ્પેક્ટર(બિન હથીયારી), પોલીસ સબ ઇંસ્પેક્ટર(હથીયારી),પોલીસ કોંન્સ્ટેબલ (બિન હથીયારી/હથીયારી) તેમજ પોલીસ કોંન્સ્ટેબલ (એસ.આર.પી.)ની ભરતી માટે માજી સૈનિકો ને શારીરીક કસોટીમાં છૂટ અનુક્ર્મે ઠરાવ ક્રમાંક GG/45/RCT/1097/3757/C dated 18 May 2009, GG/GUJ/47/MHK/102008/2027/C dated 18 May 2009, GG/44/RCT/102004/2972/C dated 18 May 2009 અને GG/46/MHK/102008/1234/Part-II/C dated 18 May 2009 થી આપવામાં આવેલ છે.

મેટ્રિક પાસ ભૂતપૂર્વ સૈનિકોને ગ્રેજ્યુએટ સમકક્ષ ગણવા

 • એસ.એસ.સી. પાસ અને ૧૫ વર્ષની વધુ સશસ્ત્ર સેનાની નોકરી કરનાર ભૂતપૂર્વ સૈનિકોને વર્ગ ૩ની જગ્યા માટે અગર શૈક્ષણિક લાયકાત સ્નાતકની હોય તો આવી જગ્યા પરની નિમણુક માટે તેઓને ગ્રેજ્યુએટ સમકક્ષ ગણવામાં આવે છે. (GAD Notification No GS-86(18)-RES-1086-1728-G-2, dated 3Jun1987)

        પરીક્ષા ફીમાંથી મુક્તિ

 • વર્ગ ૩ અને ૪ની ભરતી માટેના અરજી ફોર્મની કિંમત ચૂકવવાની તથા પરીક્ષાફી ભરવાની ભૂતપૂર્વ સૈનિકોને મુક્તિ આપવામાં આવેલી છે. (GR.GAD Notification No RES-1175-1060-G, dated 1 Sept 1975)
 • નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (ગુજરાત)લિમિટેડ, એન.ટી.સી.(ભારત સરકારની શાખા)
 • સ્થાનિક ટ્રેડ યુનિયનની સહમતીથી યુદ્ધ સૈનિકોનાં ધર્મપત્નીઓને તથા અન્ય સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓને રોજગારનો અવસર આપવામાં આવશે.

પુનઃ નિયુક્તિ પામેલા પૂર્વ સૈનિકોને મળતી સવલતો

 • પગાર ફિક્સેશન અને  તે સંબંધી સવલતો રાજ્ય સરકારની સેવામાં(FD GR No. NVT/3286-GOI-95-P dated 17 Aug 1988 and FD Corrigendum No. NVT/3286-GOI-95-P dated 12 Jan 1989).
 • ઇમર્જન્સી અને શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓની નાગરિક સેવાની બિનઅનામત જગ્યા પર નિમણુક બાદ પગાર ફિક્સેશન (FD GR No. NVT/3286-GOI-95-P dated 17 Aug 1988 and FD Corrigendum No. NVT/3286-GOI-95-P dated 12 Jan 1989).
 • સરકારના ખાતા/ વિભાગમાં પુનઃ નિયુક્તિ પામેલા પૂર્વ સૈનિક ક્લાર્ક માટે વિશેષ નિયમો(FD GR No. NVT/3286-GOI-95-P dated 17 Aug 1988 andFD Corrigendum No. NVT/3286-GOI-95-P dated 12 Jan 1989).
 • રિઝર્વિષ્‍ટ કેટેગરીના પૂર્વ સૈનિકો માટે પગાર અને ભથ્થાં માટે પ્રોટેક્શન.(Rule 9(16) of the Bombay Civil Services Rules).
 • ગુજરાત સરકારમાં સેવારત ક્ષતિગ્રસ્ત સૈનિકો માટે મેડિકલ સારવાર માટે વિશેષ રજાનું પ્રયોજન (H.D. (Special) G.R. No. SB.II/GSS/3567-3648, dated 7 Oct 1967 and H.D. (Special) G.R. No. SB.II/GSS/3367-3648, dated 22 Oct 1974).
 • સશસ્ત્ર સેનામાં કરેલી નોકરીના વર્ષનો લાભ પુનઃ નિયુક્તિની સેવામાં ઘર બાંધકામની પેશગી મંજૂર કરવા મળવા પાત્ર(FD GR No. Gha Ba Pa /1089/U.O./320/Z/1 dated 22 Dec 1989).

શૈક્ષણિક સવલતો / વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભુતપૂર્વ સૈનિકોનાં સંતાનો માટે અનામત જગ્યાઓ

   

ભૂતપૂર્વ સૈનિકો અને ગુજરાત રાજ્યમાં સેવારત એવા સશસ્ત્ર દળોના અધિકારી અને જવાનોનાં સંતાનો માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે મુજબ અનામત બેઠક રાખવામાં આવેલ છે.

 • સરકારી એન્‍જિનિયરિંગ અને પોલિટેક્નિકમાં એક ટકા જગ્યા અનામત(Education Dept. GET/1083/24879-GH, dated 26 Jul1983and Resolution No. GTI /1187/ 2213/ S, dated 4 Jun 1987and Govt. of Gujarat Gazette No. G/GNR/2, Extra No.107 dated 12 May 2008).
 • એમ. એસ. યુનિવર્સિટીમાં બી.એડ્.ના અભ્યાસક્રમમાં ૨ જગ્યા અનામત(MS University Vadodara letter No. FEP/SB dated 28 Dec 1989).
 • સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં બી.બી.એ.ના અભ્યાસક્રમમાં એક ટકા જગ્યા અનામત.
 • ફાર્મસી ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ અનામત. (Govt. of Gujarat Gazette No. G/GNR/2, Extra No.107 dated 12 May 2008)
 • ઇજનેરી ડિપ્લોમાના આધારે એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમમાં એક ટકા જગ્યા અનામત.
 • સૈનિક સ્‍કૂલ બાલાચડીમાં ૨૫ ટકા બેઠક અનામત.
 • સરકારી અને સરકારી અનુદાન મેળવતી કોલેજો/સંસ્થાઓ માં એમ.બી.એ. અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ ગુજરાત કોમન એંટ્રંન્સ ટેસ્ટ (જીસેટ)- એમ.બી.એ. ના માધ્યમ થી અનામત. (Govt. of Gujarat Gazette No. G/GNR/2, Extra No.128 dated 23 May 2008)
 • દરેક આઇટીઆઇમાં ૧૦ બેઠક અનામત(Director Employment & Training Gandhinagar Notification No. CTS / CH (5) / 1990 / Pravesh / 7033 dated 5 Aug 1990).
 • પીટીસીના અભ્યાસક્રમમાં પાંચ બેઠક પુત્રો અને પાંચ બેઠક પુત્રીઓ માટે કુલ દસ બેઠક અનામત(Education Dept. letter No.TCM-1491-2086/N, dated 30 Oct 1991).
 • સરકારી અને સરકારી અનુદાન મેળવતી કોલેજો/સંસ્થાઓ માં એમ.સી.એ. અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ ગુજરાત કોમન એંટ્રંન્સ ટેસ્ટ (જીસેટ)- એમ.સી.એ. ના માધ્યમ થી અનામત. (Govt. of Gujarat Gazette No. G/GNR/2, Extra No.129 dated 23 May 2008)
 • સરદાર પટેલ યુનિવર્સિટીમાં બી.એડ.ના અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ અનામત. (આ અનામતમાં પેરા મિલીટરી દળ સામેલ છે.)
 • એગ્રીકલચર યુનિવર્સિંટી જુનાગઢ અને આણંદમાં બી.એસ.સી.(એગ્રી) અને બી.ટેક. (એગ્રી) અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ અનામત.
 • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજુએશન.ના અભ્યાસક્રમમાં એક ટકા જગ્યાઓ અનામત

અન્ય જગ્યાથી સ્કોલરશિપ કે શૈક્ષણિક સહાય ન લેનાર ભૂતપૂર્વ સૈનિકોનાં સંતાનોને ટ્યુશન ફી પરત મળી શકે છે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરવો.

 

તબીબી સવલત

 • સરકારી હોસ્પિ‍ટલો, દવાખાનાં અને તબીબી સંસ્થાઓમાં પૂર્વ સૈનિક / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્‍નીઓ તથા તેઓના આશ્રિતો માટે નિઃશુકલ બહારના દર્દી તરીકે સારવાર આપવાની વ્યવસ્થા. . (G.R.H. & I.D. No WLT-CI-P, dated 30 Nov 1963).

પુનર્વસવાટ ના લાભો

      ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ફલેટો/મકાનો ની ફાળવણીમાં અનામત

 • ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બંધાયેલા એલ.આઇ.જી અને એમ.આઇ.જી યોજના હેઠળના મકાનો /ફલેટોમાં ૧૦ ટકા અનામત રાખવામાં આવેલ છે. (H.D. letter No. SaKas/RSB/1085/4431/F dated 5 March 1986)

ભાડે આપેલા મકાન ખાલી કરાવવા બાબત

 • પોતાના વપરાસ માટે ભાડે આપેલ મકાનનો કબજો પાછો મેળવવા માટે પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ માટે કાયદામાં જોગવાઇ કરાયેલી છે. આ માટે નીચેનાં ન્યાયાધીશો ની જુદા જુદા વિસ્તારો માટે સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. (Road & Building Dept. Gujarat Notification No GH / 1 / 1 / 86 / BRA-1485/ Gazette-26 N (i) dated 20 Feb 1986).
 • અમદાવાદ ખાતે નાના દાવાની અદાલતના મુખ્ય ન્યાયધશશ્રી તથા સુરત, વડોદરા અને રાજકોટના સમકક્ષ ન્યાયધીશશ્રીઓ.
 • ઉપર સિવાયના બાકીનાં જીલ્લાઓના સીનીયર ડીવીઝન સિવીલ જજ શ્રીઓ.

રહેઠાણ માટે જમીન ની ફાળવણી

 • પેન્શન ઉપરાંત વાર્ષિ‍ક રૂપિ‍યા ૩૬૦૦૦/-થી નીચે આવક ધરાવતા ભૂતપૂર્વ સૈનિકોને બે ગુંઠા સુધીની ગામતળ જમીન વગર હરરાજીથી આપવાની જોગવાઈ (આ જોગવાઈમાં કર્નલ રેન્ક સુધીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ) (G.R.R.D. No LND-3988-3290(ii) A dated 15 Feb 1989 andG.R.R.D. No LND-3988-2637- A dated 27 March 2001

ખેતી માટે જમીન ની ફાળવણી

 • સશસ્ત્ર દળમાંથી છૂટા થવાને બે વર્ષથી અંદરનો સમય છે તેવા સેવારત સૈનિકો અને પેન્શન ઉપરાંત વાર્ષિક  રૂપિ‍યા ૩૬૦૦૦/-થી નીચે આવક ધરાવતા ભૂતપૂર્વ સૈનિકોને ૧૬ એકર સુધી ખેતીની જમીન આપવાની જોગવાઈ છે. (આ જોગવાઈમાં કર્નલ રેન્ક સુધીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. (G.R.R.D. No LND-3988-3290(i) A dated 15 Feb 1989, Revenue Department Notification No LND-3881-505238-A dated 28 Feb 1990 and G.R.R.D. No LND-3988-2637-A dated 27 March 2001.

ખેતીની જમીન માટેની ટેનાસિટી (ગણોતધારો) રદ કરવા

 • સશસ્ત્ર દળોના સભ્યો માટે ખેતીની જમીન ના ગણોતધારા ની જોગવાઇઓ રદ કરવા વિશેષ નિયમો ઘડવામાં આવ્યા છે. (Tenancy Laws amended suitably under the Gujarat Act, 24 of 1965)

ખેતીની જમીન ખરીદવાના હેતુથી પૂર્વ સૈનિકને ખેડૂતનો દરજ્જો આપવા બાબત  

 સી.એસ.ડી. ડેપોમાંથી ખરીદેલી કંન્ટ્રોલ વસ્તુ પર વેચાણવેરા ની માફી

 • ગુજરાત સરકાર દ્રારા કેન્ટીન સ્ટોર ડીપાર્ટમેંટ અને યુનિટો ચલાવતી કેન્ટીન માંથી થતા માલ સામાનના વેચાણ પર “વેલ્યુ એડેડ ટેક્ષ”(VAT)ની માફી આપેલ છે.આ માફીના લાભો કેન્ટીન સ્ટોર્સ ડીપાર્ટમેંટ ના નિયમો મુજબ નિયત ઠરાવેલ અધીકૃત્ત વ્યક્તીઓને મળવા પાત્ર થશે. (Finance Department Notification No. (GHN-77) VAT-2006-S.5(2)(10)-TH dated19 July 2006)
 • સશસ્ત્ર દળો દ્વારા નિર્ધારિત કરાયેલા કોટા મુજબ સી.એસ.ડી. કેન્ટીનમાંથી દારૂ ખરીદવા પૂર્વ સૈનિકોને અલગથી હેલ્થ (લિકર) પરમિટ આપવાની જોગવઈ કરવામાં આવેલી છે.(Social Welfare Dept. Notification No. GH-L/1/FLR/1088/19190/M dated 4 Jan 1989).

કાનૂની સહાય

 • રાજ્યના ભૂતપૂર્વ સૈનિકો જેમની વાર્ષિક  આવક રૂપિ‍યા ૫૦,૦૦૦/-થી નીચે છે તેઓને તથા આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય અધિકારી નીચેના હોદ્દાના પૂર્વ સૈનિકોને તથા સ્વ. સૈનિકોનાં ધર્મપત્‍નીઓને મફત કાનૂની સલાહ આપવાની વ્યવસ્થા છે.(G.R.L.D. No. LAG-1076-2508/D, dated 18 Jun 1976).

સ્વરોજગાર

લઘુ ઉધોગ સ્થાપવા શેડ ની ફાળવણી તથા લઘુ ઉધોગની સ્થાપના માટે ની રાહતો

લઘુ ઉધોગ સ્થાપવા માટેની નીચે મુજબની રાહતો આપવામાં આવે છે(137th Meeting of G.I.D.C. held on 16th Apr 1974).

 • લઘુ ઉધોગની સ્થાપના માટે જી.આઇ.ડી.સી તરફથી ૧૫% રાહત દરે શેડ/પ્લોટ ફાળવવામાં આવે છે.
 • જી.આઇ.ડી.સી. દ્રારા પૂર્વ સૈનિક ને રાહત દરે લઘુ ઉધોગ નું એકમ સ્થાપવા માટે અગ્રતાક્રમ આપવામાં આવેલ છે.

ફિશિંગ / મચ્છીમારોની સવલતો

 • ગુજરાતના પૂર્વ સૈનિકોનાં પુનર્વસવાટ માટે મચ્છીમારોના સ્વરોજગાર માટે લોનની વ્યવસ્થા કરી સુધારેલ પ્રકારની લાકડાની બોટ અપાવવાની યોજના. (Govt. Memorandum A.F. & C. Dept. No FDV. 1371/1371/13709-X, dated 29-12-1971).

સસ્તા અનાજની દુકાન તથા જય જવાન સ્ટોલની અગ્રતાક્રમમાં ફાળવણી

 • પૂર્વ સૈનિક મંડળીને બીજા ક્રમની અગ્રતા સાથે તથા પૂર્વ સૈનિકોને આઠમા ક્રમની અગ્રતા સાથે સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવે છે. (G.R. Food and Civil Supplies Deptt. Circular No. 3077-509-X, dated 10 March 1977).

ગુજરાત સરકાર તરફથી નાણાકીય સહાય

 

    બહાદુરી પદક અને પ્રશંસનીય કામગીરીના પદક માટે રોકડ ઇનામ

 • ગુજરાત રાજ્યમાં અધિવાસ ધરાવતા સશસ્ત્ર દળોના સભ્યો કે જેઓને વીરતા પદકથી અથવા પ્રશંસનીય પદકથી ભારત સરકાર દ્વારા સંન્માનવામાં આવ્‍યા. તેઓને નીચે પ્રમાણે રોકડ ઇનામ મળવા પાત્ર છે.(G.R.H.D. No. WES/1087/2951 dated 10 Sept 1990) .

    બહાદુરી પદકો

 • પરમવીર ચક્ર રૂપિયા ૨૨,૫૦૦/- અને રૂપિયા ૫૦૦/-નું વર્ષાસન ૩૦ વર્ષ સુધી
 • અશોક ચક્ર રૂપિયા ૨૦,૦૦૦/-
 • મહાવીર ચક્ર રૂપિયા ૧૫,૦૦૦/-
 • કિર્તિ ચક્ર રૂપિયા ૧૨,૦૦૦/-
 • ઉત્તમ યુદ્ધ સેવા મેડલ રૂપિયા ૧૦,૦૦૦/-
 • વીર ચક્ર રૂપિયા ૭,૦૦૦/-
 • શૌર્ય ચક્ર રૂપિયા ૫,૦૦૦/-
 • સેના / નૌસેના / વાયુસેના મેડલ (બહાદુરી માટે) રૂપિયા  ૩,૦૦૦/-
 • મેન્શન ઇન ડિસ્પેચ રૂપિયા ૨,૦૦૦/-

પ્રશંસનીય પદક ( બહાદુરી સિવાય)

 • સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ -રૂ. ૧૭,૦૦૦/-
 • પરમ વિશિષ્ઠ સેના મેડલ -રૂ. ૧૫,૦૦૦/-
 • ઉત્તમ યુદ્ધ સેવા મેડલ -રૂ. ૧૦,૦૦૦/-
 • અતિ વિશિષ્ઠ સેના મેડલ -રૂ. ૭,૦૦૦/-
 • યુદ્ધ સેવા મેડલ -રૂ. ૪,૦૦૦/-
 • વિશિષ્‍ટ સેવા મેડલ રૂપિયા  ૩,૦૦૦/-
 • સેના / નૌસેના / વાયુસેના મેડલ ( પ્રશંસનીય કામગીરી માટે) રૂપિયા  ૩,૦૦૦/-

રહેમરાહે વળતર

 • યુદ્ધ અને આંતરિક સુરક્ષા દરમિયાન મૃત્યુ પામેલા કે ઘવાયેલા સશસ્ત્ર સેનાના સૈનિકોને નીચે મુજબ વળતર આપવામાં આવે છે. (H.D. Resolution No. WES/1087/24/F dated 7 Nov 1990).
 • કાયમી ખોડ ધરાવતા અથવા મૃત્યુ પામેલા સૈનિકો રૂપિયા  ૫,૦૦૦/-
 • અંશતઃ ઈજાગ્રસ્ત રૂપિયા  ૨,૫૦૦/-

મુખ્‍ય મંત્રીશ્રીનું જવાન રાહત ભંડોળ

 • માનનીય મુખ્‍ય મંત્રીશ્રી જવાન રાહત ભંડોળમાંથી નીચે મુજબ સહાય ચૂકવવામાં આવે છે. (H.D. Resolution No. CMJ.102000 / 1872 / F, dated 29 Aug 2000 and સીએમજે-૧૦૨૦૦૦-૧૮૭૨-ફ તારીખ ૧૯-૦૬-૨૦૧૫)
 1. વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલા જવાનનાં પરિવારને નીચે મુજબ સહાય ચૂકવવામાં આવે છે. (પરિણિત જવાનનાં પરિવાર માટે)

    (અ) સ્વ. જવાનની પત્નીને:

(i) રૂપિયા  ૧,૦૦,૦૦૦/- રોકડ

(ii) માસિક રૂપિયા ૧૦૦૦/-ની સહાય પુનઃલગ્ન ન કરેલ હોય તો હયાત હોય ત્યાં સુધી.

    (બ) સ્વ. જવાનનાં સંતાનોને :

(i) માસિક રૂપિયા  ૫૦૦/-ની સહાય પ્રતિ માસ એક સંતાન માટે , વધુમાં વધુ બે સંતાનો માટે રૂપિયા  ૧૦૦૦/-ની સહાય પ્રતિ માસ, ૨૫ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી.   

    (ક) સ્વ. જવાનનાં માતા-પિતાને :

(i) માતા અને પિતા હયાત હોય ત્યાં સુધી દરેકને માસિક રૂપિયા  ૫૦૦/-ની સહાય પ્રતિ માસ, વધુમાં વધુ માતા-પિતા બંન્ને માટે માસિક રૂપિયા  ૧૦૦૦/- સહાય પ્રતિ માસ

 1. વીરતાભરી ફરજ બજાવતા શહીદ થયેલા જવાનનાં પરિવારને નીચે મુજબ સહાય ચૂકવવામાં આવે છે (અપરિણીત જવાનનાં પરિવાર માટે)

    (અ) સ્વ. જવાનની માતાને:

(i) રૂપિયા  ૧,૦૦,૦૦૦/- રોકડ

    (બ) સ્વ . જવાનનાં માતા-પિતાને :

(i) માતા અને પિતા હયાત હોય ત્યાં સુધી. દરેકને માસિક રૂપિયા  ૫૦૦/-ની સહાય પ્રતિ માસ, વધુમાં વધુ માતા-પિતા બન્ને માટે માસિક રૂપિયા  ૧૦૦૦/- સહાય પ્રતિ માસ

 1. વીરતાભરી ફરજ બજાવતા ૫૦ ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને નીચે મુજબ સહાય ચૂકવવમાં આવે છે

(i) રૂપિયા ૧,૦૦,૦૦૦/- રોકડ

(ii) માસિક રૂપિયા ૧૦૦૦/-ની સહાય હયાત હોય ત્યાં સુધી.